AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO : આજે ચાલુ નાણાંકીય વર્ષનો છેલ્લો IPO સબ્સ્ક્રિપશન માટે ખુલ્યો, રોકાણ પહેલા જાણો કંપની વિશે વિગતવાર

કંપનીએ ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ રૂ. 130-137 નક્કી કરી છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરતા પહેલા, વેરાન્ડા લર્નિંગે પબ્લિક કેટેગરીમાં પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા 30.8 લાખ ઇક્વિટી ઇશ્યૂ કરીને રૂ. 40 કરોડ એકત્ર કર્યા હતા.

IPO  : આજે ચાલુ નાણાંકીય વર્ષનો છેલ્લો IPO  સબ્સ્ક્રિપશન માટે ખુલ્યો, રોકાણ પહેલા જાણો કંપની વિશે વિગતવાર
Veranda Learning Solutions IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 8:50 AM
Share

વેરાન્ડા લર્નિંગ સોલ્યુશન્સ ચેન્નાઈની પ્રારંભિક જાહેર ઓફર (Veranda Learning Solutions IPO) આજથી સબ્સ્ક્રિપ્શન માટે ખુલી રહી છે. વેરાન્ડા લર્નિંગે રૂ. 200 કરોડના ઇશ્યૂ માટે શેર દીઠ રૂ. 130-137ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીનો IPO 31 માર્ચ સુધી ખુલ્લો રહેશે. ભારતીય શેરબજાર(Share Market)માં ચાલુ નાણાકીય વર્ષનો આ છેલ્લો IPO હશે. આ ઓફરમાં રૂ. 200 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. ફાળવણીનો આધાર 5 એપ્રિલે નક્કી કરવામાં આવશે, ડીમેટ ખાતામાં શેરનું રિફંડ અને ક્રેડિટ 6 એપ્રિલથી શરૂ થશે,જ્યારે IPO લિસ્ટિંગ 7 એપ્રિલ સુધીમાં થવાની સંભાવના છે. ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 52 કંપનીઓએ IPO દ્વારા રૂ. 1.11 લાખ કરોડ એકત્ર કર્યા છે.

વેરાન્ડા લર્નિંગ સોલ્યુશન્સના શેર BSE અને NSE બંને પર લિસ્ટ થશે. કંપનીએ IPO પહેલા એન્કર રોકાણકારો પાસેથી રૂ. 46.75 કરોડ એકત્ર કર્યા છે. કંપનીએ એક્સ્ચેન્જોને જાણ કરી હતી કે તેણે એન્કર રોકાણકારોને 34,12,500 ઇક્વિટી શેર્સ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 137ના અપર પ્રાઇસ બેન્ડ પર ફાળવ્યા છે. એજી ડાયનેમિક ફંડ્સે રૂ. 25 કરોડના મૂલ્યના ઇક્વિટી શેરો મેળવ્યા હતા. રેઝોનન્સ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે રૂ. 10 કરોડના શેર ખરીદ્યા હતા અને નેક્સ્ટ ઓર્બિટ વેન્ચર્સને એન્કર બુક દ્વારા કંપની દ્વારા રૂ. 11.74 કરોડના શેરની ફાળવણી કરવામાં આવી હતી.

પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ

કંપનીએ ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ રૂ. 130-137 નક્કી કરી છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરતા પહેલા, વેરાન્ડા લર્નિંગે પબ્લિક કેટેગરીમાં પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા 30.8 લાખ ઇક્વિટી ઇશ્યૂ કરીને રૂ. 40 કરોડ એકત્ર કર્યા હતા.

રોકાણકારો ઓછામાં ઓછા 100 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 100 શેરના ગુણાંકમાં. રોકાણકારોએ ઓછામાં ઓછા 13,700 રૂપિયાનું રોકાણ કરવું પડશે. છૂટક રોકાણકાર 14 લોટ (1,400 શેર અથવા રૂ. 191,800) સુધી અરજી કરી શકે છે.

રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ અનુસાર, 75 ટકા IPO QIB માટે આરક્ષિત છે. જ્યારે 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને 10 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.

કંપનીનો બિઝન્સે શું છે?

માર્ચમાં સબ્સ્ક્રિપ્શન માટે લૉન્ચ કરવામાં આવનાર આ બીજો પબ્લિક ઇશ્યૂ હશે. ચેન્નાઈ સ્થિત કંપનીની રચના ડિસેમ્બર 2022માં થઈ હતી. કંપની UPSC, બેંકિંગ, રેલ્વે સહિતની સરકારી નોકરીઓ માટે કોચિંગ સુવિધા પૂરી પાડે છે. કંપની ચાર સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ દ્વારા વિવિધ પરીક્ષાઓની તૈયારી કરે છે. પેટાકંપનીઓ વેરાન્ડા રેસ લર્નિંગ સોલ્યુશન્સ, વેરાન્ડા એક્સએલ લર્નિંગ સોલ્યુશન્સ, વેરાન્ડા IAS લર્નિંગ સોલ્યુશન્સ અને બ્રેઈન4સી એજ્યુકેશન સોલ્યુશન્સ  (Edureka) છે.

કંપની તેની સેવાઓ ઓનલાઈન-ઓફલાઈન હાઈબ્રિડ અને ઓફલાઈન બ્લેન્ડેડ લર્નિંગ મોડલ્સ દ્વારા પૂરી પાડે છે. કુલ 42,667 વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોએ 31 ડિસેમ્બર, 2021 ના ​​રોજ પૂરા થતા નવ મહિનાના સમયગાળા દરમિયાન કંપની દ્વારા ઓફર કરાયેલા અભ્યાસક્રમોમાં નોંધણી કરી હતી. તેમાંથી 16,793 ઑફલાઇન મૉડલમાં અને 25,874 ઑનલાઈન મૉડલમાં હતા.

ડ્રાફ્ટ પેપર મુજબ, નાણાકીય વર્ષ 2020-21 અને 30 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ પૂરા થયેલા અર્ધ વર્ષમાં, કંપનીએ અનુક્રમે રૂ. 2.5 કરોડ અને રૂ. 15.66 કરોડની કુલ આવક મેળવી હતી.

આ પણ વાંચો : Adani Wilmar : ગૌતમ અદાણીની આ કંપનીએ દોઢ મહિનામાં પૈસા બમણા કર્યા,જાણો રોકાણકારોને કેટલો મળ્યો લાભ

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ગાંધીનગરમાં 1 લીટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર, જાણો આજે કેટલું મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ

g clip-path="url(#clip0_868_265)">