AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓરિએન્ટ ગ્રીન પાવરે કરી રાઈટ ઈશ્યુની જાહેરાત, અત્યારે દાવ લગાવશો તો તમને મળશે સસ્તા ભાવે શેર!

ઓરિએન્ટ ગ્રીન પાવર કંપની લિમિટેડના શેર છેલ્લા છ મહિનામાં 138 ટકા વધ્યા છે. શેરે એક વર્ષમાં 94 ટકા સુધીનું વળતર આપ્યું છે. જો ત્રણ વર્ષની વાત કરીએ તો 900 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ અંદાજે 2,208.59 કરોડ રૂપિયા છે.

ઓરિએન્ટ ગ્રીન પાવરે કરી રાઈટ ઈશ્યુની જાહેરાત, અત્યારે દાવ લગાવશો તો તમને મળશે સસ્તા ભાવે શેર!
Orient Green Power
| Updated on: Feb 05, 2024 | 6:47 PM
Share

ઓરિએન્ટ ગ્રીન પાવરે તેના રાઈટ્સ ઈશ્યુનું કદ ઘટાડીને 250 કરોડ રૂપિયા કર્યું છે. ડિસેમ્બર 2023 માં કંપનીના બોર્ડે 300 કરોડ સુધીના ફાળવેલ ભંડોળ સાથે રાઈટ બેસિસ પર ઈક્વિટી શેર ઇશ્યૂ કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ 2 ફેબ્રુઆરીના રોજ રાઈટ્સ ઈશ્યૂ કમિટીની મીટિંગ દરમિયાન તેની સાઈઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગ્રીન એનર્જી સેક્ટરને પ્રોત્સાહન

રિન્યુએબલ એનર્જી કંપની ભારત અને યુરોપમાં વિન્ડ ફાર્મનો પોર્ટફોલિયો વિકસાવે છે અને તેનું સંચાલન કરે છે. બજેટ 2023ના કારણે સ્ટોક ફોકસમાં રહ્યા છે. જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતની વિશાળ ઓફશોર વિન્ડ એનર્જી સંભવિતતાનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રીન એનર્જી સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે સંસાધનોની ફાળવણી કરી હતી.

શેરમાં આવ્યો જબરદસ્ત ઉછાળો

ઓરિએન્ટ ગ્રીન પાવરના શેરમાં ગયા સપ્તાહના છેલ્લા ત્રણ દિવસમાં 15 ટકાનો ઉછાળો આવ્યો હતો. શેરમાં સતત 5 ટકાની અપર સર્કિટ જોવા મળી હતી. છેલ્લા એક વર્ષમાં શેરે 240 ટકાથી વધુનો વધારો નોંધાવ્યો છે. 1 ફેબ્રુઆરીના રોજ કંપનીએ માહિતી આપી હતી કે, તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ડેલ્ટા રિન્યુએબલ એનર્જીના બોર્ડે બે તબક્કામાં સૌર ઉર્જા ક્ષમતા વિકસાવવા માટે મંજૂરી આપી છે.

પ્રથમ તબક્કો તમિલનાડુ રાજ્યમાં 19.8 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ અને બીજા તબક્કામાં 19.8 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. બંને પ્રોજેક્ટ EPC કોન્ટ્રાક્ટર દ્વારા વિકસાવવાની દરખાસ્ત છે.

આ પણ વાંચો : IPO ભરતા લોકો માટે સારા સમાચાર, વધુ એક સોલાર કંપની લાવી રહી છે આઈપીઓ, જાણો ક્યારથી કરી શકાશે રોકાણ

LIC પાસે છે 1.58 ટકા હિસ્સો

ઓરિએન્ટ ગ્રીન પાવર કંપની લિમિટેડમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે LIC નો પણ હિસ્સો છે. ભારતીય જીવન વીમા નિગમ સપ્ટેમ્બર 2023 સુધીમાં 1.58 ટકાનો સૌથી મોટો જાહેર સંસ્થાકીય હિસ્સો ધરાવે છે. છેલ્લા છ મહિનામાં આ શેર 138 ટકા વધ્યા છે. આ સમયગાળા દરમિયાન તેના ભાવ 9.48 રૂપિયા વધ્યા હતા. શેરે એક વર્ષમાં 94 ટકા સુધીનું વળતર આપ્યું છે. જો ત્રણ વર્ષની વાત કરીએ તો 900 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ અંદાજે 2,208.59 કરોડ રૂપિયા છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">