AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card ની મદદથી માત્ર 2 ટકા વ્યાજની લોન મળી રહી હોવાનો તમને મેસેજ મળ્યો કે નહિ? જાણો શું છે હકીકત

તેમજ આ ખોટા અને નકલી મેસેજને અન્ય કોઈ વ્યક્તિને ફોરવર્ડ કરશો નહીં. આનાથી ફેક ન્યૂઝ અને વાયરલ મેસેજના ફેલાવાને રોકી શકાય છે.

Aadhaar Card ની મદદથી માત્ર 2 ટકા વ્યાજની લોન મળી રહી હોવાનો તમને મેસેજ મળ્યો કે નહિ? જાણો શું છે હકીકત
PIB Fact Check
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 7:00 AM
Share

શું તમને પણ આવો કોઈ મેસેજ(Fake Message) મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ યોજના હેઠળ આધાર કાર્ડ (Aadhaar Card) થી લોન આપવામાં આવી રહી છે. જો એમ હોય તો તમને જણાવી દઈએ કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો અને બોગસ છે. તેની જાળમાં બિલકુલ પડશો નહીં. આ તમને છેતરવાનો એક રસ્તો હોઈ શકે છે. PIB ફેક્ટ ચેકે (PIB Fact Check)આ સ્પષ્ટતા આપી છે. કોરોના મહામારી દરમિયાન લોકો પોતાનો મોટાભાગનો સમય સ્માર્ટફોન અથવા લેપટોપ પર વિતાવે છે. જેનો ફાયદો સાયબર ગુનેગારો ઉઠાવી રહ્યા છે. અને સાયબર ક્રાઈમના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ પણ છેતરપિંડીનું એક સાધન છે.

PIB ફેક્ટ ચેકે ટ્વીટ કર્યું કે તમારી પાસે PM સ્કીમ હેઠળ આધાર કાર્ડથી લોન અંગેના આવતા મેસેજ ફેક છે. તેણે કહ્યું કે તે છેતરપિંડીનો પ્રયાસ હોઈ શકે છે. તેથી, આવા મેસેજ શેર કરશો નહીં. જો તમને પણ આ મેસેજ વોટ્સએપ, MMS અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા મળ્યો હોય, તો તેને અવગણવો હિતાવહ છે. આ ફેક મેસેજને તરત જ ડિલીટ કરો.

મેસેજ ફોરવર્ડ કરવાનું પણ ટાળો

તેમજ આ ખોટા અને નકલી મેસેજને અન્ય કોઈ વ્યક્તિને ફોરવર્ડ કરશો નહીં. આનાથી ફેક ન્યૂઝ અને વાયરલ મેસેજના ફેલાવાને રોકી શકાય છે. ઉપરાંત, જો તમને તમારી વ્યક્તિગત, ખાસ કરીને બેંકિંગ વિગતો જેવી કે બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ વગેરે માટે પૂછવામાં આવે, તો તે બિલકુલ આપશો નહીં.

આ વિગતોનો લાભ લઈને, ગુનેગારો તમારી સાથે બેંક છેતરપિંડી કરી શકે છે. તેઓ મિનિટોમાં તમારું બેંક એકાઉન્ટ ખાલી પણ કરી શકે છે. પીઆઈબી ફેક્ટ ચેકે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફેક મેસેજનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. મેસેજમાં લખ્યું છે કે પીએમ સ્કીમ હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના દરે લોન લઈ શકાય છે. આ સાથે મેસેજમાં જોવા મળી રહ્યું છે કે 50 ટકા વ્યાજ માફ કરવામાં આવશે.

આ પણ વાંચો : Share Market Crash : શેરબજારમાં કડાકાથી રોકાણકારોને 8.29 લાખ કરોડનું નુકસાન, કોણ રહ્યા આજના TOP LOSERS?

આ પણ વાંચો : Petrol Diesel Price Today : તો વિશ્વભરમાં કાળા સોનાની કટોકટી સર્જાશે!!! જાણો પેટ્રોલ – ડીઝલના ભાવ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">