AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM MODI ના Hydrogen Missionના ક્ષેત્રમાં અદાણી અને અંબાણી કારોબારમાં આમને – સામને જોવા મળશે, સરકારી કંપનીઓ પણ રેસમાં ઉતરી

વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ ઉર્જાના આ સ્ત્રોતની લોકપ્રિયતા વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નેશનલ હાઈડ્રોજન મિશનની જાહેરાત કરી હતી. "ગ્રીન હાઇડ્રોજન એ વિશ્વનું ભવિષ્ય છે.

PM MODI ના Hydrogen Missionના ક્ષેત્રમાં અદાણી અને અંબાણી કારોબારમાં આમને - સામને જોવા મળશે, સરકારી કંપનીઓ પણ રેસમાં ઉતરી
Mukesh Ambani & Gautam Adani
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 9:31 AM
Share

વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક મુકેશ અંબાણી(Mukesh Ambani) અને ગૌતમ અદાણી(Gautam Adani) કાર્બન મુક્ત ઈંધણ તરફ ફોક્સ કરી રહ્યા છે. આ સાથે સરકારી ઓઇલ રિફાઇનરી કંપની ઇન્ડિયન ઓઇલ અને એનટીપીસી જેવી કંપનીઓ પણ આ બિઝનેસની રેસમાં પ્રવેશ કરી રહી છે. હાઇડ્રોજન(Hydrogen)ને વિશ્વની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉર્જાના નવા સ્ત્રોત તરીકે ગણવામાં આવી રહ્યું છે. તેનો ઉપયોગ કારમાં, ઘરોમાં, પોર્ટેબલ વીજળી માટે અને અન્ય ઘણી જરૂરિયાતો માટે થઈ શકે છે.

ભારતમાં વધતી જતી લોકપ્રિયતા વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ ઉર્જાના આ સ્ત્રોતની લોકપ્રિયતા વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નેશનલ હાઈડ્રોજન મિશનની જાહેરાત કરી હતી. “ગ્રીન હાઇડ્રોજન એ વિશ્વનું ભવિષ્ય છે. આજે હું ગ્રીન હાઇડ્રોજનનું નવું વૈશ્વિક કેન્દ્ર અને તેના સૌથી મોટા નિકાસકાર બનવાના હેતુથી નેશનલ હાઇડ્રોજન મિશનની સ્થાપનાની જાહેરાત કરું છું તેમ ” તેમણે સ્વતંત્રતા દિવસ પર કહ્યું.

RIL નું 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરો ફર્મનું લક્ષ્ય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં હાઇડ્રોજન પ્લાન્ટને સૌથી મોટી ખાનગી રિફાઇનરી તરીકે જાહેર કરીને 2035 સુધીમાં ચોખ્ખી કાર્બન-ઝીરો ફર્મ બનવાની જાહેરાત કરી હતી. તેમણે શેરહોલ્ડરોને 24 જૂને કહ્યું હતું કે રિલાયન્સ ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના વપરાશકર્તા તરીકે ચાલુ રહેશે પરંતુ અમે તેને ઉપયોગી ઉત્પાદનો અને કેમિકલમાં ફેરવવા માટે નવી ટેકનોલોજી અપનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે પરિવહન બળતણને સ્વચ્છ વીજળી અને હાઇડ્રોજનથી બદલીશું.

અદાણી જૂથે માર્ચમાં ક્ષેત્રમાં ભાગીદારી કરી હતી માર્ચમાં અદાણી ગ્રુપે ભારતમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે મેયર ટેક્નિમોન્ટ સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પ ઉત્તર પ્રદેશમાં તેની મથુરા રિફાઇનરીમાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ બનાવવાની યોજના બનાવી રહી છે. ઈન્ડિયન ઓઈલના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યએ ગયા મહિને કહ્યું હતું કે અમે અમારી મથુરા રિફાઈનરીનું સંચાલન ઈલેક્ટ્રોલિસિસ દ્વારા ગ્રીન હાઈડ્રોજન પેદા કરવા ઈચ્છીએ છીએ.

NTPC એ પણ જાહેરાત કરી દેશના સૌથી મોટા વીજ ઉત્પાદક એનટીપીસીએ લદ્દાખના લેહ ખાતે ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સ્ટેશન સ્થાપવાની યોજના જાહેર કરી છે. અક્મે ગ્રુપે કહ્યું હતું કે તેણે રાજસ્થાનમાં વિશ્વનો પહેલો ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયા પ્લાન્ટ સ્થાપવાનું પ્રથમ પગલું ભર્યું હતું. સ્વચ્છ વીજળી ભવિષ્ય છે. સૌર ક્ષમતામાં ભારત વૈશ્વિક સ્તરે 5 મું સ્થાન ધરાવે છે.

આ પણ વાંચો :  IPO : ડેટા એનાલિટિક્સ કંપની 600 કરોડ એકત્રિત કરવા IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે

આ પણ વાંચો :   Good News for Taxpayers: હવે Income Tax પોર્ટલની સમસ્યાઓના હલ માટે નહિ કરવો પડે લાંબો સમય ઇંતેજાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">