Share Market : પ્રારંભિક ઉતાર – ચઢાવ વચ્ચે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો? જાણો અહેવાલમાં
BSE પર 2,131 શેર ટ્રેડ થઈ રહ્યા છે જેમાં 948 શેર વૃદ્ધિ સાથે વેપાર કરી રહ્યા છે અને 1,096 શેર લાલ નિશાનમાં દેખાઈ રહ્યા છે. આ સાથે લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 240.17 લાખ કરોડને પાર કરી ગઈ છે.
આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે શેરબજાર(Share Market)માં પ્રારંભિક ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે. સેન્સેક્સ(SENSEX) 55,565.64 ની સપાટીએ ખુલ્યો હતો અને નિફ્ટી(NIFTY) 16,545.25 એ પર કારોબાર શરૂ કર્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 12 શેરમાં વધારા સાથે વેપાર કરી રહ્યા છે અને 18 શેરો લાલ નિશાન નીચે કારોબારકરી રહ્યા છે. ટેક મહિન્દ્રાના શેરમાં 1%નો ઉછાળો જોવા મળી રહ્યો છે.
BSE પર 2,131 શેર ટ્રેડ થઈ રહ્યા છે જેમાં 948 શેર વૃદ્ધિ સાથે વેપાર કરી રહ્યા છે અને 1,096 શેર લાલ નિશાનમાં દેખાઈ રહ્યા છે. આ સાથે લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 240.17 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ સોમવારે સેન્સેક્સ 145 અંક વધીને 55,582.58 અને નિફ્ટી 33.95 અંક વધીને 16,563 પર બંધ થયો હતો.
મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ નજીવો સુધી લપસીને કારોબાર કરી રહ્યા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં સામાન્ય ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે.
આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, મેટલ, પ્રાઈવેટ બેન્ક અને પીએસયુ બેન્ક શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે જ્યારે એફએમસીજી, આઈટી, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં વધારો જોવાને મળ્યો છે. એક નજર પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર – ચઢાવ ઉપર કરો
લાર્જકેપ ઘટાડો : ટેક મહિન્દ્રા, એશિયન પેંટ્સ, ટાટા કંઝ્યુમર, સન ફાર્મા, સિપ્લા અને નેસ્લે ઈન્ડિયા વધારો : એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, મારૂતિ સુઝુકી અને જેએસડબ્લ્યુ સ્ટીલ
મિડકેપ ઘટાડો : કેનેરા બેન્ક, ગ્લેન્ડ, અદાણી પાવર, સુપ્રિમ ઈન્ડસ્ટ્રી અને રેમ્કો સિમેન્ટ્સ વધારો : અપોલો હોસ્પિટલ, ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ, કોલગેટ, પેજ ઈન્ડસ્ટ્રીઝ અને ન્યુ ઈન્ડિયા એસ્યોર
સ્મૉલોકપ ઘટાડો : તેજસ નેટવર્ક્સ, બ્રાઈટકોમ ગ્રુપ, ત્રિવેણી ટર્બાઈન, નેલ્કો અને ઈન્ડિયન મેટલ્સ વધારો : એફઆઈઈએમ ઈન્ડસ્ટ્રીઝ, માસ ફાઈનાન્શિયલ સર્વિસ, સુવેન લાઈફ સાઈન્સ, સુપેનસર રિટેલ અને ઉત્તમ શુગર
આ પણ વાંચો : IPO : ડેટા એનાલિટિક્સ કંપની 600 કરોડ એકત્રિત કરવા IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે