Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Wilmar IPO : ગૌતમ અદાણીની કંપની લાવી કમાણીની તક, જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી

અદાણી વિલ્મર માર્કેટમાં લિસ્ટ થનારી અદાણી ગ્રુપ(Adani Group)ની સાતમી કંપની હશે. અદાણી વિલ્મર ખાદ્ય તેલની બ્રાન્ડ ફોર્ચ્યુન બનાવે છે.

Adani Wilmar IPO : ગૌતમ અદાણીની કંપની લાવી કમાણીની તક, જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી
Adani Wilmar IPO Launch Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 6:01 AM

Adani Wilmar IPO: દેશના દિગ્ગ્જ કારોબારી ગૌતમ અદાણી(Gautam Adani)ની કંપની અદાણી વિલ્મર (AWL)ના રૂ. 3,600 કરોડના મૂલ્યનો Initial public offering -IPO આજે ખુલ્યો છે. કંપની IPOમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ, દેવું ઘટાડવા અને એક્વિઝિશન માટે કરશે. કંપની દેશની સૌથી મોટી ફૂડ અને કન્ઝ્યુમર ગુડ્સ કંપની બનવા માંગે છે. કંપનીનો IPO આજે 27 જાન્યુઆરીએ ખુલશે અને 31 જાન્યુઆરીએ બંધ થશે. IPO માટેની પ્રાઇસ રેન્જ રૂ.218-230 રાખવામાં આવી છે. AWL એ અમદાવાદના અદાણી ગ્રુપ અને સિંગાપોરના વિલ્મર ગ્રુપ વચ્ચેનું 50:50નું સંયુક્ત સાહસ છે.

અગાઉ મંગળવારે અદાણી વિલ્મરે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 940 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીએ શેર દીઠ રૂ. 230ના ભાવે એન્કર રોકાણકારોને 4.09 કરોડ ઇક્વિટી શેર ફાળવવાનું નક્કી કર્યું છે. અદાણી વિલ્મર ફોર્ચ્યુન બ્રાન્ડ નામ હેઠળ ખાદ્ય તેલ અને અન્ય કેટલાક ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. કંપનીએ એન્કર ઇન્વેસ્ટરને રૂ.230 પ્રતિ શેરના ભાવે 4.09 કરોડ ઇક્વિટી શેર વેચવાનું નક્કી કર્યું છે. તેનાથી કંપનીની આવકમાં વધારો થવાની ધારણા છે જે મૂડી ખર્ચ પર વસૂલવામાં આવશે.

કંપની ક્યાં ખર્ચ કરશે

IPOમાંથી મળેલી આવકમાંથી રૂ. 1,900 કરોડનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરવામાં આવશે. દરમિયાન રૂ. 1100 કરોડનો ઉપયોગ દેવાની ચુકવણી માટે અને રૂ. 500 કરોડનો ઉપયોગ વ્યૂહાત્મક એક્વિઝિશન અને રોકાણ ધિરાણ માટે કરવામાં આવશે. અદાણી વિલ્મર એ અમદાવાદ સ્થિત અદાણી ગ્રૂપ અને સિંગાપોરના વિલ્મર ગ્રૂપ વચ્ચે 50:50ની સંયુક્ત સાહસ કંપની છે.

માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય
રાત્રે ક્યારેય પાયલનો અવાજ સાંભળાયો છે? જાણો તે શુભ છે કે અશુભ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટની ઉંમરમાં કેટલું અંતર છે? જાણો
Hanuman Chalisa: હનુમાન ચાલીસા વાંચવાનો સાચો નિયમ શું છે?
બિગ બોસ 18 સ્પર્ધક બોલિવૂડ ફિલ્મમાં કરશે ડેબ્યૂ , જુઓ ફોટો

અદાણી ગ્રુપની સાતમી લિસ્ટેડ કંપની

અદાણી વિલ્મર માર્કેટમાં લિસ્ટ થનારી અદાણી ગ્રુપ(Adani Group)ની સાતમી કંપની હશે. અદાણી વિલ્મર ખાદ્ય તેલની બ્રાન્ડ ફોર્ચ્યુન બનાવે છે. કંપનીની રચના 1999માં અદાણી ગ્રુપ અને સિંગાપોર સ્થિત કંપની વિલ્મર સાથે સંયુક્ત સાહસ તરીકે કરવામાં આવી હતી. વિલ્મર ગ્રુપનો વ્યવસાય મુખ્યત્વે કૃષિ વ્યવસાય છે. ફોર્ચ્યુન ઓઈલ એ ઘર-ઘરની પસંદગી છે. આ ઉપરાંત કંપની ચોખા, સોયાબીન, ચણાનો લોટ, કઠોળ, જડીબુટ્ટીઓ, પોરીજ, સાબુ, લોટ, ખાંડ સહિત ડઝનેક ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. મોટા ભાગની પ્રોડક્ટ્સ ફોર્ચ્યુન બ્રાન્ચ નામથી આવે છે.

વિશાળ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક

અદાણી વિલ્મરની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ખાદ્ય તેલ બજાર દેશમાં સૌથી મોટું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે. તેના દેશભરમાં 85 સ્ટોક પોઈન્ટ અને 5000 વિતરકો છે. રિટેલ માર્કેટમાં તેનો હિસ્સો લગભગ 10 ટકા છે. તેની પ્રોડક્ટ દેશભરમાં લગભગ 15 લાખ રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કંપનીએ રાઇસ બ્રાન અને વિવો પણ લોન્ચ કર્યા. કંપનીની અન્ય ખાદ્ય તેલ બ્રાન્ડ રૂપચંદા બાંગ્લાદેશમાં માર્કેટ લીડર છે. કંપનીની ત્યાં બે મોટી રિફાઇનરી પણ છે.

અદાણી વિલ્મર IPO ની અગત્યની તારીખ

  • IPO Open : 27-Jan-2022
  • IPO Close : 31-Jan-2022
  • Basis of Allotment : 3-Feb-2022
  • Initiation of Refunds: 4-Feb-2022
  • Credit of Shares : 7-Feb-2022
  • IPO Listing Date : 8-Feb-2022

આ પણ વાંચો : કોવિડ પ્રતિબંધોને કારણે બિઝનેસમાં 70 ટકા નુકસાન, CAIT એ લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને માંગી છૂટ

આ પણ વાંચો :  કોણ છે નૈના લાલ કિડવાઈ જેણે છોડી દીધી મોટી ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લા, રાજીનામામાં આપ્યું આ મોટું કારણ

કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
કેરી રસીયાઓ સાવધાન, ગ્વાલિયા સ્વીટસે પધરાવ્યો વાસી રસ- ગ્રાહક
કેરી રસીયાઓ સાવધાન, ગ્વાલિયા સ્વીટસે પધરાવ્યો વાસી રસ- ગ્રાહક
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
g clip-path="url(#clip0_868_265)">