Share Market Opening Bell : બજેટ પહેલા શેરબજારમાં ધૂમ ખરીદી જોવા મળી, સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા
બજેટ પહેલા શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે બજારના મુખ્ય સૂચકાંકો ગ્રીનમાં ખુલ્યા હતા. સોમવારે સૂચકાંકો સકારાત્મક નોંધ પર બંધ થયા હતા. બીએસઈના 30 શેરોવાળો સેન્સેક્સ 1240.90 પોઈન્ટ અથવા 1.76 ટકાના વધારા સાથે 71,941.57 પર બંધ થયો હતો.
બજેટ પહેલા શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે બજારના મુખ્ય સૂચકાંકો ગ્રીનમાં ખુલ્યા હતા. સેન્સેક્સ 58.63 પોઈન્ટના વધારા સાથે મંગળવારે 72,000.20 પર અને નિફ્ટી 55.70 પોઈન્ટના વધારા સાથે 21,793.30 પર બજારો ખુલ્યા હતા.
માર્કેટમાં આઈટી સેક્ટરમાં સૌથી વધુ ખરીદી નોંધાઈ રહી છે. આ ઉપરાંત ફાર્મા અને મેટલ સેક્ટરમાંથી પણ ટેકો મળી રહ્યો છે. નિફ્ટીમાં ડો. રેડ્ડીઝ અને ટાટા મોટર્સના શેર્સ ટોપ ગેઇનર છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 1240 પોઈન્ટના ઉછાળા સાથે 71,941 પર બંધ થયો હતો.
સોમવારનું બજાર
સોમવારે સૂચકાંકો સકારાત્મક નોંધ પર બંધ થયા હતા. બીએસઈના 30 શેરોવાળો સેન્સેક્સ 1240.90 પોઈન્ટ અથવા 1.76 ટકાના વધારા સાથે 71,941.57 પર બંધ થયો હતો. દરમિયાન, NSE નિફ્ટી 385 પોઈન્ટ્સ અથવા 1.8 ટકાના વધારા સાથે 21,737.60 પર બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 576.20 પોઈન્ટ અથવા 1.28 ટકા વધીને 45,442.35 પર છે.
આ શેરમાં જોવા મળી વધઘટ
લગભગ 1869 શેર વધ્યા, 522 શેર ઘટ્યા અને 102 શેરમાં કોઈ ફેરફાર થયો નથી. હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, વિપ્રો, બીપીસીએલ અને ઈન્ફોસીસ નિફ્ટી પર સૌથી વધુ વધ્યા છે. જ્યારે બજાજ ફાઈનાન્સ પર એનટીપીસી, બજાજ ફિનસર્વ, આઈટીસી અને પાવર ગ્રીડ કોર્પોરેશન પર દબાણ જોવા મળી રહ્યું છે.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.