IPO : કોન્ડોમ બનાવતી આ કંપની લાવશે રોકાણ માટેની તક, જાણો શું છે કંપનીની યોજનાઓ

દસ્તાવેજો અનુસાર IPOમાં કંપનીના પ્રમોટર્સ હાલના રોકાણકારો અને શેરધારકોના 4,00,58,884 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. OFS માં રમેશ જુનેજા અને રાજીવ જુનેજા અનુક્રમે 37,05,443 અને 35,05,149 શેર વેચશે જ્યારે શીતલ અરોરા 28,04,119 શેર વેચશે.

IPO : કોન્ડોમ બનાવતી આ કંપની લાવશે રોકાણ માટેની તક, જાણો શું છે કંપનીની યોજનાઓ
Mankind Pharma IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 7:29 AM

ફાર્મા ક્ષેત્રની સૌથી મોટી અનલિસ્ટેડ ફાર્મા કંપનીઓમાંની(Pharma Company) એક મેનકાઇન્ડ ફાર્મા (Mankind Pharma)આ વર્ષે શેરબજારમાં પ્રવેશવાનું આયોજન કરી રહી છે. આ માટે કંપનીએ પબ્લિક ઈશ્યુ (IPO) લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. મેનકાઇન્ડ ફાર્માએ તેના મેગા Initial public offering – IPO માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે પ્રારંભિક વાટાઘાટો શરૂ કરી છે. મેનફોર્સ કોન્ડોમ (Manforce Condoms) ભારતમાં સૌથી વધુ વેચાતી કોન્ડોમ બ્રાન્ડ છે આ ઉપરાંત પ્રેગા ન્યૂઝ (Prega News), કાલોરી 1 (Kaloree 1) અને ઘણી બધી મોટી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. IPO 800 મિલિયન થી 1 અબજ ડોલરની રેન્જમાં હોઈ શકે છે.

ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા કમાણી કરનારા રોકાણકારો માટે બીજી તક આવી રહી છે. હકીકતમાં, મેનફોર્સ કોન્ડોમ અને પ્રેગ્નેન્સી કીટ પ્રેગા ન્યૂઝનું વેચાણ કરતી અગ્રણી ફાર્મા કંપની મેનકાઇન્ડ ફાર્મા IPO લાવવાની તૈયારી કરી રહી છે. મેનકાઇન્ડ ફાર્મા જેનું રોકાણ ખાનગી ઇક્વિટી ફર્મ ક્રાઇસકેપિટલ દ્વારા કરવામાં આવ્યું છે તેણે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસે પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કર્યા છે.

દસ્તાવેજો અનુસાર IPOમાં કંપનીના પ્રમોટર્સ હાલના રોકાણકારો અને શેરધારકોના 4,00,58,884 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. OFS માં રમેશ જુનેજા અને રાજીવ જુનેજા અનુક્રમે 37,05,443 અને 35,05,149 શેર વેચશે જ્યારે શીતલ અરોરા 28,04,119 શેર વેચશે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આ ઉપરાંત કેર્નહિલ CIPEF દ્વારા 1,74,05,559 શેર, કેર્નહિલ CGPE દ્વારા 26,23,863 ઇક્વિટી શેર, બેઝ લિમિટેડ દ્વારા 99,64,711 શેર અને લિંક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા 50,000 શેર વેચવામાં આવશે. કંપનીને ઓફરમાંથી કોઈ આવક પ્રાપ્ત થશે નહીં. દસ્તાવેજો અનુસાર બધી આવક વેચનાર શેરધારકોને મળશે. કંપનીના શેરને BSE અને NSE પર લિસ્ટેડ કરવાની દરખાસ્ત છે.

જાણો કંપની વિશે

મેનકાઇન્ડ ફાર્મા પ્રિસ્ક્રિપ્શન દવાઓ, OTC ઉત્પાદનો અને પશુ ચિકિત્સા દવાઓનું ઉત્પાદન કરે છે. તેની ટોચની બ્રાન્ડ્સ વિશે વાત કરીએ તો, પ્રેગા ન્યૂઝ તેની પ્રોડક્ટ્સ મેનફોર્સ, અનવોન્ટેડ-21, એકનેસ્ટાર, રિંગઆઉટ, ગેસ-ઓ-ફાસ્ટ અને કબજિયાત હેઠળ વેચે છે. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી વિગતો અનુસાર તે 14 હજારથી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે અને તેનો બિઝનેસ અમેરિકા, શ્રીલંકા, કંબોડિયા, કેન્યા, કેમરૂન, મ્યાનમાર અને ફિલિપાઈન્સ સહિત 34 દેશોમાં છે.

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">