Adani Wilmar : ગૌતમ અદાણીની આ કંપનીએ દોઢ મહિનામાં પૈસા બમણા કર્યા,જાણો રોકાણકારોને કેટલો મળ્યો લાભ
આ કંપની ફોર્ચ્યુન બ્રાન્ડ નામ હેઠળ ખાદ્ય તેલ વેચે છે. આ સિવાય કંપની ઘણી ખાદ્ય વસ્તુઓનો બિઝનેસ પણ કરે છે. કંપનીના સાબુ અને સેનિટાઇઝર જેવા ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે. તે ભારતીય બજારમાં સૌથી મોટી FMCG કંપનીઓમાંની એક છે
અદાણી વિલ્મર(Adani Wilmar) ના શેરે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. લગભગ દોઢ મહિનામાં પણ અદાણી વિલ્મરના શેરના ભાવ બમણા થઈ ગયા. અદાણી વિલ્મરનો સ્ટોક 8 ફેબ્રુઆરીએ લિસ્ટ થયો હતો. વાસ્તવમાં શેરબજાર (Share Market)માં ઘટાડા છતાં અદાણી ગ્રુપની આ કંપનીના શેરમાં તેજી જોવા મળી રહી છે. સોમવારે શેરમાં 10 ટકાની અપર સર્કિટ લાગી હતી. અદાણી વિલ્મર સ્ટોક (Adani Wilmar Stock Price)સોમવારે રૂ. 424.90 પર ખૂલ્યો હતો અને ટ્રેડિંગના અંતે 10 ટકા વધીને રૂ. 461.15 પર બંધ થયો હતો.દાણી વિલ્મરનું લિસ્ટિંગ નિરાશાજનક હતું પરંતુ તે પછી શેરે આજ સુધી પાછું વળીને જોયું નથી.
અદાણી વિલ્મરના શેરે જોરદાર રિટર્ન આપ્યું
શેરે છેલ્લા એક મહિનામાં 20 ટકાનું વળતર આપ્યું છે. જ્યારે નિફ્ટીએ આ સમયગાળા દરમિયાન લગભગ 3.71 ટકાનો વધારો નોંધાવ્યો હતો. લિસ્ટિંગથી અત્યાર સુધીમાં શેરની કિંમત બમણી થઈ ગઈ છે. NSE પર અદાણી વિલ્મરનું લિસ્ટિંગ રૂ. 227ની આસપાસ થયું હતું. જે હવે દોઢ મહિનામાં 461 રૂપિયા થઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે અદાણી વિલ્મરનું લિસ્ટિંગ નિરાશાજનક હતું પરંતુ તે પછી શેરે આજ સુધી પાછું વળીને જોયું નથી. 8 ફેબ્રુઆરીએ અદાણી વિલ્મરનો સ્ટોક લગભગ 4 ટકાના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો હતો. જે બાદ શરૂઆતના 3 દિવસમાં 60 ટકાથી વધુ સ્ટોક વધી ગયો હતો. જોકે, મધ્યમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
અદાણી ગ્રુપ કંપનીમાં 50% હિસ્સો ધરાવે છે
ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ અદાણી વિલ્મરમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો 50 ટકા હિસ્સો સિંગાપોરના વિલ્મર ગ્રુપ પાસે છે. અદાણી ગ્રુપની આ 7મી કંપની છે જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.
અદાણી ગ્રુપની અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ એન્ડ SEZ, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશન પહેલાથી જ શેરબજારમાં લિસ્ટેડ છે.
કંપનીએ આઈપીઓમાંથી કેટલા પૈસા એકઠા કર્યા ?
અદાણી વિલ્મર કંપનીના IPO માટે રૂ. 218 થી 230ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી હતી. કંપની આ ઈસ્યુમાંથી રૂ. 3,600 કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે.
આ કંપની ફોર્ચ્યુન બ્રાન્ડ નામ હેઠળ ખાદ્ય તેલ વેચે છે. આ સિવાય કંપની ઘણી ખાદ્ય વસ્તુઓનો બિઝનેસ પણ કરે છે. કંપનીના સાબુ અને સેનિટાઇઝર જેવા ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે. તે ભારતીય બજારમાં સૌથી મોટી FMCG કંપનીઓમાંની એક છે
ભારતની ટોચની FMCG કંપનીઓમાંની એક
આ કંપની ફોર્ચ્યુન બ્રાન્ડ નામ હેઠળ ખાદ્ય તેલ વેચે છે. આ સિવાય કંપની ચોખા, લોટ, ખાંડ જેવી ખાદ્ય વસ્તુઓનો બિઝનેસ પણ કરે છે. કંપનીના પોર્ટફોલિયોમાં સાબુ, હેન્ડવોશ અને હેન્ડ સેનિટાઈઝર જેવા ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે. 1999માં બનેલી આ કંપનીમાં અદાણી ગ્રૂપ ઉપરાંત સિંગાપોરના વિલ્મર ગ્રૂપનો પણ હિસ્સો છે. તે ભારતીય બજારમાં સૌથી મોટી FMCG કંપનીઓમાંની એક છે.