AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Group: અદાણી ગ્રુપે તેની બે કંપનીઓના વધુ શેર ધિરાણકર્તાઓ પાસે ગીરવે મુક્યા, શું રોકાણકારો ઉપર પડશે કોઈ અસર?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના એકમ SBICap એ જોકે અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા લેવામાં આવેલા દેવાનું પ્રમાણ જાહેર કર્યું નથી જેના માટે શેર જૂથને ગીરવે મૂકવાના હતા. SBICAP પાસે હવે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના 2 ટકા શેર પ્લેજ તરીકે છે

Adani Group: અદાણી ગ્રુપે તેની બે કંપનીઓના વધુ શેર ધિરાણકર્તાઓ પાસે ગીરવે મુક્યા, શું રોકાણકારો ઉપર પડશે કોઈ અસર?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2023 | 6:38 AM
Share

અદાણી ગ્રૂપે લીધેલી લોનની સુરક્ષા તરીકે તેની કંપનીઓના વધુ શેર ગીરવે મૂક્યા છે. SBICAP ટ્રસ્ટીએ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી છે. SBICAPએ શેરબજારને જણાવ્યું કે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના 0.99 ટકા શેર અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના લેણદારોના લાભ માટે ગીરવે મુકવામાં આવ્યા છે. અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે પણ બેંકોમાં 0.76 ટકા શેર ગીરવે મૂક્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના એકમ SBICap એ જોકે અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા લેવામાં આવેલા દેવાનું પ્રમાણ જાહેર કર્યું નથી જેના માટે શેર જૂથને ગીરવે મૂકવાના હતા. SBICAP પાસે હવે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના 2 ટકા શેર પ્લેજ તરીકે છે જ્યારે અદાણી ટ્રાન્સમિશનના કુલ 1.32 ટકા શેર ગીરવે મુકવામાં આવ્યા છે.

અગાઉ 7 માર્ચ, 2023 ના રોજ અદાણી જૂથે કહ્યું હતું કે તેણે દેવા અંગે રોકાણકારોની ચિંતાઓને દૂર કરવા માટે રૂ. 7,374 કરોડની લોન ચૂકવી છે. અદાણી એન્ટરપ્રાઇઝના 31 મિલિયન અથવા 4% પ્લેજ્ડ શેર, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના 155 મિલિયન અથવા 11.5%, અદાણી ટ્રાન્સમિશનના 36 મિલિયન અથવા 4.5% અને અદાણી ગ્રીન એનર્જીના 1.2% ઋણની ચુકવણી પછી રિડીમ કરવામાં આવ્યા હતા. કંપનીએ કહ્યું હતું કે આ પૂર્વચુકવણી પછી કંપનીએ હવે $2.016 બિલિયનનું દેવું ચૂકવી દીધું છે જેની સામે શેર ગીરવે મુકવામાં આવ્યા હતા.

અદાણી જૂથે એ નથી જણાવ્યું કે લોનની ચુકવણી માટે નાણાં ક્યાંથી આવ્યા, પરંતુ તાજેતરમાં પ્રમોટર્સે GQG પાર્ટનર્સને ચાર કંપનીઓના શેર વેચીને રૂ. 15,446 કરોડ ઊભા કર્યા હતા. છેલ્લા ચાર વર્ષમાં અદાણી જૂથ પરનું બાકી દેવું બમણું થઈ ગયું છે. 2024 માં, જૂથે $2 બિલિયનના વિદેશી ચલણ બોન્ડ માટે ચૂકવણી કરવી પડશે. ગયા મહિને રોકાણકારો સાથે શેર કરેલી માહિતી અનુસાર, અદાણી જૂથ પરનું બાકી દેવું 2019માં રૂ. 1.11 લાખ કરોડથી વધીને રૂ. 2.21 લાખ કરોડ થયું છે.

અદાણી ગ્રુપના શેર્સની છેલ્લી સ્થિતિ (March 9- 2023, 3.40 pm )

Company BSE PRICE(Rs) NSE PRICE(Rs)
ACC 1,860.15 -1.45% 1,860.10 -1.40%
ADANI ENTERPRISES 1,953.10 -4.24% 1,953.15 -4.24%
ADANI GREEN ENERGY 650.55 5.00% 650.20 5.00%
ADANI PORTS & SEZ 697.20 -2.18% 697.25 -2.08%
ADANI POWER 196.05 4.98% 195.90 4.98%
ADANI TOTAL GAS 904.95 4.99% 904.40 5.00%
ADANI TRANSMISSION 860.85 4.99% 861.40 5.00%
ADANI WILMAR 474.50 2.89% 474.40 2.82%
AMBUJA CEMENT 384.75 -1.86% 384.70 -1.89%
NDTV 245.80 1.40% 246.05 1.59%

g clip-path="url(#clip0_868_265)">