High Return Stock : એક ખબરે TATA ની કંપનીના શેરને આસમાને પહોંચાડયો, 1 લાખ રૂપિયા 1 વર્ષમાં થયા 21 લાખ

TTML શેર્સના રોકાણકારોને થયેલા લાભ ઉપર નજર કરીએતો એક વર્ષ અગાઉ 8 રૂપિયાની કિંમતે શેરમાં રોકાણ કરનારના ૧ લાખ રૂપિયાનું રોકાણ આજે 2137500 રૂપિયા થઇ ગયું છે.

High Return Stock : એક ખબરે TATA ની કંપનીના શેરને આસમાને પહોંચાડયો, 1 લાખ રૂપિયા 1 વર્ષમાં થયા 21 લાખ
Ratan Tata
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 12:50 PM

High Return Stock :છેલ્લા એક મહિનામાં ટાટા ટેલિસર્વિસિસ(Tata Teleservices Maharashtra Limited – TTML) ના શેરોએ તેના રોકાણકારો નાણાં દોઢ ગણા કાર્ય છે. સમય જેમ વધતો જાય છે તેમ રિટર્ન પણ વધ્યું છે. એક વર્ષ અગાઉ સ્ટોકમાં રોકાણ કરનારા તો જાણે માલામાલ બન્યા છે.

મુંબઈ સ્થિત ટાટા ટેલિસર્વિસિસ ટાટા ગ્રૂપ(TATA GROUP)ની પેટાકંપની છે જે બ્રોડબેન્ડ, ટેલિકોમ્યુનિકેશન્સ અને ક્લાઉડ સેવાઓમાં ડીલ કરે છે.નોંધનીય છે કે કંપનીના શેર તાજેતરના સમયમાં સતત કેટલાંક દિવસો સુધી 5 ટકાની અપર સર્કિટને સ્પર્શ્યા હતા. એ નોંધવું અગત્યનું છે કે કંપનીના શેરના ભાવમાં વધારો એવા સમયે થયો છે જ્યારે મુખ્ય ભારતીય ટેલિકોમ ઓપરેટરોએ તેમના ટેરિફમાં વધારો કર્યો છે.

ડિસેમ્બર 2020માં સ્ટોક લગભગ 7.95 ના ભાવે ટ્રેડ થયો હતો જે વધીને હાલમાં 171 રૂપિયાની ઉપર પહોંચ્યો છે જેણે તેના રોકાણકારોને માત્ર 1 વર્ષમાં 2,057.86% ટકા વળતર આપ્યું છે. Tata Teleservices (Maharashtra) Limited મૂળભૂત અને સેલ્યુલર ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડે છે. કંપની વાયર્ડ અને વાયરલેસ ટેલિકોમ્યુનિકેશન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. કંપની લગભગ બે યુનિફાઇડ એક્સેસ સર્વિસ લાઇસન્સ ધરાવે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Tata Teleservices Maharashtra Services એ મહારાષ્ટ્ર અને ગોવાના ગ્રાહકો માટે કૉલિંગ અને ઇન્ટરનેટ સેવાઓની B2B પ્રદાતા છે. કંપની દેવાથી લદાયેલી છે અને ખોટનો સામનો કરી રહી છે. તેનો કન્ઝ્યુમર ટેલિકોમ બિઝનેસ હતો જેણે સંઘર્ષ કર્યો અને તેને ભારતી એરટેલને વેચી દેવામાં આવ્યો. જો કે, માર્ચ 2020 માં શેર દીઠ આશરે રૂ. 2 ના નીચા સ્તરેથી શેર આજે અનેક ગણો વધીને રૂ. 171 ની આસપાસ પહોંચી ગયો છે.

TTML ભારતના નાના અને મધ્યમ કદના વ્યવસાયો માટે એક વ્યાપક ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પાર્ટનર તરીકે પોતાને બદલી રહ્યું છે. ટાટા જૂથ આ કંપનીને સમર્થન આપી રહ્યું છે અને રોકાણકારોને ખાતરી આપી છે કે તમામ દેવાની જવાબદારી પૂરી કરવામાં આવશે. TTML પર નવું ફોકસ છે અને તે FY21 માટે સંપૂર્ણપણે સુધારેલા વાર્ષિક અહેવાલમાં પણ જોઈ શકાય છે. TTML ટાટાના સુપરએપ(TATA SUPER APP) અને 5G પ્લાનના લાભાર્થી હોવાની પણ ચર્ચા છે. તાતાની સુપર એપનું સંચાલન આ કંપની દ્વારા થાય તો કંપની અને રોકાણકારોની કિસ્મત પલટાઈ શકે છે. આ અહેવાલે શેરને આસમાને પહોચાડયો છે.

TTML શેર્સના રોકાણકારોને થયેલા લાભ ઉપર નજર કરીએતો એક વર્ષ અગાઉ 8 રૂપિયાની કિંમતે શેરમાં રોકાણ કરનારના ૧ લાખ રૂપિયાનું રોકાણ આજે 2137500 રૂપિયા થઇ ગયું છે. એક મહિના અગાઉ 70 રૂપિયા પ્રતિશેરના ભાવે ૧ લાખ રૂપિયાનું રોકાણ કરનારને આજે 244285 રૂપિયા રિટર્ન મળ્યું છે.

આ પણ વાંચો :  હવે બેંકોની જેમ NBFC ને પણ PAC ફ્રેમવર્કમાં સામેલ કરવામાં આવશે, RBI એ નિયમોમાં કર્યો સુધારો

આ પણ વાંચો : TATA GROUP ના આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ, 1 વર્ષમાં 81ટકા રિટર્ન આપનાર સ્ટોક છે તમારા પોર્ટફોલિયોમાં ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">