AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોમવારથી શેરબજારમાં આવી શકે મોટો ઘટાડો, તમે સ્ટોક માર્કેટમાં રોકાણ કરતી વખતે ધ્યાન રાખજો

યુએસમાં બોન્ડની ઉપજ ઘટી રહી છે અને ફેડરલ રિઝર્વ તેના મૂલ્યમાં વધારો કરી રહ્યું છે. પોલિસી રેટ કટના સંકેતોથી બજારને વેગ મળ્યો છે. હાઈ વેલ્યુએશન અને અલ નીનો અંગેની ચિંતાઓને કારણે, નજીકના સમયમાં બજારમાં કેટલાક કરેકશન આવી શકે છે.

સોમવારથી શેરબજારમાં આવી શકે મોટો ઘટાડો, તમે સ્ટોક માર્કેટમાં રોકાણ કરતી વખતે ધ્યાન રાખજો
Stock Market
| Updated on: Dec 31, 2023 | 1:24 PM
Share

શેરબજાર હાલ રેકોર્ડ ઊંચાઈ પર છે અને ગયા અઠવાડિયે સેન્સેક્સમાં 1,658.15 પોઈન્ટ તેમજ નિફ્ટી 487.25 પોઈન્ટ વધ્યો હતો. શુક્રવારના રોજ સેન્સેક્સ 969.55 પોઈન્ટ વધીને 71,483.75ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. તેથી પ્રશ્ન એ છે કે, સોમવારથી શરૂ થતા સપ્તાહમાં બજાર વધશે કે ઘટશે? બજારના નિષ્ણાતોના મતે બજારનું વેલ્યુએશન ઘણું વધારે છે, તેથી આગામી સપ્તાહમાં થોડો ઘટાડો આવી શકે છે.

બજાર નજીકના ગાળામાં નીચે આવી શકે

મહેતા ઈક્વિટીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત તાપસેના જણાવ્યા અનુસાર, ટેકનિકલી વધારે ખરીદીની સ્થિતિને કારણે બજાર નજીકના ગાળામાં નીચે આવી શકે છે. આ ઉપરાંત જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ડોમેસ્ટિક અને ગ્લોબલ બંને મોરચે પોઝિટિવ સંકેતોને કારણે બજાર નવી ઊંચાઈએ પહોંચ્યું છે.

નજીકના સમયમાં બજારમાં કરેકશન આવી શકે

મજબૂત સ્થાનિક ઔદ્યોગિક ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ PMI ડેટા સાથે GDP પર રિઝર્વ બેંકની સકારાત્મક ટિપ્પણીને કારણે બજાર હાઈ લેવલ પર પહોંચ્યું હતું. યુએસમાં બોન્ડની ઉપજ ઘટી રહી છે અને ફેડરલ રિઝર્વ તેના મૂલ્યમાં વધારો કરી રહ્યું છે. પોલિસી રેટ કટના સંકેતોથી બજારને વેગ મળ્યો છે. હાઈ વેલ્યુએશન અને અલ નીનો અંગેની ચિંતાઓને કારણે, નજીકના સમયમાં બજારમાં કેટલાક કરેકશન આવી શકે છે.

સૌનું ધ્યાન બેંક ઓફ જાપાનના નીતિગત નિર્ણય પર

સ્વસ્તિકા ઈન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીણાએ ઈન્ડિયા ટીવીને જણાવ્યું હતું કે, છેલ્લું અઠવાડિયું યુએસ ફેડરલ રિઝર્વના નીતિગત વિકાસથી પ્રભાવિત હતું. હવે સૌનું ધ્યાન બેંક ઓફ જાપાનના નીતિગત નિર્ણય પર છે, જેની જાહેરાત 19 ડિસેમ્બરે થશે. મીણાએ કહ્યું કે, આ ઉપરાંત ક્રૂડ ઓઈલના ભાવ અને અમેરિકા અને ચીનના મેક્રો ઈકોનોમિક ડેટા બજારના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો : કંપનીના લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં મળી રહ્યુ છે 82 ટકા પ્રીમિયમ, જો તમે IPO ભરો છો તો સોમવારે છેલ્લો દિવસ

વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો 7.6 ટકા વૃદ્ધિ દર, મેન્યુફેક્ચરિંગ PMI વધીને 56, બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને બેરલ દીઠ $76 અને FPIs ની લેવાલીને કારણે રેકોર્ડ શેરબજાર રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
g clip-path="url(#clip0_868_265)">