Share Market : તેજી સાથે ખુલ્યા બાદ બજાર ગગડ્યું , SENSEX 48,521 સુધી લપસ્યો

 સપ્તાહના બીજા કારોબારી દિવસે શેર બજાર (Share Market)તેજી સાથે ખુલવામાં સફળ રહ્યું જોકે બાદમાં લાલ નિશાન નીચે કારોબાર નજરે પડ્યો હતો.

Share Market : તેજી સાથે ખુલ્યા બાદ બજાર ગગડ્યું , SENSEX 48,521 સુધી લપસ્યો
STOCK MARKET INVESTOR FILE PIC.
Follow Us:
| Updated on: May 04, 2021 | 9:52 AM

સપ્તાહના બીજા કારોબારી દિવસે શેર બજાર (Share Market)તેજી સાથે ખુલવામાં સફળ રહ્યું જોકે બાદમાં લાલ નિશાન નીચે કારોબાર નજરે પડ્યો હતો. આજે સેન્સેક્સ 163.11 પોઇન્ટ અને નિફ્ટી 53.1 પોઇન્ટ વધારા સાથે ખુલ્યા છે. સોમવારે બજાર ઉતાર – ચઢાવ વચ્ચે બંધ થયું હતું. કારોબારની સમાપ્તિ સમયે સેન્સેક્સ 63.84 અંક ઘટીને 48,718.52 પર બંધ રહ્યો હતો તો બીજી તરફ નિફ્ટી 3.05 પોઇન્ટના નજીવા વધારા સાથે 14,634.15 ની સપાટીએ બંધ થયો હતો.

ભારતીય શેરબજારની પ્રારંભિક કારોબારમાં સ્થિતિ – સવારે ૯.૪૨ વાગે બજાર           સૂચકાંક               ઘટાડો સેન્સેક્સ    48,651.58    −66.94 (0.14%) નિફટી      14,603.90  −30.25 (0.21%)

બે સત્ર બાદ સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે પરંતુ ઉતાર – ચઢાવ નજરે પડે છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 48,996.53 સુધી ઉછળ્યા છે જ્યારે નિફ્ટીએ 14,723.40 સુધી ઉપલું સ્તર દર્જ કર્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાથી વધુ મજબૂતી જોવા મળી રહી છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

શરૂઆતી કારોબારમાં સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 1.03 ટકાની મજબૂતી દેખાઈ રહી છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.05 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.08 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

આજના કારોબારમાં આ મુજબ ઉતાર -ચઢાવ નજરે પડ્યો હતો. SENSEX Open   48,881.63 High   48,996.53 Low  48,521.85

NIFTY Open   14,687.25 High   14,723.40 Low    14,580.15

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">