AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરેરાશ એક વ્યક્તિનો પગાર કેટલો હોવો જોઈએ? World of Statistics એ 100 થી વધુ દેશોના આંકડા જાહેર કર્યા, જાણો ભારતનું સ્થાન

World Highest Paid Country : વર્લ્ડ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં પાકિસ્તાન છેલ્લા સ્થાને છે.પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં સરેરાશ માસિક પગાર 145 ડોલર (રૂ. 11,861) છે. નાઇજીરીયામાં તે ડોલર 160 (રૂ. 13,088) છે.

સરેરાશ એક વ્યક્તિનો પગાર કેટલો હોવો જોઈએ? World of Statistics એ 100 થી વધુ દેશોના આંકડા જાહેર કર્યા, જાણો ભારતનું સ્થાન
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 9:08 AM
Share

World Highest Paid Country : દરેક વ્યક્તિના મનમાં એવી લાગણી રહેતી હોય  છે કે તેનો પગાર વધે અને તેનો પગાર સારો હોય… મનમાં પ્રશ્ન પણ ઉઠે કે કયા દેશમાં કર્મચારીઓને સૌથી વધુ પગાર મળતો હશે ? તરત નજર સામે  યુએસ, યુકે, ફ્રાન્સ, જાપાન કે ચીન જેવા દેશ ધ્યાનમાં આવે છે પણ હકીકતમાં આ દેશોમાં સૌથી વધુ સરેરાશ માસિક પગાર મળતો  નથી. વિશ્વમાં સૌથી વધુ સરેરાશ માસિક પગાર સ્વિટ્ઝર્લૅન્ડમાં છે. અહીં સરેરાશ માસિક ચોખ્ખો પગાર 6,096 ડોલર એટલેકે રૂ. 4,98,652 છે. આ દેશમાં કર્મચારીઓને સરેરાશ માસિક 5 લાખ રૂપિયા પ્રતિ માસ પગાર મળે છે. વર્લ્ડ એન્ડ સ્ટેટિસ્ટિક્સે ટ્વિટર પર આ માહિતી શેર કરી છે. આ યાદીમાં લક્ઝમબર્ગ બીજા સ્થાને છે. અહીં સરેરાશ માસિક પગાર 5,015 ડોલર મુજબ રૂ. 4,10,227 છે.

યાદીમાં ભારતનું સ્થાન ક્યાં છે ?

આ યાદીમાં ભારત 65માં નંબર પર છે. અહીં સરેરાશ માસિક ચોખ્ખો પગાર 573 ડોલર એટલે કે 46,871 રૂપિયા છે. રશિયા, મેક્સિકો, ચીન, દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા, ડેનમાર્ક અને કતાર સહિતના દેશોમાં ભારત કરતાં વધુ સરેરાશ માસિક પગાર છે. રશિયામાં સરેરાશ માસિક પગાર 645 ડોલર (રૂ. 52,761) છે. ચીનમાં તે 1069 ડોલર (રૂ. 87,444) છે. આ સિવાય દક્ષિણ કોરિયામાં તે 2,243ડોલર (રૂ. 1,83,477) અને જાપાનમાં 2,427 ડોલર (રૂ. 1,98,528) છે.

પાકિસ્તા ટોચમાં 100 દેશોની યાદીમાં પણ સ્થાન હાંસલ કરી ન શક્યું

વર્લ્ડ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં પાકિસ્તાન છેલ્લા સ્થાને છે.પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં સરેરાશ માસિક પગાર 145 ડોલર (રૂ. 11,861) છે. નાઇજીરીયામાં તે ડોલર 160 (રૂ. 13,088) છે. તે જ સમયે, તે બાંગ્લાદેશમાં 255 ડોલર (રૂ. 20,859), ઇન્ડોનેશિયામાં 339 ડોલર (રૂ. 27,730) અને તુર્કીમાં  486ડોલર (રૂ. 39,754) છે.

આ યાદીમાં સિંગાપુર ત્રીજા સ્થાને છે. અહીં સરેરાશ માસિક ચોખ્ખો પગાર 4989 ડોલર (રૂ. 4,08,100) છે. યુએસએ વિશે વાત કરીએ તો અહીં માસિક પગાર 4245 ડોલર  (રૂ. 3,47,241) છે. આઇસલેન્ડ આ યાદીમાં પાંચમા સ્થાને છે. અહીં સરેરાશ માસિક પગાર 4007 ડોલર(રૂ. 3,27,772) છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
g clip-path="url(#clip0_868_265)">