કોવિડ પ્રતિબંધોને કારણે બિઝનેસમાં 70 ટકા નુકસાન, CAIT એ લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને માંગી છૂટ
CAIT એ કહ્યું કે દિલ્હી અને દેશભરના વિવિધ રાજ્યોમાં વિવિધ પ્રકારના કોવિડ પ્રતિબંધોને કારણે છેલ્લા 25 દિવસમાં દેશભરમાં છૂટક વેપારમાં લગભગ 70 ટકાનો ઘટાડો થયો છે, જે ખૂબ જ ચિંતાજનક છે.
દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) કોવિડ પ્રતિબંધો (Covid Restrictions) વિશે ચર્ચા કરવા અને છૂટછાટના મુદ્દે નિર્ણય લેવા માટે 27 જાન્યુઆરીએ દિલ્હી ડિઝાસ્ટર ઓથોરિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ મીટિંગને ધ્યાનમાં રાખીને, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAIT)આજે (26 જાન્યુઆરી) દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલને એક પત્ર મોકલ્યો છે. કૈટએ (CAIT) લેફ્ટનન્ટ ગવર્નરને વિનંતી કરી છે કે દિલ્હીમાં કોવિડના કેસમાં ઝડપથી થયેલા ઘટાડાને જોતા દિલ્હીના કોવિડ પ્રતિબંધોમાં જરૂરી છૂટ આપવામાં આવે. જેથી દિલ્હીમાં વેપાર અને આર્થિક ગતિવિધિઓ ફરી શરૂ કરી શકાય. કૈટએ કહ્યું કે દિલ્હી અને દેશભરના વિવિધ રાજ્યોમાં વિવિધ પ્રકારના કોવિડ પ્રતિબંધોને કારણે છેલ્લા 25 દિવસમાં દેશભરમાં છૂટક વેપારમાં લગભગ 70 ટકાનો ઘટાડો થયો છે. જે ખૂબ જ ચિંતાજનક છે. આ પ્રતિબંધોને કારણે, એક રાજ્યથી બીજા રાજ્યમાં ખરીદી કરતા લોકોની સંખ્યા લગભગ નહી બરાબર છે, જેની તમામ વ્યવસાયો પર વિપરીત અસર પડી છે.
કૈટએ લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર મોકલીને સૂચન કર્યું
કૈટના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, કૈટએ અનિલ બૈજલને મોકલેલા પત્રમાં સૂચન કર્યું છે કે જે વ્યક્તિએ દિલ્હીમાં રસીકરણ ન કરાવ્યું હોય તેને ઘરની બહાર નીકળવા દેવામાં ન આવે. આ સિવાય ઓડ-ઈવન સિસ્ટમ અને વીકએન્ડ લોકડાઉન નાબૂદ કરવું જોઈએ. જ્યારે દિલ્હીના બજારો સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી કરી શકાય છે. દિલ્હીના દરેક પોલીસ સ્ટેશન સ્તરે એક સંયુક્ત સમિતિની રચના કરવી જોઈએ જેમાં તમામ વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ અને તે સ્ટેશનના વિસ્તારમાં કામ કરતા પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય. પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ બજારોમાં કોવિડ સેફ્ટી પ્રોટોકોલનું ફરજિયાતપણે પાલન કરવાનું સુનિશ્ચિત કરો.
લેફ્ટનન્ટ ગવર્નરને મોકલવામાં આવેલા સૂચનમાં, કૈટએ કહ્યું છે કે 20 વ્યક્તિઓની જગ્યાએ, ઓછામાં ઓછા 100 લોકોને દિલ્હીમાં લગ્નમાં હાજરી આપવાની મંજૂરી આપવી જોઈએ. અને ભોજનની વ્યવસ્થા કરતી હોટેલો અને રેસ્ટોરન્ટ્સને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવી જોઈએ અને રસી વિનાના કોઈપણ વ્યક્તિને લગ્ન, હોટલ અને રેસ્ટોરન્ટમાં જવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
કોવિડ પ્રતિબંધોને કારણે તમામ વ્યવસાયમાં નુકસાન
ખંડેલવાલે જણાવ્યુ કે, દીલ્હીમાં વ્યવસાયમાં નુક્સાનના 70 ટકા નુક્સાનના અનુમાનમાં એફએમસીજીમાં 60 ટકા, ઈલેક્ટ્રોનિક્સમાં 65 ટકા, મોબાઈલમાં 70 ટકા, દૈનિક વપરાશની વસ્તુઓમાં 60 ટકા, ડ્રાયફ્રૂટ્સમાં 65 ટકા, જથ્થાબંધ કરિયાણામાં 60 ટકા, ફૂટવેરમાં 70 ટકા, જ્વેલરીમાં 55 ટકા, રમકડાંમાં 70 ટકા, ભેટની વસ્તુઓમાં 80 ટકા, બિલ્ડર હાર્ડવેરમાં 70 ટકા, સેનિટરીવેરમાં 75 ટકા, કપડાંમાં 70 ટકા, કોસ્મેટિક્સમાં 60 ટકા, ફર્નિચરમાં 75 ટકા, ફર્નિશિંગ ફેબ્રિક્સમાં 70 ટકા, ઇલેક્ટ્રિકલ સામાનમાં 70 ટકા, સૂટકેસ અને લગેજમાં 75 ટકા વ્યવસાય ઓછો થયો હોવાનુ અનુમાન છે.
અનાજમાં 40 ટકા, રસોડાનાં સાધનોમાં 65 ટકા, ઘડિયાળમાં 70 ટકા, કમ્પ્યુટર અને કમ્પ્યુટર સામાનમાં 65 ટકા, કાગળ અને સ્ટેશનરીમાં 70 ટકા, મિલ સ્ટોર્સ અને મશીનરીમાં 70 ટકા, લગ્ન અને સમારંભના કાર્ડમાં 80 ટકા, સર્જિકલ વસ્તુઓમાં 65 ટકા, રબર અને પ્લાસ્ટિકમાં 70 ટકા, પાઇપ અને પાઇપ ફિટિંગમાં 75 ટકા, ઓટો પાર્ટ્સમાં 70 ટકા, જૂના ફોર વ્હીલરના વેચાણમાં 70 ટકા, લાકડા અને પ્લાયવુડમાં 70 ટકાના ઘટાડાનું અનુમાન છે.
દિલ્હી દેશનું સૌથી મોટું વ્યાપારી વિતરણ કેન્દ્ર હોવાથી, દિલ્હીમાં આટલા મોટા પાયે વેપાર ઘટવાની અસર સ્વાભાવિક રીતે દેશના અન્ય રાજ્યોના વેપાર પર પણ પડે છે. આને ધ્યાનમાં રાખીને, જ્યાં કોવિડથી રક્ષણ જરૂરી છે, ત્યાં હવે વ્યવસાય અને આર્થિક પ્રવૃત્તિઓ પણ ચાલુ રાખવી જરૂરી છે.
આ પણ વાંચો : કોણ છે નૈના લાલ કિડવાઈ જેણે છોડી દીધી મોટી ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લા, રાજીનામામાં આપ્યું આ મોટું કારણ