AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારમાં 15 ડિસેમ્બર બાદ આવી શકે છે મોટો ઘટાડો, આ કારણે જોવા મળી શકે છે વેચવાલી

આજે એટલે કે 11 ડિસેન્બરના રોજ નિફ્ટી પહેલી વખત 21,000 લેવલને ક્રોસ કર્યું છે. FII દ્વારા નવેમ્બર મહિનામાં ભારતીય શેરબજારમાં 1.1 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ડિસેમ્બર મહિનામાં પહેલા દિવસે જ 1.2 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું.

શેરબજારમાં 15 ડિસેમ્બર બાદ આવી શકે છે મોટો ઘટાડો, આ કારણે જોવા મળી શકે છે વેચવાલી
Stock Market
| Updated on: Dec 31, 2023 | 1:35 PM
Share

ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ એટલે કે 15 ડિસેમ્બર બાદ શેરબજારમાં મોટો ઘટાડો આવી શકે છે. માર્કેટના મોટા ઈન્વેસ્ટર્સ એટલે કે, FPIs દ્વારા ખરીદી ન થવાના કારણે આવું થશે. HDFC સિક્યોરિટીઝ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો જે અનુસાર, FPI વર્ષના અંતે ઈન્વેસ્ટમેન્ટ કરતા નથી. આમ મોટી ખરીદી થતી નથી તેથી વેચવાલીના કારણે ઘટાડો આવી શકે છે. સેન્સેક્સ અને નિફ્ટી તેની સર્વોચ્ચ સપાટી પર છે. યુએસ ફેડ, બોન્ડ યીલ્ડમાં ઘટાડો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોના ઉપાડને કારણે વધારો થયો છે.

નિફ્ટી પહેલીવાર 21,000 ને પાર

આજે એટલે કે 11 ડિસેન્બરના રોજ નિફ્ટી પહેલી વખત 21,000 લેવલને ક્રોસ કર્યું છે. FII દ્વારા નવેમ્બર મહિનામાં ભારતીય શેરબજારમાં 1.1 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ડિસેમ્બર મહિનામાં પહેલા દિવસે જ 1.2 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના CEO વિનય પહાડિયાના જણાવ્યા અનુસાર, DII એ પણ 1.7 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું, જેના કારણે શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર છે.

DII એ નવેમ્બરમાં $1.7 બિલિયનનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું

રિપોર્ટમાં જણાવ્યા મૂજબ લોન્ગ ટર્મમાં મજબૂત આર્થિક વૃદ્ધિને કારણે ભારતીય શેરબજારો આશાવાદી છે. બે મહિના સુધી વેચવાલી બાદ FII એ નવેમ્બરમાં મોટા પાયે ખરીદી કરી હતી. DII એ પણ ઓક્ટોબરમાં $3.4 બિલિયનના રોકાણ બાદ નવેમ્બરમાં $1.7 બિલિયનનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ સર્વિસિસ મૂજબ MII અને DII ના પ્રવાહ CY23YTD માં અનુક્રમે $14.4 અને $20.8 બિલિયન રહ્યો હતો.

આ પણ વાંચો : PharmEasy નો IPO આવે તે પહેલા જ ખરીદો તેના શેર, જાણો કેવી રીતે અને ક્યાંથી કરવી શેરની ખરીદી

ભારતીય બજારમાં શોર્ટ ટર્મમાં ઘટાડો જોવા મળી શકે

આનંદ રાઠી ગ્રૂપના સહ સ્થાપક અને વાઇસ ચેરમેન પ્રદીપ ગુપ્તાના જણાવ્યા અનુસાર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભૌગોલિક રાજકીય પરિબળોને કારણે ભારતીય બજારમાં શોર્ટ ટર્મમાં ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ તેજી લોન્ગ ટર્મમાં ચાલુ રહેવાની શક્યતા છે. તેમણે આગળ કહ્યુ કે, મિડ અને સ્મોલ કેપ કંપનીઓ માટે ચિંતા હોવા છતાં, અમે માનીએ છીએ કે ભારતીય ઈક્વિટી માર્કેટમાં બહુ ઓછો ઊછાળો છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">