AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમારૂ ડીમેટ એકાઉન્ટ ઝેરોધામાં છે તો ધ્યાન રાખજો, યુઝર્સને કાઈટ વેબમાં ટેકનિકલ ખામીને કારણે લોગ ઈન કરવામાં આવી રહી છે સમસ્યા

નવેમ્બરની શરૂઆતમાં, ઝેરોધાને કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે તેના કેટલાક યુઝર્સે ઓર્ડર બુકમાં એક્ઝિક્યુટેડ ઓર્ડર જોઈ શકતા ન હતા. ત્યારબાદ સમસ્યા એ જ દિવસે ઉકેલાઈ ગઈ હતી. ઓક્ટોબરમાં કાઈટ એપમાં પણ આવી જ ખામી જોવા મળી હતી, જે થોડા સમયમાં ઉકેલાઈ ગઈ હતી.

જો તમારૂ ડીમેટ એકાઉન્ટ ઝેરોધામાં છે તો ધ્યાન રાખજો, યુઝર્સને કાઈટ વેબમાં ટેકનિકલ ખામીને કારણે લોગ ઈન કરવામાં આવી રહી છે સમસ્યા
Zerodha
| Updated on: Dec 04, 2023 | 2:05 PM
Share

બ્રોકરેજ ફર્મ ઝેરોધાને આજે એટલે કે 4 ડિસેમ્બરના રોજ ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. આજે જ્યારે ભારતીય શેરબજારના સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી 50 તેમની વિક્રમી ઊંચી સપાટી પર છે ત્યારે યુઝર્સને મુશ્કેલી પડી રહી છે. ચારમાંથી ત્રણ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની જીતની સકારાત્મક અસરથી શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.

અમે આ મુદ્દાની તપાસ કરી રહ્યા છીએ

ઘણા ઝેરોધા યુઝર્સ તેના કાઈટ વેબમાં લોગ ઈન કરવા માટે અસમર્થ છે. આ સમસ્યાને લઈને બ્રોકરેજ ફર્મ ઝેરોધાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી હતી. તેઓએ કહ્યુ કે, કેટલાક યુઝર્સ કાઈટ વેબમાં લોગ ઈન કરવામાં સમસ્યાઓ અનુભવી રહ્યા છે. અમે આ મુદ્દાની તપાસ કરી રહ્યા છીએ. આ દરમિયાન તમે કાઈટ મોબાઇલ એપમાં લોગ ઈન કરો.

Zerodha Coin પર આ સમસ્યા અંગે ફરિયાદ કરી

એપના ઘણા યુઝર્સે મોબાઈલ એપ અને Zerodha Coin પર આ સમસ્યા અંગે ફરિયાદ કરી હતી. એક યુઝર્સે કહ્યું કે, એક મહત્વપૂર્ણ દિવસે ફરીથી ડાઉન.

આ સિવાય અન્ય ઘણા યુઝર્સ જેમને ટેકનિકલ ગ્લીચનો સામનો કર્યો છે, તેઓએ ટ્વીટમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Breaking News : ભાજપની જીત બાદ શેર બજારમાં મોટી તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર

નવેમ્બરની શરૂઆતમાં, ઝેરોધાને કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે તેના કેટલાક યુઝર્સે ઓર્ડર બુકમાં એક્ઝિક્યુટેડ ઓર્ડર જોઈ શકતા ન હતા. ત્યારબાદ સમસ્યા એ જ દિવસે ઉકેલાઈ ગઈ હતી. ઓક્ટોબરમાં કાઈટ એપમાં પણ આવી જ ખામી જોવા મળી હતી, જે થોડા સમયમાં ઉકેલાઈ ગઈ હતી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">