LIC IPO ને SEBI તરફથી મળ્યો ગ્રીન સિગ્નલ, 31 કરોડથી વધુ ઈક્વિટી શેર વેચશે સરકાર

IPO એ ભારત સરકાર દ્વારા વેચાણ માટેની ઓફર (OFS) છે અને LIC દ્વારા શેરનો કોઈ નવો ઈશ્યુ નથી. સરકાર પાસે LICમાં 100 ટકા હિસ્સો અથવા 632.49 કરોડથી વધુ શેર છે. શેરની ફેસ વેલ્યુ રૂ. 10 પ્રતિ શેર છે.

LIC IPO ને SEBI તરફથી મળ્યો ગ્રીન સિગ્નલ, 31 કરોડથી વધુ ઈક્વિટી શેર વેચશે સરકાર
ટૂંક સમયમાં LICનો IPO લાવવા તૈયારી ચાલી રહી છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 10:30 AM

દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ને મંગળવારે મૂડી બજાર નિયામક સેબી(SEBI) તરફથી પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવાની મંજૂરી મળી છે. એક મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. સેબીમાં ફાઈલ કરાયેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) મુજબ સરકાર LIC IPOના 31 કરોડથી વધુ ઈક્વિટી શેર વેચશે. IPO નો એક હિસ્સો એન્કર રોકાણકારો માટે આરક્ષિત રહેશે. ઉપરાંત LIC IPO ઇશ્યૂના કદના 10 ટકા સુધી પોલિસીધારકો માટે અનામત રહેશે.સરકાર વર્તમાન નાણાકીય વર્ષમાં રૂ. 78,000 કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને પહોંચી વળવા જીવન વીમા કંપનીમાં 5 ટકા હિસ્સો વેચીને રૂ. 63,000 કરોડ એકત્ર કરવાની આશા રાખતી હતી. DRHP એટલે કે IPO પ્રસ્તાવ SEBI સમક્ષ 13મી ફેબ્રુઆરીએ LIC વતી સબમિટ કરવામાં આવ્યો હતો.

IPO એ ભારત સરકાર દ્વારા વેચાણ માટેની ઓફર (OFS) છે અને LIC દ્વારા શેરનો કોઈ નવો ઈશ્યુ નથી. સરકાર પાસે LICમાં 100 ટકા હિસ્સો અથવા 632.49 કરોડથી વધુ શેર છે. શેરની ફેસ વેલ્યુ રૂ. 10 પ્રતિ શેર છે.

શેરબજારના ઈતિહાસમાં આ સૌથી મોટો આઈપીઓ હશે

LIC પબ્લિક ઈશ્યુ ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો IPO હશે. એકવાર લિસ્ટેડ થયા પછી LICનું માર્કેટ વેલ્યુએશન RIL અને TCS જેવી ટોચની કંપનીઓની સમકક્ષ હશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આઈપીઓમાંથી એકત્ર કરાયેલ ભંડોળના સંદર્ભમાં અત્યાર સુધી Paytm સૌથી આગળ છે. વર્ષ 2021માં તેણે આઈપીઓમાંથી રૂ. 18,300 કરોડ એકત્ર કર્યા હતા. આ પછી કોલ ઈન્ડિયાએ 2010માં આશરે રૂ. 15,500 કરોડ અને રિલાયન્સ પાવરે 2008માં રૂ. 11,700 કરોડ એકત્ર કર્યા હતા.

મિલિમેન એડવાઈઝર્સ એલએલપી ઈન્ડિયાએ એલઆઈસીની એમ્બેડેડ વેલ્યુ પર કામ કર્યું હતું જ્યારે ડેલોઈટ અને એસબીઆઈ કેપ્સને પ્રી-આઈપીઓ ટ્રાન્ઝેક્શન એડવાઈઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

LICમાં 20 ટકા FDIને મંજૂરી

તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે આ IPOમાં વિદેશી રોકાણકારોને સામેલ કરવા માટે FDI પોલિસીમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર હેઠળ એલઆઈસીના આઈપીઓના 20 ટકા સુધી ઓટોમેટિક રૂટ દ્વારા વિદેશી રોકાણ માટે મંજૂરી આપવામાં આવી છે. હાલમાં વીમા ક્ષેત્રમાં 74 ટકા એફડીઆઈ ઓટોમેટિક રૂટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

LIC નજીકના ભવિષ્યમાં ખાનગી વીમા કંપનીઓને તેના વ્યવસાયને બિન-ભાગીદારી નીતિ તરફ ખસેડીને પડકાર આપી શકે છે. સ્વિસ બ્રોકરેજ ફર્મ ક્રેડિટ સુઈસે આઈપીઓની મંજૂરી માટે માર્કેટ રેગ્યુલેટર સેબીમાં ફાઈલ કરેલી અરજીની વિગતોનું વિશ્લેષણ કર્યા બાદ તૈયાર કરાયેલા રિપોર્ટમાં આ વાત કહી છે. અહેવાલ મુજબ, SBI લાઇફ, ICICI પ્રુડેન્શિયલ, HDFC લાઇફ અને મેક્સ લાઇફ જેવી જીવન વીમા કંપનીઓને LICના વ્યવસાયિક મહત્વમાં ફેરફારનો ભોગ બનવું પડશે.

આ પણ વાંચો : રશિયાની પશ્ચિમી દેશોને ચીમકી : અમને છંછેડ્યા તો ક્રૂડ 300 ડોલર પ્રતિ બેરલના ભાવે ખરીદવા તૈયાર રહેજો

આ પણ વાંચો : TCS ની બાયબેક ઓફરનો આજથી પ્રારંભ, છેલ્લી તારીખ- શેરની કિંમત અને અગત્યની માહિતી જાણો અહેવાલ દ્વારા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">