Adani-Hindenburg case : 30 હજાર કરોડની કમાણીકરનાર એક ડઝન શોર્ટ સેલર્સ પર સેબીની નજર
Adani-Hindenburg case : રિપોર્ટ પહેલા જ વૈશ્વિક બોન્ડ માર્કેટમાં નબળાઈ જોવા મળી રહી હતી. રેગ્યુલેટર તપાસ કરી રહ્યું છે કે શું આ ડઝન કંપનીઓ આ રિપોર્ટના પ્રકાશન પહેલા જ રિપોર્ટથી વાકેફ હતી કે કેમ?
Adani-Hindenburg case : છેલ્લા ઘણા સમયથી ભારતીય શેરબજારમાં હલચલ મચી ગઈ છે. આનું મુખ્ય કારણ દેશના દિગ્ગજ અબજોપતિ ગૌતમ અદાણીના શેરમાં બોલેલો કડાકો છે જેમના પર અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે ગંભીર આરોપો લગાવ્યા છે. આ બાદથી અત્યાર સુધીમાં ગૌતમ અદાણી ગ્રુપના શેરમાં 50-70 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. હિંડનબર્ગ રિપોર્ટના કારણે અદાણી ગ્રુપને 120 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે. અહેવાલ બહાર પાડતા પહેલા હિંડનબર્ગે અદાણી જૂથના ઘણા શેર્સમાં શોર્ટ પોઝિશન લીધી હતી. એટલે કે શોર્ટ સેલિંગ કરવામાં આવ્યું હતું. આ મામલો તપાસ માંગી રહ્યો છે.
નિષ્ણાંતોનું માનીએ તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે હિન્ડેનબર્ગે શોર્ટ સેલિંગ કેવી રીતે કર્યું હશે. શું માત્ર હિંડનબર્ગે જ શેર શોર્ટ-સેલિંગ કર્યા છે કે અન્ય કોઈ પણ આમાં સામેલ છે? એક બિઝનેસ મીડિયાએ આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો હતો જેણે સેબીના સૂત્રોને ટાંકીને મોટો ખુલાસો કર્યો છે.
એક ડઝન શોર્ટ સેલર્સ પર સેબીની નજર
સેબી એક ડઝન શોર્ટ સેલર્સ પર નજર રાખી રહી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીના કેટલાક સોર્સમાંથી બિઝનેસ સ્ટાન્ડર્ડને જાણવા મળ્યું છે કે સેબી લગભગ એક ડઝન શોર્ટ સેલર્સ પર નજર રાખી રહી છે. આ શોર્ટ સેલર્સ માત્ર વિદેશમાંથી જ નથી પરંતુ દેશની અંદરથી પણ છે.
શોર્ટ સેલર્સ દ્વારા 30 હજાર કરોડની કમાણી કરાઈ
અદાણી-હિંડનબર્ગ કેસની શરૂઆત પહેલા જ સેબી દ્વારા આ શોર્ટ સેલર્સની સમીક્ષા કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ એકમોની ટ્રેડિંગ પેટર્ન અને ડેટાની તપાસ સેબી દ્વારા કરવામાં આવી રહી છે. આ શોર્ટ સેલર્સે 30 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હોવાના અહેવાલ છે કે અદાણી-હિંડનબર્ગ કેસ બાદથી આ તમામ સંસ્થાઓએ શોર્ટ સેલિંગ દ્વારા લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો નફો કર્યો છે.
સૂત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે સેબી તેમના ભંડોળનો સોર્સ શું છે તેની પણ તપાસ કરી રહી છે. આ સાથે સેબી તેમના રેગ્યુલેટરી ડિસ્ક્લોઝર પર પણ નજર રાખી રહી છે. સેબીને જાણવા મળ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટ આવે તે પહેલા જ અદાણી ગ્રૂપના ઘણા શેર દબાણ હેઠળ જોવા મળી રહ્યા હતા.
અદાણી ગ્રુપ પરના આરોપીની પણ તપાસ શરૂ કરાઈ
રિપોર્ટ પહેલા જ વૈશ્વિક બોન્ડ માર્કેટમાં નબળાઈ જોવા મળી રહી હતી. રેગ્યુલેટર તપાસ કરી રહ્યું છે કે શું આ ડઝન કંપનીઓ આ રિપોર્ટના પ્રકાશન પહેલા જ રિપોર્ટથી વાકેફ હતી કે કેમ? ભારતના સિક્યોરિટીઝ કાયદા મુજબ કોઈપણ સંસ્થાકીય રોકાણકારે તેની ટૂંકી સ્થિતિ જાહેર કરવી પડે છે. આ નિયમ વિદેશી રોકાણકારોને પણ લાગુ પડે છે. અદાણી ગ્રૂપની પણ તપાસ થઈ રહી છે સેબી એ પણ તપાસ કરી રહી છે કે શું અદાણી ગ્રૂપે શેરની કિંમતમાં છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો છે કે વિદેશી ટેક્સ હેવન દેશોનો ઉપયોગ કર્યો છે. તેમાં કોઈ નિયમનકારી ક્ષતિ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે સેબી એ પણ તપાસ કરી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અદાણી ગ્રૂપના શેરમાં વધારો થવા પાછળ કયા કારણો હતા.