AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Stock: આ શેરે 10 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવ્યા 10 કરોડ, શું છે તમારી પાસે છે?

10 વર્ષ પહેલા 16 સપ્ટેમ્બર 2011 ના રોજ NSE પર વૈભવ ગ્લોબલના શેરની કિંમત 7.13 રૂપિયા હતી જે 17 સપ્ટેમ્બર 2021 ના રોજ 718 રૂપિયા પર પહોંચી ગઈ છે. આનો અર્થ એ છે કે Vaibhav Global ના શેરે ૧૦ વર્ષમાં 100 ગણું રિટર્ન આપ્યું છે.

Multibagger Stock: આ શેરે 10 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવ્યા 10 કરોડ, શું છે તમારી પાસે છે?
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 8:31 AM
Share

શેરબજારમાં રોકાણ કરનાર દરેક વ્યક્તિ સારા નફાની આશા રાખે છે. આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યા છે જેને રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને 1 કરોડ રૂપિયા બનાવ્યા છે . મલ્ટીબેગર સ્ટોક્સે(Multibagger stock) તેના રોકાણકારોને 10 વર્ષમાં સમૃદ્ધ બનાવ્યા છે. આ શેર વૈભવ ગ્લોબલ(Vaibhav Global) છે. જે રોકાણકારોએ આ શેરમાં ધીરજ રાખી છે તેમને બમ્પર રિટર્ન મળ્યું છે. આ જેમ્સ એન્ડ જ્વેલરી કંપની છે.

7.13 રૂપિયાના શેરની કિંમત 722 રૂપિયા સુધી પહોંચી 10 વર્ષ પહેલા 16 સપ્ટેમ્બર 2011 ના રોજ NSE પર વૈભવ ગ્લોબલના શેરની કિંમત 7.13 રૂપિયા હતી જે 21 સપ્ટેમ્બર 2021 ના રોજ 722 રૂપિયા પર પહોંચી ગઈ છે. આનો અર્થ એ છે કે Vaibhav Global ના શેરે ૧૦ વર્ષમાં 100 ગણું રિટર્ન આપ્યું છે.

છેલ્લા 6 મહિનામાં વૈભવ ગ્લોબલના શેર પર વેચવાલીનું ઘણું દબાણ છે. માર્ચ 2021 થી મેના પ્રથમ સપ્તાહ સુધી વૈભવ ગ્લોબલના શેરમાં વધારો થતો રહ્યો. આ દરમિયાન કંપનીના શેર 996.70 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. જો કે આ પછી ઘણું પ્રોફિટ બુકિંગ થયું અને તે નીચે સરક્યો છે.

આ વર્ષે સ્ટોકે 40 ટકા રિટર્ન આપ્યું આ વેચવાલી છતાં વૈભવ ગ્લોબલના શેર આ વર્ષે અત્યાર સુધીમાં 510.42 રૂપિયાથી વધીને 718 રૂપિયા થઈ ગયા છે. તદનુસાર કંપનીના શેરોએ 40 ટકા વળતર આપ્યું છે. જો તમે છેલ્લા એક વર્ષના ટ્રેન્ડ પર નજર નાખો તો વૈભવ ગ્લોબલના શેર 375.77 રૂપિયાથી વધીને 718 રૂપિયા થઈ ગયા છે. આ હિસાબે આ શેરોએ 91 ટકાનું વળતર આપ્યું છે.

એ જ રીતે, છેલ્લા 5 વર્ષમાં, વૈભવ ગ્લોબલના શેર 62.29 રૂપિયાથી વધીને 718 રૂપિયા થયા. જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોય, તો આજે તેના 1 લાખ રૂપિયા 11.50 લાખ રૂપિયા થઈ ગયા હશે

1 લાખ 10 વર્ષમાં 1 કરોડ બન્યા જો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ જોઈએ તો 17 સપ્ટેમ્બર 2021 ના રોજ વૈભવ ગ્લોબલના શેર 7.13 રૂપિયાથી વધીને 718 રૂપિયા થઈ ગયા છે. તેવી જ રીતે, જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલા વૈભવ ગ્લોબલના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, તો તેના 1 લાખ આજે 1 કરોડ બની ગયા હશે કારણ કે આ સમયગાળા દરમિયાન સ્ટોક 100 ગણો વધી ગયો હતો.

આ પણ વાંચો :  શું તમે ચોર બજારમાંથી ખરીદી કરો તો પોલીસ તમને પકડી શકે છે ? જાણો દેશના 5 મોટા ચોરબજાર ક્યાં છે સાથે શું છે તેની ખાસિયત

આ પણ વાંચો : Railway Biometric Token : હવે જનરલ કોચમાં મળશે રિઝર્વેશન જેવી સુવિધા ! રેલવે બાયોમેટ્રિક ટોકન સિસ્ટમ લાગુ કરશે

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
g clip-path="url(#clip0_868_265)">