Share Market Today : ભારતીય શેરબજારની નબળી શરૂઆત, Sensex 62839 ઉપર ખુલ્યો

Share Market Today :નબળાં વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઈ છે. આજે બુધવારે સેન્સેક્સ(Sensex Today) 62,839.97 ઉપર ખુલ્યો છે. કારોબારની શરૂઆત સમયે ઈન્ડેક્સ 129.16 પોઇન્ટ અથવા 0.21%ની તેજી દર્શાવી રહ્યો હતો.

Share Market Today : ભારતીય શેરબજારની નબળી શરૂઆત, Sensex 62839 ઉપર ખુલ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 9:36 AM

Share Market Today :નબળાં વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઈ છે. આજે બુધવારે સેન્સેક્સ(Sensex Today) 62,839.97 ઉપર ખુલ્યો છે. કારોબારની શરૂઆત સમયે ઈન્ડેક્સ 129.16 પોઇન્ટ અથવા

શેરબજારની શરૂઆત   ( 31-05-2023)
SENSEX 62,839.97 −129.16 (0.21%)
NIFTY 18,594.20 −39.65 (0.21%)

બાબા રામદેવ શેરધારકોને ડિવિડન્ડ આપશે

બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સ લિમિટેડે ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં પતંજલિ ફૂડ્સનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો રૂ. 264 કરોડ હતો જે લગભગ 13% નો વધારો દર્શાવે છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં નફો રૂ. 234 કરોડ હતો. કંપનીએ તેના રોકાણકારો માટે ડિવિડન્ડ જાહેર કર્યું છે. રોકાણકારોને પ્રતિ શેર 6 રૂપિયાનું ડિવિડન્ડ મળશે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : એક SMS મોકલીને જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ, ઈંધણના ભાવ જાણવા અનુસરો આ સ્ટેપ્સ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

હિંડનબર્ગ રિપોર્ટની માઠી અસર છતાં અદાણી પોર્ટે  3 મહિનામાં 1159 કરોડની કમાણી કરી

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુખ્ય કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)એ માત્ર ત્રણ મહિનામાં રૂ. 1159 કરોડનો એકીકૃત નફો નોંધાવ્યો છે. કંપનીનો નફો ગયા વર્ષની સરખામણીમાં 5 ટકા વધુ છે. એટલું જ નહીં કંપનીએ તેના શેરધારકો માટે  ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

વૈશ્વિક સંકેત મિશ્ર મળ્યા હતા

વૈશ્વિક બજારમાંથી આવતા સંકેતો મિશ્ર છે. SGX NIFTY  લાલ નિશાનમાં ખુલ્યો  અને 18700 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી પણ 1 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.અમેરિકન વાયદા બજારોમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : Rs 2000 Note Deposit Rules : શું તમે 2,000 રૂપિયાની નોટ ક્યાં જમા કરાવવી તેની મૂંઝવણમાં છો? આ બેંકોમાં પહોંચી જાઓ જે દસ્તાવેજ અને સર્વિસ ચાર્જ માંગશે નહીં

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">