AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યાત્રા ઓનલાઈન લાવવા જઈ રહી છે IPO, સેબી સમક્ષ ફાઇલ કર્યા દસ્તાવેજો

ટ્રાવેલ સર્વિસ કંપની યાત્રા ઓનલાઈન લિમિટેડે ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) લાવવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે ડ્રાફ્ટ દસ્તાવેજો ફાઈલ કર્યા છે. આ IPO દરમિયાન કંપની 750 કરોડ રૂપિયાના નવા શેર ઇશ્યૂ કરશે.

યાત્રા ઓનલાઈન લાવવા જઈ રહી છે IPO, સેબી સમક્ષ ફાઇલ કર્યા દસ્તાવેજો
LIC માટે લોનની ઓફર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 8:28 PM
Share

ટ્રાવેલ સર્વિસ કંપની યાત્રા ઓનલાઈન લિમિટેડે (Yatra Online Limited) ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લાવવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી (Sebi) પાસે ડ્રાફ્ટ દસ્તાવેજો ફાઈલ કર્યા છે. આ આઈપીઓ દરમિયાન કંપની 750 કરોડ રૂપિયાના નવા શેર ઇશ્યૂ કરશે. આ સિવાય 93,28,358 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર પણ સામેલ છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં દાખલ કરાયેલા દસ્તાવેજ અનુસાર, યાત્રા ઓનલાઈન લિમિટેડ IPOની આવકનો ઉપયોગ વ્યૂહાત્મક રોકાણ, એક્વિઝિશન અને બિઝનેસ વૃદ્ધિ માટે કરશે. યાત્રા ઓનલાઈનની મૂળ કંપની ટ્રાવેલ ઓનલાઈન ઈન્ક. યુએસ માર્કેટ NASDAQ પર લિસ્ટેડ છે.

ઓફર ફોલ સેલ હેઠળ, કંપની THCL ટ્રાવેલ હોલ્ડિંગ્સ સાયપ્રસ લિમિટેડના 88,96,998 ઇક્વિટી શેર્સ અને પંડારા ટ્રસ્ટના 4,31,360 ઇક્વિટી શેર્સનું વેચાણ ઓફર કરશે. આ સિવાય કંપની 145 કરોડ રૂપિયા સુધીના ખાનગી શેરની ફાળવણી અંગે પણ વિચારી શકે છે.

LIC એ નવા ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યા

આ ઉપરાંત, તમને જણાવી દઈએ કે જીવન વીમા નિગમ તરફથી LIC IPO અંગે બજાર નિયામક સેબીની સામે એક નવી DRHP જમા કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, LICએ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોના આધારે નવેસરથી DRHP સબમિટ કર્યું છે. જૂના DRHPને આપવામાં આવેલી મંજૂરી અનુસાર, LIC 12 મે સુધીમાં IPO લાવી શકે છે. તે પછી દસ્તાવેજો નવેસરથી સેબીને સબમિટ કરવાના રહેશે.

13 ફેબ્રુઆરીએ LIC IPO માટે DRHP સબમિટ કરવામાં આવ્યું હતું. આ સમયે શેરબજારમાં ઘણી અસ્થિરતા છે. આવી સ્થિતિમાં IPOને બમ્પર સફળતા મળે તે માટે સરકાર રાહ જોવા માંગે છે. સરકાર આ મામલે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. જો આપણે ડિસેમ્બર ક્વાર્ટરમાં જીવન વીમા નિગમના પ્રદર્શન પર નજર કરીએ તો, કંપનીનો ચોખ્ખો નફો વધીને 234.9 કરોડ થયો છે. ડિસેમ્બર 2020માં કંપનીનો ચોખ્ખો નફો માત્ર 90 લાખ હતો.

પ્રથમ વર્ષનું પ્રીમિયમ વધીને 8748.55 કરોડ રૂપિયા થયું છે જે ડિસેમ્બર 2020 ક્વાર્ટરમાં 7957.37 કરોડ રૂપિયા હતું. રિન્યુઅલ પ્રીમિયમ વધીને 56822 કરોડ રૂપિયા થયું છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કુલ પ્રીમિયમ 97761 કરોડ રૂપિયા હતું જે એક વર્ષ અગાઉ 97008 કરોડ રૂપિયા હતું. અહીં, LIC IPO અંગે, ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે તે ભારતના ઇતિહાસનો સૌથી મોટો IPO હશે. આવી સ્થિતિમાં, તેને યોગ્ય સમયે લાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો :  રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એર જૂનથી ભરશે ઉડાન, કંપનીને 5 વર્ષમાં 72 એરક્રાફ્ટ સુધી પહોંચવાની આશા

g clip-path="url(#clip0_868_265)">