Closing Bell : નિફ્ટી પહેલીવાર 26000ને પાર, 9 ટ્રેડિંગ દિવસોમાં 1000 પોઈન્ટનો નોંધાયો ઉછાળો

Share Market News: શેરબજારે મંગળવારે નવો ઈતિહાસ રચ્યો છે. સેન્સેક્સે પ્રથમ વખત 85,000નો આંકડો પાર કર્યો છે. સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં સારો ઉછાળો નોંધાયો હતો, જે બપોર સુધી ચાલુ રહ્યો હતો.

Closing Bell : નિફ્ટી પહેલીવાર 26000ને પાર, 9 ટ્રેડિંગ દિવસોમાં 1000 પોઈન્ટનો નોંધાયો ઉછાળો
Closing Bell
Follow Us:
| Updated on: Sep 24, 2024 | 3:59 PM

નિફ્ટી 50 ઈન્ડેક્સે આજે 24મી સપ્ટેમ્બરે વધુ એક રેકોર્ડ બનાવ્યો અને તે 26000ની સપાટીને સ્પર્શી ગયો. આજે સતત ચોથો દિવસ છે જ્યારે આ ઇન્ડેક્સ લીલા નિશાન પર બંધ થયો છે. 50-સ્ટૉકના બેન્ચમાર્ક ઇન્ડેક્સે 11 સપ્ટેમ્બર પછીના નવ ટ્રેડિંગ સેશનમાં 1,000 પૉઇન્ટથી વધુનો વધારો કર્યો છે. ઈન્ડેક્સ આજે ઈન્ટ્રાડે હાઈ 26011ને સ્પર્શ્યો હતો. જોકે, અંતે તે 0.01 ટકાના વધારા સાથે 25,940.40ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીએ 1 ઓગસ્ટના રોજ પહેલીવાર 25000ના આંકડાને સ્પર્શ કર્યો હતો, ત્યારબાદ યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પહેલા તેમાં સુધારો જોવા મળ્યો હતો. જો કે, ફેડ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો થયો ત્યારથી, ઇન્ડેક્સે વેગ પકડ્યો છે અને તે સતત ઉપર તરફ આગળ વધી રહ્યો છે. 1 ઓગસ્ટ, 2024 થી નિફ્ટીને 26,000 પોઈન્ટ્સ સુધી પહોંચવામાં 38 સેશન લાગ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">