Sovereign Gold Bond : સોવરિન ગોલ્ડ બોન્ડે રોકાણકારોને કર્યા માલામાલ, જાણો છેલ્લા 2.5 વર્ષમાં કેટલું રિટર્ન આપ્યું
જો તમે તમારી કમાણીનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકો છો. સોવરિન ગોલ્ડ બોન્ડે છેલ્લાં 8 વર્ષમાં રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. સરકારે 8 વર્ષમાં સોવરિન ગોલ્ડ બોન્ડની 66 સિરીઝ જાહેર કરી છે. નવેમ્બર 2015 થી તેમાં રોકાણે વાર્ષિક 13.7 ટકા વળતર આપ્યું છે. સોવરિન ગોલ્ડ બોન્ડના 63 ઈસ્યુમાં રોકાણકારોને 4.68 ટકાથી 51.89 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) યોજના લોન્ચ કરી છે. SGB સિરીઝ II માટે સબ્સ્ક્રિપ્શનનો સમયગાળો 11-15 સપ્ટેમ્બર 2023 સુધીનો છે. બોન્ડની કિંમત 5,923 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે. આ કિંમત 6-7 સપ્ટેમ્બરના બુલિયન માર્કેટના આધારે નક્કી કરવામાં આવી છે.
જે રોકાણકારો ગોલ્ડ બોન્ડની ખરીદી માટે ઓનલાઈન અરજી કરે છે અથવા ડિજિટલ મોડ દ્વારા ચુકવણી કરે છે તેઓને નિશ્ચિત કિંમતમાંથી રૂ. 50/- પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ મળશે. ત્યારબાદ ગોલ્ડ બોન્ડની કિંમત રૂ. 5,873/- પ્રતિ ગ્રામ થશે.
8 વર્ષમાં રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું
જો તમે તમારી કમાણીનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકો છો. સોવરિન ગોલ્ડ બોન્ડે છેલ્લાં 8 વર્ષમાં રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. સરકારે 8 વર્ષમાં સોવરિન ગોલ્ડ બોન્ડની 66 સિરીઝ જાહેર કરી છે. નવેમ્બર 2015 થી તેમાં રોકાણે વાર્ષિક 13.7 ટકા વળતર આપ્યું છે. સોવરિન ગોલ્ડ બોન્ડના 63 ઈસ્યુમાં રોકાણકારોને 4.68 ટકાથી 51.89 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે.
Financial Year 2021-22
SGB સિરીઝ | વર્ષ | ભાવ | આજનો ભાવ | વધારો |
Series 1 | May 2021 | 4,777 | 5923 | 1146 |
Series 2 | June 2021 | 4842 | 5923 | 1081 |
Series 3 | July 2021 | 4807 | 5923 | 1116 |
Series 4 | August 2021 | 4790 | 5923 | 1133 |
Series 5 | September 2021 | 4732 | 5923 | 1191 |
Series 6 | November 2021 | 4765 | 5923 | 1158 |
Series 7 | December 2021 | 4791 | 5923 | 1132 |
Series 8 | January 2022 | 4786 | 5923 | 1137 |
Series 9 | March 2022 | 5109 | 5923 | 814 |
Financial Year 2022-23
SGB સિરીઝ | વર્ષ | ભાવ | આજનો ભાવ | વધારો |
Series 1 | June 2022 | 5091 | 5923 | 832 |
Series 2 | August 2022 | 5197 | 5923 | 726 |
Series 3 | December 2022 | 5409 | 5923 | 514 |
Series 4 | March 2023 | 5611 | 5923 | 312 |
Financial Year 2023-24
SGB સિરીઝ | વર્ષ | ભાવ | આજનો ભાવ | વધારો |
Series 1 | June 2023 | 5926 | 5923 | -3 |
Series 2 | September 2023 | 5923 | – | – |
સોવરિન ગોલ્ડ બોન્ડની મુદત અને વ્યાજ દર
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ પર પાકતી મુદત કુલ 8 વર્ષ છે. જ્યારે, રોકાણકારો 5 વર્ષમાં તેમાંથી બહાર નીકળી શકે છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમના રોકાણકારોને તેના રોકાણ પર વાર્ષિક 2.50 ટકાના નિશ્ચિત દરે વ્યાજ દર 6 માસના અંતરે આપવામાં આવે છે.
આ પણ વાંચો : Share Market: આજે નાના અને મધ્યમ રોકાણકારો ધોવાયા, એક જ દિવસમાં ₹5.69 લાખ કરોડનું નુકસાન
આ બોન્ડમાં 1 ગ્રામથી 4 કિલો સોનાનું રોકાણ કરી શકાય છે. જો કોઈ રોકાણકારે નવેમ્બર 2015માં સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કર્યું હશે તો તેણે તે સમયે 1 ગ્રામ સોના માટે 2,684 રૂપિયાનું રોકાણ કર્યું હશે. હાલમાં તેની કિંમત વધીને 5923 રૂપિયા છે, એટલે કે તેને 100 ટકા કરતા વધારે વળતર મળશે.