કંપનીના લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં મળી રહ્યુ છે 82 ટકા પ્રીમિયમ, જો તમે IPO ભરો છો તો સોમવારે છેલ્લો દિવસ
આઈનોક્સ ઇન્ડિયા એ ગુજરાત સ્થિત કંપની છે. કંપની ક્રાયોજેનિક સાધનો અને સિસ્ટમ બનાવે છે. આ કંપની સંપૂર્ણપણે દેવું મુક્ત છે. કંપનીએ ઘણી વખત ડિવિડન્ડ પણ આપ્યું છે. વિશ્વભરમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના પ્રયાસોને કારણે આ કંપનીનો બિઝનેસ સતત વધવાની અપેક્ષા છે.

આઈનોક્સ ઈન્ડિયાના શેર્સ ગ્રે માર્કેટમાં બમ્પર પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આઈનોક્સ ઈન્ડિયાનો IPO 14 – 18 ડિસેમ્બર વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ઓપન છે. સોમવાર સબસ્ક્રાઈબ કરવાનો છેલ્લો દિવસ છે, તેથી જો તમે આઈપીઓ ભરો છો તમારી પાસે મોટી કમાણી કરવાની તક છે. આઈનોક્સ ઈન્ડિયાના IPO નો પ્રાઈસ બેન્ડ 627-660 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
શેરની ફાળવણી 19 ડિસેમ્બરે થઈ શકે
આઈનોક્સ ઈન્ડિયા તેના આઇપીઓ દ્વારા 5,990 કરોડરૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ IPO સંપૂર્ણપણે રીતે ઓફર ફોર સેલ છે. IPO બાદ પ્રમોટર્સનો હિસ્સો 99.3 ટકાથી ઘટીને 75 ટકા થઈ જશે. આ IPOમાં શેરની ફાળવણી 19 ડિસેમ્બર 2023 એટલે કે મંગળવારના રોજ થઈ શકે છે. કંપનીનું લિસ્ટિંગ 21 ડિસેમ્બરે થવાની શક્યતા છે.
શેર 1204 રૂપિયા પર લિસ્ટ થવાની શક્યતા
ગઈકાલે એટલે કે, શનિવારે ગ્રે માર્કેટમાં આઈનોક્સ ઈન્ડિયાના શેર્સ વધારે પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 544 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. તેથી શેર 82.42% ના પ્રીમિયમ સાથે 1204 રૂપિયા પર લિસ્ટ થવાની શક્યતા છે.
કંપની ક્રાયોજેનિક સાધનો અને સિસ્ટમ બનાવે છે
આઈનોક્સ ઇન્ડિયા એ ગુજરાત સ્થિત કંપની છે. કંપની ક્રાયોજેનિક સાધનો અને સિસ્ટમ બનાવે છે. આ કંપની સંપૂર્ણપણે દેવું મુક્ત છે. કંપનીએ ઘણી વખત ડિવિડન્ડ પણ આપ્યું છે. વિશ્વભરમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના પ્રયાસોને કારણે આ કંપનીનો બિઝનેસ સતત વધવાની અપેક્ષા છે. કંપની ક્રાયોજેનિક ટેન્કના ઉત્પાદનમાં દેશની ટોપ કંપનીઓમાની એક છે.
આ કંપની વર્ષ 1976માં બરોડા ઓક્સિજનના નામથી શરૂ કરવામાં આવી હતી. આ કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ ઉર્જા, ઔદ્યોગિક ગેસ, એલએનજી, સ્ટીલ, હેલ્થકેર અને કેમિકલ જેવા ઉદ્યોગોમાં થાય છે. આઈનોક્સ ઇન્ડિયાના IPOમાં સબ્સ્ક્રાઇબ કરવાનો છેલ્લો દિવસ સોમવાર છે. શુક્રવાર સુધીમાં, સબસ્ક્રિપ્શનના બીજા દિવસે આ શેર 7.07 વખત ઓવર સબ્સ્ક્રાઇબ થયો હતો. આ IPO ને રીટેલ અને બિન-સંસ્થાકીય રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
