IPO Allotment Status : શું તમે CarTrade Tech IPO માં રોકાણ કર્યું છે? આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં
આજે તમારા ખાતામાં શેર જારી (CarTrade IPO allotment) કરવામાં આવશે. તમે BSE ની સત્તાવાર વેબસાઇટ અથવા રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તમારા શેરની ફાળવણી ચકાસી શકો છો.
જો તમે કાર અને બાઇકનું ઓનલાઇન વેચાણ કરતી કંપની કાર ટ્રેડના IPO (CarTrade IPO) માં રોકાણ કર્યું છે, તો આજે તમારા ખાતામાં શેર જારી (CarTrade IPO allotment) કરવામાં આવશે. તમે BSE ની સત્તાવાર વેબસાઇટ અથવા રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તમારા શેરની ફાળવણી ચકાસી શકો છો. CarTrade Tech એ 2998.5 કરોડ રૂપિયાનો IPO બહાર પાડ્યો હતો જે 7 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો.
કાર ટ્રેડ ટેક(CarTrade Tech)એ તેના IPO ની પ્રાઇસ બેન્ડ રૂપિયા 1,585-1,618 પ્રતિ શેર નક્કી કરી હતી. કંપનીના શેરઆજે એટલેકે 17 ઓગસ્ટ, 2021 ના રોજ ફાળવવામાં આવી રહી છે. આ ઉપરાંત જે રોકાણકારોને શેર મળતા નથી તેઓના પૈસા તેમના ખાતામાં 2 દિવસમાં પાછા આવી જશે. ચાલો તમને જણાવીએ કે તમે કેવી રીતે શેર ફાળવણી સ્થિતિ ચકાસી શકો છો
BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો >> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે. >> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે. >> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો. >> તમારો એપ્લિકેશન નંબર લખો. >> પાન નંબર દાખલ કરો >> હવે Search પર ક્લિક કરો. >> હવે આખી વિગત તમને જોવા મળશે.
રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો તમે રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા પણ ચકાસી શકો છો. ચાલો તમને જણાવી દઈએ કે linkintime એ આઇપીઓના રજિસ્ટ્રાર છે. તમારે રજિસ્ટ્રારની વેબસાઇટ https://linkintime.co.in/MIPO/Ipoallotment.htmlની મુલાકાત લેવી પડશે. હવે ડ્રોપ ડાઉન મેનૂમાં કંપનીનું નામ લખો. હવે પાન નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી / ક્લાયંટ આઈડી દાખલ કરો. કેપ્ચા દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો. જો તમને શેર ફાળવવામાં આવ્યા છે તો પછી તમે સામે સ્ક્રીન પર નજરે પડશે.
આ પણ વાંચો : Share Market : પ્રારંભિક ઉતાર – ચઢાવ વચ્ચે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો? જાણો અહેવાલમાં