AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HULએ કરી 3 મોટી જાહેરાત, 1 એપ્રિલથી બદલી જશે બિઝનેસ, કંપનીના શેર પર થશે અસર

HULએ તેની મેનેજમેન્ટ કમિટીમાં પણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. HUL એ તેના બોર્ડમાં 1 ડિસેમ્બરથી અમલમાં આવતા 5 વર્ષ માટે તરુણ બજાજની ઈન્ડિપેન્ડેટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે. કંપનીએ અરુણ નીલકાંતનને ચીફ ડિજિટલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. નીલકાંતન હાલમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એન્ડ ગ્રોથના વાઇસ પ્રેસિડેન્ટ છે.

HULએ કરી 3 મોટી જાહેરાત, 1 એપ્રિલથી બદલી જશે બિઝનેસ, કંપનીના શેર પર થશે અસર
HUL
| Updated on: Dec 31, 2023 | 1:52 PM
Share

FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ એટલે કે, HUL એ ગયા શુક્રવારે, 2 ડીસેમ્બરના રોજ તેના બ્યુટી અને પર્સનલ કેર ડિવિઝનને બ્યુટી એન્ડ વેલબીઇંગ અને પર્સનલ કેર બિઝનેસમાં 1 એપ્રિલ, 2024થી ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી છે. કંપની તેના બ્યુટી અને પર્સનલ કેર બિઝનેસને બે ભાગમાં વહેંચી રહી છે. એક બ્યુટી એન્ડ વેલબીઇંગમાટે અને બીજું પર્સનલ કેર માટે ડેડિકેટેડ છે.

FY2013માં તેની આવકમાં 37 ટકા યોગદાન આપ્યું

લાઇફબોય, લક્સ, સનસિલ્ક, ક્લિનિક પ્લસ, ડવ, લેક્મે, પોન્ડ્સ અને ક્લોઝ અપ જેવી બ્રાન્ડ્સ સાથે, HULની બ્યુટી અને પર્સનલ કેર સેગમેન્ટે FY2013માં તેની આવકમાં 37 ટકા યોગદાન આપ્યું હતું અને 21,831 કરોડ રૂપિયાની મેળવી છે. HULના અન્ય ડિવિઝનમાં ફૂડ એન્ડ રિફ્રેશમેન્ટ અને હોમ કેરનો સમાવેશ થાય છે.

મેનેજમેન્ટ કમિટીમાં કરવમાં આવ્યા ફેરફાર

HULએ તેની મેનેજમેન્ટ કમિટીમાં પણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. HUL એ તેના બોર્ડમાં 1 ડિસેમ્બરથી અમલમાં આવતા 5 વર્ષ માટે તરુણ બજાજની ઈન્ડિપેન્ડેટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે. કંપનીએ અરુણ નીલકાંતનને ચીફ ડિજિટલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. નીલકાંતન હાલમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એન્ડ ગ્રોથના વાઇસ પ્રેસિડેન્ટ છે. આ સિવાય હરમન ધિલ્લોન HUL MC સાથે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, બ્યુટી એન્ડ વેલબીઇંગ તરીકે જોડાશે અને કાર્તિક ચંદ્રશેખર MC સાથે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પર્સનલ કેર તરીકે 1 એપ્રિલ, 2024થી પ્રભાવિત થશે.

બ્રુકફિલ્ડ સાથે વ્યૂહાત્મક ભાગીદારી

હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે રાજસ્થાનમાં 45 મેગાવોટ ક્ષમતાનો સોલર એનર્જી પાર્ક સ્થાપવા માટે બ્રુકફિલ્ડ સાથે સ્ટ્રેટેજીક ભાગીદારી કરી છે. તેના નેટ-ઝીરો ગોલ્સ હાંસલ કરવા તરફ, કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આ એક મહત્વપૂર્ણ પગલું છે. HUL ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂર કરાયેલ 27.73 ટકા સુધીનું ઇક્વિટી રોકાણ ટ્રાન્ઝિશન સસ્ટેનેબલ એનર્જી સર્વિસીઝ વન પ્રાઇવેટ લિમિટેડમાં કરવામાં આવશે.

આ પણ વાંચો : જો તમારૂ ડીમેટ એકાઉન્ટ ઝેરોધામાં છે તો ધ્યાન રાખજો, યુઝર્સને કાઈટ વેબમાં ટેકનિકલ ખામીને કારણે લોગ ઈન કરવામાં આવી રહી છે સમસ્યા

સોલાર પ્રોડક્ટ બ્રુકફિલ્ડના સોલાર પાર્કની સાઇટ પર વિકસાવવામાં આવશે, જે બ્રુકફિલ્ડ ગ્લોબલ ટ્રાન્ઝિશન ફંડનો એક ભાગ છે. વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન-ફોસિલ ઉર્જા ક્ષમતા સુધી પહોંચવા માટે COP26 ખાતે ભારતની પ્રતિબદ્ધતાને અનુરૂપ, આ પહેલ નવીનીકરણીય ઉર્જા પ્રાપ્તિ માટે ગૃપ કેપ્ટિવ મોડલનો ઉપયોગ કરશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">