STOCK MARKET : પ્રારંભિક કારોબારમાં SENSEX – NIFTY એ રોકોર્ડ સપાટી દર્જ કરી

શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 53,126.73 ના સર્વોચ્ચ સ્તરે જોવા મળ્યો છે જયારે નિફટીએ 15,915.65 ની સપાટીએ ઉપલું સ્તર નોંધાવ્યું છે.

STOCK MARKET : પ્રારંભિક કારોબારમાં SENSEX - NIFTY એ રોકોર્ડ સપાટી દર્જ કરી
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 10:02 AM

આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય શેરબજાર(Stock Market)ના બન્ને મુખ્ય ઇન્ડેકસે રેકોર્ડ લેવલ દર્જ  કર્યું છે. પ્રારંભિક કારોબાર  દરમ્યાન સેન્સેક્સ(SENSEX) અને નિફટી(NIFTY)એ નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. સેન્સેક્સ 53,126.73 ના સર્વોચ્ચ સ્તરે જોવા મળ્યો છે જયારે નિફટીએ 15,915.65 ની સપાટીએ ઉપલું સ્તર નોંધાવ્યું છે.

સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેર બજારોમાં મજબૂત શરૂઆત થઈ હતી. BSE નો 30 શેરો વાળો સેન્સેક્સ 100 અંક વધીને 53,000 નો પડાવ પસાર કરી 53,226 પર ખુલ્યો હતો. NSE ના 50 શેરવાળા નિફ્ટીએ પણ આજે જોરદાર શરૂઆત કરી હતી. ઇન્ડેકસે 55 પોઇન્ટ ઉપર 15,915 ના સ્તરે કારોબારની શરૂઆત કરી હતી. સ્થાનિક બજારો ઉપર યુએસ બજારોના મજબૂત કલોઝિંગની અસર જોવા મળી છે જોકે, એશિયન બજારો આજે નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે.

આ અગાઉ છેલ્લા સત્રમાં શુક્રવારે શેરબજાર સતત બીજા દિવસે સારી સ્થિતિમાં બંધ થયા હતા. સેન્સેક્સ 226 અંક મુજબ 0.43% વધીને 52,925 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટીએ 72.55 પોઇન્ટ (0.46%) અનુસાર 15,863 કારોબાર સમાપ્ત કર્યો હતો. નાના અને મધ્યમ શેરોમાં પણ રોકાણકારોએ નોંધપાત્ર ખરીદી કરી હતી. નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સમાં 1.10% જ્યારે સ્મોલ કેપમાં 0.54% નો ઉછાળો રહ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સપ્તાહના પહેલા દિવસે ગ્લોબલ સંકેત મિશ્ર જોવા મળી રહ્યા છે. DOW FUTURES માં 300 અંકોનો ઉછાળો જોવા મળ્યો છે. શુક્રવારે S&P 500 એ ફરી નવા રેકૉર્ડ સ્તરે પહોંચ્યા હતા. એશિયાઈ બજારોમાં આજે મિશ્ર કારોબાર દેખાઈ રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 81.25 અંક ઘટીને 28,984.93 ના સ્તર પર છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી 0.24 ટકાના વધારાની સાથે 15,909 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, શુક્રવારે 25 જૂનના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ 678 કરોડના શેર વેચ્યા હતા. તો સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ 1,832 કરોડના શેરની ખરીદી કરી હતી.

પ્રારંભિક કારોબારની હાઈલાઈટ્સ

SENSEX Open                 53,126.73 High                  53,126.73 Low                   52,865.37 52-wk high      53,126.73

NIFTY Open                 15,915.35 High                  15,915.65 Low                    15,849.05 52-wk high          15,915.65

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">