SIP Calculator : મહિને માત્ર 1 હજાર રુપિયાનું કરો રોકાણ, આટલા વર્ષોમાં બની જશો કરોડપતિ, જાણો કેવી રીતે
તમે દર મહિને માત્ર એક હજાર જેટલી નાની રકમ રોકીને પણ વર્ષો પછી તેમાંથી સારા એવા નાણાં (Returns) બનાવી શકો છો. SIP (Systematic Investment Plan ) નાણાંનું રોકાણ કરવા માટેનો ખૂબ જ સારો વિકલ્પ છે. SIP દ્વારા રોકાણ કરીને તમે લાંબા ગાળે તમારા કરોડપતિ થવાનું લક્ષ્ય પણ પુરુ કરી શકો છો.

Mutual Funds : જો તમારે પણ રોકાણ (investment) કરવુ છે પરંતુ કેવી રીતે અને ક્યાં તે સમજાતુ નથી, તો આ સમાચાર તમારા માટે છે. તમે દર મહિને માત્ર એક હજાર જેટલી નાની રકમ રોકીને પણ વર્ષો પછી તેમાંથી સારા એવા નાણાં (Returns) બનાવી શકો છો. SIP (Systematic Investment Plan ) નાણાંનું રોકાણ કરવા માટેનો ખૂબ જ સારો વિકલ્પ છે. SIP દ્વારા રોકાણ કરીને તમે લાંબા ગાળે તમારા કરોડપતિ થવાનું લક્ષ્ય પણ પુરુ કરી શકો છો.
દર મહિને માત્ર 1 હજાર રુપિયાનું કરો રોકાણ
જો તમે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માગો છો તો તમારે પણ SIP દ્વારા રોકાણ કરવાનું શરુ કરવુ જોઇએ. તેમ ઓછા રોકાણથી વધુ નાણાં (Large Fund With Small Investment) મેળવી શકો છો. અમે તમને મહિને માત્ર એક હજાર રુપિયાનું રોકાણ કરીને કેવી રીતે વધુ ફંડ મેળવી શકાય તે વિશે જણાવીશું.
છેલ્લા કેટલાક વર્ષો પર ધ્યાન આપીએ તો ઘણા મ્યુચ્યુલ ફંડે 20 ટકા કે તેનાથી પણ વધુ રિટર્ન કરી આપ્યુ છે. જો તમારે પણ નાણાં બનાવવા છે તો દર મહિને માત્ર એક હજાર રુપિયાનું મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરવાનું રહેશે.
20 વર્ષ સુધી કરવુ પડશે રોકાણ
દર મહીને માત્ર એક હજાર રુપિયાનું SIP થકી મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરવાનું રહેશે. આ રકમનું 20 વર્ષ સુધી સતત રોકાણ કરવાથી કુલ રુપિયા 2.4 લાખ રુપિયાનું રોકાણ થશે. 20 વર્ષ સુધી કરેલા રોકાણ પર વર્ષે સરેરાશ 15 ટકા રિટર્ન પર તમારી રકમ વધીને 15 લાખ 16 હજાર રુપિયા થઇ જશે. એ જ રીતે 20 ટકા વર્ષે રિટર્નની વાત કરીએ તો આ રકમ વધીને 31.61 લાખ રુપિયા થઇ જશે.

30 વર્ષ સુધી રોકાણથી મળશે 2 કરોડથી વધુ રુપિયા
SIP Calculatorથી સમજીએ કે કેવી રીતે દર મહીને એક હજાર રુપિયાનું રોકાણ કરીએ તો 20 ટકા વર્ષના રિટર્ન પર મેચ્યોરિટી પર 86.27 લાખ રુપિયા રિફંડ મળશે. જો આ જ રોકાણની સમય અવધિ 30 વર્ષની થઇ તો 20 ટકા રિટર્નથી તમારી રકમ 2 કરોડ 33 લાખ 60 હજાર રુપિયા થશે. મ્યુચ્યુઅલ ફંડ પર રોકાણકારોને કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે. નાની રકમના રોકાણ પર તમને વધુ રકમ મળવાની શક્યતા રહે છે.
(નોંધ-મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જોખમને આધીન છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)