AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Fake Website Fraud: SBIની ફેક વેબસાઈટ બનાવી લોકો સાથે છેતરપિંડી, બેંકે ગ્રાહકોને કર્યા સતર્ક, જુઓ Video

એક ફેક વેબસાઈટ SBIના નામે પણ બનાવવામાં આવી છે. તેના પર સર્ચ કરતા કેટલાક લોકોને ક્રેડિટ કાર્ડ અને KYC અપડેટના નામે લિંક મોકલવામાં આવી હતી. જે લોકોએ આ લિંક પર ક્લિક કરી અને પોતાની વિગતો ભરી તેના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા.

SBI Fake Website Fraud: SBIની ફેક વેબસાઈટ બનાવી લોકો સાથે છેતરપિંડી, બેંકે ગ્રાહકોને કર્યા સતર્ક, જુઓ Video
SBI Fake Website Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 1:40 PM
Share

સાયબર (Cyber Crime) ઠગ્સે ગૂગલ પર ઘણી નકલી વેબસાઇટ્સ બનાવી છે. આવી જ એક વેબસાઈટ SBIના (SBI Fake Website Fraud) નામે પણ બનાવવામાં આવી છે. તેના પર સર્ચ કરતા કેટલાક લોકોને ક્રેડિટ કાર્ડ અને KYC અપડેટના નામે લિંક મોકલવામાં આવી હતી. જે લોકોએ આ લિંક પર ક્લિક કરી અને પોતાની વિગતો ભરી તેના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને ડેબિટનો એસએમએસ મળ્યો અને છેતરપિંડી વિશે ખબર પડી.

લોકો છેતરપિંડીનો ભોગ બનવાથી બચી શકે

પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, એસબીઆઈની નકલી વેબસાઈટ દ્વારા ઠગ લોકો ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. તેમણે લોકોને અપીલ કરી છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ આ પ્રકારે વેબસાઈટની મુલાકાત લે છે તો તેને સચેત રહેવું જોઈએ. જો લોકો આ તરફ ધ્યાન આપે તો તેઓ છેતરપિંડીનો ભોગ બનવાથી બચી શકે છે. આ ઉપરાંત કુરિયર સર્વિસ અને ટ્રાવેલ્સના નામે પણ ઘણી નકલી વેબસાઈટ બનાવવામાં આવી છે, જેના કારણે લોકો છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે.

ઓનલાઈન બેંકિંગ પોર્ટલનો દુરુપયોગ કરીને છેતરપિંડી

SBI પાસે બે પોર્ટલ છે, www.sbi.co.in જેનો ઉપયોગ કોર્પોરેટ માહિતી માટે થાય છે અને ઇન્ટરનેટ બેંકિંગ માટે www.onlinesbi.com બેંકે તેનું પોતાનું ડોમેન એક્સ્ટેંશન .sbi (જેમ કે .com અથવા .co.in) પણ ખરીદ્યું છે અને તેનો ઉપયોગ પણ કરે છે. જોકે, બેંકના ઓનલાઈન બેંકિંગ પોર્ટલનો દુરુપયોગ કરીને છેતરપિંડી કરનારાઓએ SBIની પોતાની ઓનલાઈન વેબસાઈટ જેવું જ પોર્ટલ www.onlinesbi.digital બનાવ્યું છે.

મોબાઈલ બેંકિંગ માટે SBI ની સત્તાવાર એપ YONO SBI છે. તેથી જો તમે SBI ગ્રાહક છો, તો ખાતરી કરો કે તમે મોબાઇલ બેંકિંગ માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો. છેતરપિંડી કરનારાઓએ બેંકના ગ્રાહકોને લિંક સાથે એસએમએસ મોકલી અને કેવાયસી ડેટાની માગ કરે છે.

આ પણ વાંચો : Google Pay Fraud: ઓનલાઈન પેમેન્ટ કરનારા લોકો રહો સાવધાન ! જાણો કેવી રીતે ગૂગલ પે દ્વારા થાય છે છેતરપિંડી, જુઓ Video

શું સાવચેતી રાખવી

1. સોશિયલ મીડિયા દ્વારા મળેલી મેસેજની લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં.

2. જો તમે બેંકની વેબસાઇટની મુલાકાત લેવા માંગતા હો, તો સંપૂર્ણ URL ટાઈપ કરો.

3. તપાસો કે બેંકની વેબસાઈટના વેબ એડ્રેસમાં https નો ઉપયોગ કરેલો છે કે નહીં.

4. જો તે ‘s’ વગર માત્ર http છે તો આ પોર્ટલ પર કોઈ વ્યવહાર કરશો નહીં.

5. તમારી બેંકની વિગતો કોઈની સાથે શેર કરશો નહી.

6. બેંક દ્વારા ક્યારેય પણ OTP પૂછવામાં આવતો નથી.

7. જો છેતરપિંડી થાય છે, તો તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.

8. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">