IPO Allotment Status : શું તમે Harsha Engineers IPO માં રોકાણ કર્યું છે? આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં

હર્ષ એન્જિનિયર કંપનીનું કહેવું છે કે કંપની આ આઈપીઓ દ્વારા જે નાણાં એકત્ર કરશે તેમાંથી તે 270 કરોડ રૂપિયાની લોન ચૂકવશે. આ સિવાય વર્કિંગ કેપિટલ માટે 76 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે.

IPO Allotment Status : શું તમે Harsha Engineers IPO માં રોકાણ કર્યું છે? આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં
Tracxn Technologies IPO Allotment Status
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 6:08 AM

હર્ષ એન્જિનિયર્સ ઈન્ટરનેશનલ લિમિટેડ(Harsha Engineers IPO ) આજે બુધવારથી તેના IPO માટે બિડર્સને શેર ફાળવશે. કંપનીનો IPO 14 સપ્ટેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને 16 સપ્ટેમ્બર સુધી બિડિંગ કરવામાં આવ્યું હતું. IPO ત્રણ દિવસમાં કુલ 74.70 ગણોસબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ બિડર્સ માટે આરક્ષિત શેર સૌથી વધુ 17.6 ટકા, બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) 71.3 ટકા અને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સ (QIBs) 178.26 ટકાના દરે સબસ્ક્રાઇબ થયો હતો. કંપની ભારતમાં પ્રિસિઝન બેરિંગ કેજના સૌથી મોટા ઉત્પાદક છે. તે ઓટોમોટિવ, રેલ્વે, એવિએશન-એરોસ્પેસ, કન્સ્ટ્રક્શન, માઈનીંગ, એગ્રીકલ્ચર, ઈલેક્ટ્રોનિક્સ અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રોમાં કામ કરતી કંપનીઓને તેની સેવાઓ પૂરી પાડે છે. તેના ઉત્પાદનો 25 દેશોમાં સપ્લાય કરવામાં આવે છે.

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  • હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  • તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  • હવે Search પર ક્લિક કરો.
  • હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

તમે રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા પણ ચકાસી શકો છો. ચાલો તમને જણાવી દઈએ કે linkintime એ આઇપીઓના રજિસ્ટ્રાર છે. તમારે રજિસ્ટ્રારની વેબસાઇટ https://linkintime.co.in/MIPO/Ipoallotment.htmlની મુલાકાત લેવી પડશે. હવે ડ્રોપ ડાઉન મેનૂમાં કંપનીનું નામ લખો. હવે પાન નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી / ક્લાયંટ આઈડી દાખલ કરો. કેપ્ચા દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો. જો તમને શેર ફાળવવામાં આવ્યા છે તો પછી તમે સામે સ્ક્રીન પર નજરે પડશે.

કંપની પૈસા ક્યાં ખર્ચ કરાશે

હર્ષ એન્જિનિયર કંપનીનું કહેવું છે કે કંપની આ આઈપીઓ દ્વારા જે નાણાં એકત્ર કરશે તેમાંથી તે 270 કરોડ રૂપિયાની લોન ચૂકવશે. આ સિવાય વર્કિંગ કેપિટલ માટે 76 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે રૂ. 7.12 કરોડનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપેર અને હાલની સુવિધાઓના નવીનીકરણ માટે કરવામાં આવશે. આ પબ્લિક ઈશ્યુનો અડધો ભાગ એટલે કે 50 ટકા ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (QIB) માટે આરક્ષિત રહેશે.

જાણો IPO વિશે

હર્ષ એન્જિનિયર્સે રૂ. 755 કરોડ એકત્ર કરવા માટે આઈપીઓ રજૂ કર્યો હતો. જેમાં રૂ. 455 કરોડના નવા શેર ઈશ્યુ કરવામાં આવ્યા હતા અને રૂ. 300 કરોડના શેરની ઓફર ફોર સેલ (OFS) દ્વારા ઓફર કરવામાં આવી હતી. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 314-330 નક્કી કરી હતી. બિડરને ઓછામાં ઓછા એક લોટ માટે બિડ કરવાની હતી જેમાં 45 શેરનો સમાવેશ થતો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">