Paytm ના રોકાણકારો રાતા પાણીએ રડ્યા, માત્ર 3 મહિનામાં 1 લાખનું રોકાણ થઇ ગયું રૂપિયા 35000, જાણો નિષ્ણાંતોની શું છે સલાહ
Paytm IPOમાં કંપનીએ શેરની ઇશ્યૂ પ્રાઇસ રૂપિયા 2150 રાખી હતી. પરંતુ સ્ટોક લિસ્ટિંગના દિવસે જ પટકાયો હતો. શેર રૂ.1950 માં લિસ્ટ થયો હતોઅને તે પછી શેર સતત ઘટતા રહ્યા છે.
Paytm Share Price : Paytm માત્ર 3 મહિનામાં રોકાણકારોના એક લાખ રૂપિયા 35 હજાર રૂપિયા પર લાવી દીધું છે. ગઈકાલે 9 માર્ચે One 97 Communications Ltd એટલે કે Paytm ના શેરની કિંમત NSE માં રૂ. 749.85 પર બંધ થઈ છે. તે અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. Paytm દેશના સૌથી મોટા IPO પૈકીનો એક છે. આ IPO માં રોકાણ સમયે રોકાણકારો ખુબ ઉત્સાહિત હતા પરંતુ લિસ્ટિંગ સમયે અને ત્યારબાદ સ્ટોક સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. રોકણકારોને રોકાણ બાદ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે.
9 માર્ચના કારોબારના અંતે Paytm ના શેરની સ્થિતિ |
|
Open | 750 |
High | 759.8 |
Low | 742.1 |
Mkt cap | 48.61TCr |
52-wk high | 1,955.00 |
52-wk low | 742.1 |
ઈશ્યુ પ્રાઇસ 2150 રૂપિયા
Paytm IPOમાં કંપનીએ શેરની ઇશ્યૂ પ્રાઇસ રૂપિયા 2150 રાખી હતી. પરંતુ સ્ટોક લિસ્ટિંગના દિવસે જ પટકાયો હતો. શેર રૂ.1950 માં લિસ્ટ થયો હતોઅને તે પછી શેર સતત ઘટતા રહ્યા છે. કંપનીના શેર 18 નવેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા હતા. પરંતુ આ શેરોએ ક્યારેય તેમની ઈશ્યુ કિંમતને સ્પર્શયો ન હતો. શેરમાં લિસ્ટિંગનો દિવસે જ માત્ર હાઈ ઉપર રહ્યો હતો. આજે આ શેર ઇશ્યુ પ્રાઇસ કરતા લગભગ 3 ગણા ઘટી ગયા છે.
માર્કેટ કેપ 50 હજાર કરોડથી નીચે
જ્યારે Paytmનું લિસ્ટિંગ થયું ત્યારે માર્કેટ કેપ રૂ. 1.39 લાખ કરોડ હતું પરંતુ માત્ર 4 મહિનામાં જ માર્કેટ કેપ 50 હજાર કરોડથી નીચે આવી ગયું હતું કારણ કે સ્ટોક તૂટ્યો હતો. બુધવારે માર્કેટ કેપ 48 હજાર કરોડની આસપાસ હતું.
મ્યુચ્યુઅલ ફંડોએ પણ મોટા પ્રમાણમાં શેર વેચવાનું શરૂ કર્યું
Paytm દેશના સૌથી મોટા IPO પૈકીનો એક છે જેણે રોકાણકારોને જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલું જ શીખવ્યું પણ છે. એટલે કે શેરબજારમાં શું ન કરવું જોઈએ. Paytmના શેરમાં સતત ઘટાડા બાદ ઘણા બ્રોકરેજ હાઉસે શેરનું રેટિંગ અને ટાર્ગેટ ડાઉનગ્રેડ કર્યું છે. તે જ સમયે મ્યુચ્યુઅલ ફંડ્સે પણ મોટી સંખ્યામાં શેર વેચવાનું શરૂ કર્યું.
Macquarie એ એક અહેવાલમાં જણાવ્યું હતું કે વિવિધ કોર્પોરેટ અપડેટ્સ અને પરિણામો પછી વિતરણ પર આવકનો અંદાજ ઓછો રહી શકે છે. બ્રોકરેજ નીચા વિતરણ અને ક્લાઉડ આવકને કારણે 2025-26 સુધી દર વર્ષે પેટીએમની આવકમાં સરેરાશ 10 ટકાનો ઘટાડો કરે છે. મેક્વેરીનો અંદાજ છે કે પેટીએમની આવક આગામી પાંચ વર્ષમાં 23 ટકાના દરે વધશે જે અગાઉ 26 ટકા હતી.
IPO ના વેલ્યુએશનને લઈ પ્રશ્નો ઉઠ્યા
તમામ નિષ્ણાતોએ કંપની દ્વારા IPOના મૂલ્યાંકન અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ખોટ કરતી કંપનીના આઈપીઓનું વેલ્યુએશન ઘણું ઊંચું જણાય છે. તેથી Paytm IPO ના ઉદાહરણ સાથે નિષ્ણાત કહે છે કે નવી કંપનીમાં રોકાણ કરતા પહેલા વ્યક્તિએ મૂલ્યાંકન તપાસવું જોઈએ.
ખોટ કરતી કંપનીમાં રોકાણ ઓછું કરો
એક્સપર્ટનું કહેવું છે કે જો માર્કેટમાં નવી એજ કંપની આવી રહી છે અને તે ખોટમાં છે તો ઓછું રોકાણ કરો. પૈસા ગુમાવ્યા હોય તેટલું રોકાણ કરો જેથી વધુ દુઃખ ન રહે. ખોટ કરતી કંપનીમાં તમારી મોટાભાગની મૂડીનું રોકાણ ન કરો. તે જ સમયે, નિષ્ણાતોએ પેટીએમ શેરથી દૂર રહેવાની સલાહ આપી છે.