શેરબજારની જબરદસ્ત તેજીથી રોકાણકારો ખુશખુશાલ, બે દિવસમાં કરી 8.79 લાખ કરોડ રૂપિયાની કમાણી
નિષ્ણાતોના મતે આગામી સમયમાં શેરબજારમાં વધારે તેજી જોવા મળી શકે છે. હાલ સેન્સેક્સનું માર્કેટ કેપ 346 લાખ કરોડ રૂપિયાને પાર થયું છે. જે ડિસેમ્બરના અંત પહેલા 370 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ચાલો જાણીએ કે શેરબજાર કયા સ્તરે પહોંચ્યુ છે અને બે દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં કેટલો વધારો થયો છે.

સોમવારે ત્રણ રાજ્યોમાં ભાજપની જીત અને આજે અમેરિકન એજન્સી દ્વારા અદાણી ગ્રુપને ક્લીનચીટ આપવામાં આવી તેની અસરથી અદાણી ગ્રુપના શેર રોકેટ બન્યા હતા. જેના કારણે શેરબજાર ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. કોણ કહી શકે કે ડિસેમ્બરના શરૂઆતમાં સેન્સેક્સ 69 હજારને પાર થશે અને નિફ્ટી વર્ષના અંત પહેલા 21 હજાર પોઈન્ટ સુધી પહોંચશે. બજારની આ તેજીને કારણે રોકાણકારોને 8.79 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.
સેન્સેક્સનું માર્કેટ કેપ 346 લાખ કરોડ રૂપિયાને પાર
નિષ્ણાતોના મતે આગામી સમયમાં શેરબજારમાં વધારે તેજી જોવા મળી શકે છે. હાલ સેન્સેક્સનું માર્કેટ કેપ 346 લાખ કરોડ રૂપિયાને પાર થયું છે. જે ડિસેમ્બરના અંત પહેલા 370 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ચાલો જાણીએ કે શેરબજાર કયા સ્તરે પહોંચ્યુ છે અને બે દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં કેટલો વધારો થયો છે.
શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી
સોમવારે સેન્સેક્સમાં 1384 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે 431 પોઈન્ટના વધારા સાથે બંધ થયો. આજે સેન્સેક્સ પહેલી વખત 69,000 ની સપાટીને પાર કરી શક્યો અને 69381.31 નો ઓલ ટાઈમ હાઈ પણ બનાવ્યો. બે દિવસ દરમિયાન સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો વધારો થયો છે. આજે સેન્સેક્સ 431.02 પોઈન્ટના વધારા સાથે 69,296.14 પોઈન્ટ પર બંધ થયો.
નિફ્ટી બે દિવસમાં 3 ટકા વધ્યો
આજે નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો અને બે દિવસમાં 587 પોઈન્ટનો વધારો થયો છે. આજે નિફ્ટી 168 પોઈન્ટના વધારા સાથે 20,855.10 પોઈન્ટ પર બંધ થયો છે. નિફ્ટી બે દિવસમાં 3 ટકા વધ્યો છે. નિફ્ટીએ પણ 20,864.05 પોઈન્ટ સાથે ઓલ ટાઈમ હાઈના લેવલ પર છે.
આ પણ વાંચો : જો તમે IPO ભરો છો તો રૂપિયા તૈયાર રાખજો, આ ત્રણ કંપનીના આવી રહ્યા છે આઈપીઓ
રોકાણકારોને બે દિવસ દરમિયાન મોટો નફો કર્યો છે. 1 ડિસેમ્બરે બજાર બંધ થયું ત્યારે BSEનું માર્કેટ કેપ 337 લાખ કરોડ રૂપિયાથી વધારે હતું, જે આજે 346 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. એટલે કે રોકાણકારોએ બે દિવસમાં 8.79 લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો છે. નિષ્ણાતોના અનુમાન મૂજબ ડિસેમ્બરના અંત સુધીમાં શેરબજારનું માર્કેટ કેપ 370 લાખ કરોડ રૂપિયાને પાર કરી શકે છે.