Paytmનો શેર All Time Low સુધી સરક્યો, રોકાણકારોએ 84,000 કરોડ ગુમાવ્યા

Paytmના સ્થાપક વિજય શેખર શર્મા(vijay shekhar sharma)ની કંપનીમાં સ્ટેક વેલ્યુ 1 અબજ ડોલરથી ઓછી થઈ ગઈ છે. લિસ્ટિંગ બાદ શેરના મૂલ્યમાં ઘટાડો થઇ રહ્યો છે.

Paytmનો શેર All Time Low સુધી સરક્યો, રોકાણકારોએ 84,000 કરોડ ગુમાવ્યા
Paytm Falls at All Time Low
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 8:01 AM

Paytmના શેરમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે જ્યારે શેરબજારમાં તેજી આવી ત્યારે પણ પેટીએમના શેરે તેના રોકાણકારોને નિરાશ કર્યા હતા. Paytmનો શેર પહેલીવાર રૂ. 850ની નીચે સરક્યો છે. ટ્રેડિંગના અંતે Paytmનો શેર 1.39 ટકા ઘટીને રૂ 851.50 પર બંધ થયો હતો.

One 97 Communications Ltd(Paytm)

Last Closing Price 851.25      −12.25 (1.42%)
Open 874
High 884.45
Low 840
Mkt cap 55.20TCr
52-wk high 1,955.00
52-wk low 840

Paytm માં ઘટાડો ક્યારે અટકશે?

પેટીએમના શેરનું જોરદાર વેચાણ ચાલુ છે. Paytmનો શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો છે અને ત્યારથી તેનું મૂલ્યાંકન 63 ટકાથી વધુ ઘટ્યું છે. મંગળવાર 15મી ફેબ્રુઆરી 2022 ના રોજ Paytm નો શેર ઘટીને રૂ 840 સુધી ઓલ ટાઈમ લો સ્તરે પહોંચી ગયો હતો. Paytm IPO  રૂ. 2150 પ્રતિ શેરના દરે સૌથી મોટો 18,800 કરોડનો આઈપીઓ લઈને આવ્યો હતો. લિસ્ટિંગ બાદ સ્ટોકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

વિજય શેખર શર્માની સ્ટેક વેલ્યુમાં ઘટાડો

Paytmના સ્થાપક વિજય શેખર શર્મા(vijay shekhar sharma)ની કંપનીમાં સ્ટેક વેલ્યુ 1 અબજ ડોલરથી ઓછી થઈ ગઈ છે. લિસ્ટિંગ બાદ શેરના મૂલ્યમાં ઘટાડો થઇ રહ્યો છે. Paytmના લિસ્ટિંગ પછી છેલ્લા ત્રણ મહિનામાં વિજય શેખર શર્માના શેરની કિંમત ઘટીને 1.5 અબજ ડોલર થઈ ગઈ છે. લિસ્ટિંગ પછી દરરોજ 128 કરોડનું તેમને નુકસાન સહન કરવું પડ્યું છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

Macquarie ના ટાર્ગેટથી પણ Paytm નીચે સરકી ગયો

બ્રોકરેજ હાઉસને ડાઉનગ્રેડ કર્યા પછી પેટીએમનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ રૂ. 55,221 કરોડ છે. શેરબજારમાં લિસ્ટિંગ પહેલા પેટીએમના આઈપીઓની કિંમત રૂ. 2150 પ્રતિ શેર જેની માર્કેટ વેલ્યુ રૂ.1.39 લાખ કરોડ રૂપિયા હતી. વિદેશી બ્રોકરેજ હાઉસ મેક્વેરી કેપિટલએ Paytm માટે શેર દીઠ રૂ. 900નો લક્ષ્યાંક રાખ્યો હતો. Paytmનો સ્ટોક તેની પણ નીચે લપસી ગયો છે.

નોંધ : અહેવાલનો હેતુ સ્ટોક્સ અંગે આપણે માહિતી આપવાનો છે. જો તમે આ શેર્સમાં રોકાણ કરવા માંગતા હોય તો પહેલા અધિકૃત આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી. રોકાણથી નફા કે નુકસાન માટે અહેવાલની કોઈ જવાબદારી રહેશે નહીં.

આ પણ વાંચો : Closing Bell : સોમવારના કડાકાની ઉદાસી આજે આનંદમાં ફેરવાઈ, SENSEX 1736 અંક વધારા સાથે બંધ થયો

આ પણ વાંચો : Aadhaar Card ની મદદથી માત્ર 2 ટકા વ્યાજની લોન મળી રહી હોવાનો તમને મેસેજ મળ્યો કે નહિ? જાણો શું છે હકીકત

g clip-path="url(#clip0_868_265)">