શેરબજારમાં સફળ થવા માંગો છો? અનુસરો ટ્રેડિંગ અને રોકાણના આ 5 મંત્ર
શેરબજારમાં રોકાણએ બજારના જોખમોને આધીન હોય છે. નફાના ગણિત સાથે રોકાણકારો રોકાણ કરે છે પણ ક્યારેક આ ગણિત ખોટું સાબિત થવાથી નફાના અંદાજનો સોદો ખોટમાં ફેરવાઈ જાય છે. રોકાણકારોએ શેરબજારના નિષ્ણાતોએ સૂચવેલા 5 સૂત્રને અપનાવવા જોઈએ
શેરબજારમાં રોકાણએ બજારના જોખમોને આધીન હોય છે. નફાના ગણિત સાથે રોકાણકારો રોકાણ કરે છે પણ ક્યારેક આ ગણિત ખોટું સાબિત થવાથી નફાના અંદાજનો સોદો ખોટમાં ફેરવાઈ જાય છે. રોકાણકારોએ શેરબજારના નિષ્ણાતોએ સૂચવેલા 5 સૂત્રને અપનાવવા જોઈએ જે રોકાણકારોને નુકસાનનો સામનો કરતા બચાવી શકે છે.
શેરના ખરીદ -વેચાણમાં ધીરજ રાખવી જોઈએ
ઘણીવાર અફવાઓના પ્રભાવ હેઠળ શેર વેચી દેવામાં આવે છે અથવા ખરીદી કરવામાં આવે છે. જો તમે સંપૂર્ણ સંશોધન પછી કોઈ કંપનીના શેર ટ્રેડિંગ કરશો તો નુકસાન થશે નહીં. કંપની વિશેના તમારા અભ્યાસ પર વિશ્વાસ વધુ રાખો.નિષ્ણાતની સલાહ પણ લો.
શેરોની ખરીદીની ખોટી માન્યતાથી દૂર રહો
સતત ઘટી રહેલા શેર ક્યારેય ન ખરીદો.આ શેર સસ્તામાં મળી રહ્યા હોવાનું અનુમાન હોય છે પણ શેર વધુ તૂટવાનો અથવા લોકોએ ખરીદી કર્યા પછી તે સ્ટોક ડીલિસ્ટ થઈ જાય તો માથે હાથ દેવાનો વારો આવે છે.
અભ્યાસ બાદ જ શેર ખરીદવા
એવી કંપનીઓમાં નાણાનું રોકાણ ન કરવું જોઈએ કે જેમની પાસે ઊંચી લોન હોય અને સતત નુકસાન થઈ રહ્યું હોય.ઘણી કંપનીઓ સતત ખોટમાં હોય છે પણ તેમની જાહેરાત અને કેટલાક અંત મંતવ્ય તેમના તરફ રોકાણકારોને આકર્ષિત કરે છે લોનમાં ફસાયેલી કંપનીઓથી દૂર રહેવું સારું છે. તેમની વૃદ્ધિની આશા ઓછી છે તેથી આવી કંપનીઓમાં મોટું રોકાણ ટાળવું જોઈએ.
ખોટા સેક્ટરમાં પૈસાનું રોકાણ ટાળવું જોઈએ
ઘણાં ક્ષેત્રોમાં નાણાંનું રોકાણ કરવું જોખમી હોય છે. તમને આમાં વધુ વૃદ્ધિ નહીં મળે. ઘણા સ્ટાર્ટઅપ્સની સ્લોટ બુકિંગ કંપનીઓએ પણ લોકોને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. ઘણી કંપનીઓ છે જેના કારણે આપણે ખોટા સેક્ટરમાં પૈસા રોકીએ છીએ. હંમેશા સારા સેક્ટરમાં પૈસાનું રોકાણ કરવું જોઈએ. એવી કંપની પસંદ કરો જે નફો કરતી હોય.
તરત જ તગડો નફો કમાવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં
શેરનો કોલ ઓપ્શન ખરીદવો એટલે કે શેરની કિંમતમાં વધારો કે ઘટાડા પર શરત લગાવવી, ઇન્ટ્રાડે ટ્રેડિંગ અનુસાર એક દિવસમાં શેર ખરીદવા અને તે જ દિવસે વેચવા જેવા નિર્ણયમાં ક્યારેય નાણાંનું રોકાણ ન કરવું જોઈએ. ભૂલ એ છે કે આપણે શક્ય તેટલી ઝડપથી મોટો નફો મેળવવા માટે આ પ્રકારનો વેપાર કરીએ છીએ અને આપણે મોટેભાગે નુકસાન સહન કરીએ છીએ.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની ખબરોથી વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન હોય છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.