Share Market : શેરબજારમાં તેજીનો કારોબાર છતાં અદાણી ગ્રુપના રોકાણકાર ચિંતાતુર, Adani Enterprises 52 અઠવાડિયાના તળિયે પટકાયો

TV9 GUJARATI

|

Updated on: Feb 03, 2023 | 9:56 AM

Share Market : વૈશ્વિક બજારો તરફથી ભારતીય શેરબજાર માટે સારા સંકેત મળ્યા છે.છેલ્લા સત્રમાં સ્થાનિક શેરબજારમાં ઉતાર – ચઢાવ જોવા મળ્યો હતો. બજારમાં અદાણી ગ્રુપના શેરોની વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. આજે વેદાંત, કોફોર્જ, ટોરેન્ટ ફાર્મા, NTPC ના ડિવિડન્ડની  એક્સ ડેટ છે. 

Share Market : શેરબજારમાં તેજીનો કારોબાર છતાં અદાણી ગ્રુપના રોકાણકાર ચિંતાતુર, Adani Enterprises 52 અઠવાડિયાના તળિયે પટકાયો
Symbolic Image

શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 417 પોઈન્ટ વધીને 60350 પર, નિફ્ટી 111 પોઈન્ટ વધીને 17721 પર અને બેંક નિફ્ટી 350 પોઈન્ટ વધીને 41019 પર ખુલ્યો હતો. ASM લિસ્ટમાં લિસ્ટેડ હોવા છતાં અદાણી ગ્રુપના શેરમાં ફ્રી ફોલ ચાલુ છે. અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 10 ટકા ઘટ્યો અને 52 સપ્તાહની નવી નીચી સપાટીએ પહોંચ્યો. અદાણી પોર્ટ્સમાં પણ 10 ટકાની નીચી સર્કિટ છે. આજે ITC, SBI, BoB, Tata Power જેવી કંપનીઓના પરિણામ આવશે. પરિણામ બાદ ટાઇટનના શેરમાં 5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે વેદાંત, કોફોર્જ, ટોરેન્ટ ફાર્મા, NTPC ના ડિવિડન્ડની  એક્સ ડેટ છે. ગુરુવારે FII એટલે કે વિદેશી રોકાણકારોએ કુલ 3065 કરોડનું વેચાણ કર્યું હતું જ્યારે DII સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 2371 કરોડની ખરીદી કરી હતી.

આજે આ કંપનીઓના પરિણામો આવી રહ્યા છે

આજે ITC, State Bank of India, Divi’s Labs, Bank of Baroda, Tata Power, InterGlobe Aviation, One 97 Communications (Paytm), Marico, Mahindra & Mahindra Financial Services, Zydus Lifesciences, Manappuram Finance, Aarti Industries, Borosil, Clariant Chemicals, Elgi Equipments, Emami, Engineers India, India Cements, Intellect Design Arena, JK Tyre & Industries, Jubilant Pharmova, Kansai Nerolac Paints, Nava, Praj Industries, Quess Corp, Shipping Corporation of India, Sun TV Network, और Tube Investments પરિણામો જાહેર કરશે.

અદાણી ગ્રુપના 3 શેર ASM લિસ્ટમાં  મુકાયા

અદાણી ગ્રુપના શેરના રોકાણકારો માટે મહત્વના સમાચાર છે. ગ્રુપની 3 કંપનીઓના શેર ASM એટલે કે ટૂંકા ગાળા માટે વધારાના સર્વેલન્સ મેઝર્સમાં મૂકવામાં આવ્યા છે. ASMમાં અદાણી ગ્રૂપના આ શેરનો સમાવેશ કરવાનો હેતુ શેરમાં વોલેટિલિટી ઘટાડવાનો છે.

અદાણી ગ્રુપના સ્ટોક્સમાં વેચાણ યથાવત

Company Name CMP Change Rs.(%) Volume Value (Rs. Lakhs)
Adani Enterprises 1,251.80 2,007,740 31,415.11
-312.9
(-20.00%)
Adani Green Energy 934.25 55,661 577.79
-103.8
(-10.00%)
Adani Transmission 1,401.55 77,102 1,200.67
-155.7
(-10.00%)
Adani Ports &Special 431.55 7,458,400 34,457.81
-30.45
(-6.59%)
Adani Total Gas 1,625.95 7,099 121.5
-85.55
(-5.00%)
Adani Power 192.05 110,268 222.91
-10.1
(-5.00%)
Adani Wilmar 400.4 50,130 211.27
-21.05
(-4.99%)

વૈશ્વિક બજારના સારા સંકેત મળ્યા હતા

વૈશ્વિક બજારો તરફથી ભારતીય શેરબજાર માટે સારા સંકેત મળ્યા છે.છેલ્લા સત્રમાં સ્થાનિક શેરબજારમાં ઉતાર – ચઢાવ જોવા મળ્યો હતો. બજારમાં અદાણી ગ્રુપના શેરોની વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. અમેરિકન બજારની વાત કરીએ તો ડાઉ જોન્સમાં 40 પોઈન્ટની નબળાઈ નોંધાઈ છે. નાસ્ડેકમાં 3.25 ટકાનો જંગી વધારો નોંધાયો હતો. S&P 500 પણ 1.47 ટકા વધ્યો છે. SGX નિફ્ટીમાં 60 પોઈન્ટની મજબૂતી જોવા મળી રહી છે. આ ભારતીય શેરબજારમાં તેજી તરફ સંકેત માનવામાં આવ્યા હતા.

અદાણી ગ્રુપની કંપનીઓના શેરની સ્થિતિ

STOCK BSE PRICE(Rs) NSE PRICE(Rs)
ACC 1,779.80 -3.55% 1,772.55 -3.73%
ADANI ENTERPRISES 1,330.00 -15.00% 1,330.50 -15.00%
ADANI GREEN ENERGY 934.25 -10.00% 935.90 -10.00%
ADANI PORTS & SEZ 428.60 -7.23% 430.90 -6.82%
ADANI POWER 192.05 -5.00% 191.95 -5.00%
ADANI TOTAL GAS 1,625.95 -5.00% 1,622.35 -5.00%
ADANI TRANSMISSION 1,401.55 -10.00% 1,396.05 -10.00%
ADANI WILMAR 400.40 -4.99% 399.95 -5.00%
AMBUJA CEMENT 347.00 -1.55% 347.55 -1.42%

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati