AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sensex Today: સેન્સેક્સ ફરી 63000ને પાર, ભારત બન્યુ દુનિયાનું 5મું સૌથી મોટુ શેરબજાર

Share Market Today: ભારતનું માર્કેટ કેપિટલાઈઝેશન હવે 3.31 ટ્રિલિયન ડોલર (એટલે ​​કે 3.31 લાખ કરોડ ડોલર)ના સ્તરે પહોંચી ગયું છે. આ સાથે તે ફ્રાન્સ જેવા દેશને પાછળ છોડીને હવે વિશ્વના ટોપ-5 શેરબજારમાં સામેલ થઈ ગયુ છે.

Sensex Today: સેન્સેક્સ ફરી 63000ને પાર, ભારત બન્યુ દુનિયાનું 5મું સૌથી મોટુ શેરબજાર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 5:45 PM
Share

Mumbai: ભારતીય શેરબજાર (Share Market) માટે સોમવારનો દિવસ સારો રહ્યો. આજે ટ્રેડિંગ કલાકમાં સેન્સેક્સ ફરી એકવાર 63,000ના આંકને પાર કરી ગયો. આ સાથે ભારતીય સ્ટોક એક્સચેન્જ વિશ્વના ઘણા મોટા ઈક્વિટી બજારોને પાછળ છોડીને ટોપ-5ની યાદીમાં સામેલ થઈ ગયું છે. ભારતનું માર્કેટ કેપિટલાઈઝેશન હવે 3.31 ટ્રિલિયન ડોલર (એટલે ​​કે 3.31 લાખ કરોડ ડોલર)ના સ્તરે પહોંચી ગયું છે. આ સાથે તે ફ્રાન્સ જેવા દેશને પાછળ છોડીને હવે વિશ્વના ટોપ-5 શેરબજારમાં સામેલ થઈ ગયુ છે.

5 મહિનામાં 330 અબજ ડોલરનો વધારો

જો આપણે શેરબજારમાં વધારાની વાત કરીએ તો આ વર્ષની શરૂઆતથી ભારતીય સ્ટોક એક્સચેન્જના કુલ માર્કેટ કેપમાં $330 બિલિયનનો વધારો થયો છે. એટલે કે માત્ર 5 મહિનામાં ભારતીય શેરબજારોનું વેલ્યુએશન 27,26,180 કરોડ રૂપિયા વધી ગયું છે. અત્યારે 1 ડૉલરની કિંમત 82.6 રૂપિયા છે.

આ પણ વાંચો: RBI Repo Rate : મોંઘવારી ઘટી ! રિઝર્વ બેંક વ્યાજદરમાં કરી શકે છે ઘટાડો

આ 4 દેશો ભારત કરતા આગળ

ભારતીય સ્ટોક એક્સચેન્જના માર્કેટ વેલ્યુએશનના સંદર્ભમાં માત્ર 4 દેશો જ આગળ છે. આમાં અમેરિકા 44.54 ટ્રિલિયન ડોલરની સાથે નંબર વન પર છે. આ પછી ચીન $10.26 ટ્રિલિયન માર્કેટ કેપ સાથે બીજા સ્થાને, જાપાન $5.68 ટ્રિલિયન માર્કેટ કેપ સાથે ત્રીજા અને હોંગકોંગ $5.14 ટ્રિલિયન માર્કેટ કેપ સાથે ચોથા સ્થાને છે. ફ્રેન્ચ શેરબજારનું મૂડીકરણ $3.24 ટ્રિલિયન છે.

સેન્સેક્સ, નિફ્ટીમાં ઉછાળો

સોમવારની જ બજારની સ્થિતિ પર નજર કરીએ તો સેન્સેક્સ 344.69 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. તે સવારે 62,801.54 પોઈન્ટ પર ખુલ્યો હતો અને સાંજે 62,846.38 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે દિવસના ટ્રેડિંગ દરમિયાન તે 63,026 પોઈન્ટના સ્તરે પહોંચી ગયો હતો.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 18,619.15 પોઈન્ટ પર ખુલ્યો હતો અને 99.30 પોઈન્ટના વધારા સાથે 18,598.65 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 18,641.20 પોઈન્ટની ટોચે પણ પહોંચ્યો હતો.

ભારત 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે

ભારતના શેરબજારનું વધતું કદ એ અહીં થઈ રહેલી પ્રગતિનું પ્રતીક છે. આ સાથે ભારત હાલમાં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. IMF અનુસાર દેશનો આર્થિક વિકાસ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 5.9 ટકા રહેવાનો છે. આ રીતે ભારતની તરફેણમાં રહેલા તમામ પરિબળો દર્શાવે છે કે ભારત ટૂંક સમયમાં $5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બની જશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">