Russia-Ukraine War: Coca Cola અને Danone જેવી મોટી કંપનીઓએ કારોબાર સમેટયો, કરો એક નજર લિસ્ટ ઉપર
કોકા કોલા(Coca Cola)એ પણ જાહેરાત કરી છે કે તે રશિયામાં તેનો બિઝનેસ બંધ કરશે. કંપની રશિયા સાથે બિઝનેસ કરવા માટે ખૂબ દબાણ હેઠળ હતી.
રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War)ના કારણે મોટી સંખ્યામાં વિદેશી કંપનીઓ રશિયા છોડી રહી છે. રશિયામાં તેમના વ્યવસાયની સમીક્ષા અને કારોબાર સમેટવાની તૈયારી કરતી કંપનીઓની સંખ્યા સતત વધી રહી છે. ઘણા દેશો રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી રહ્યા છે. આ ઉપરાંત ઘણા દેશો તેમની એરસ્પેસ બંધ કરી રહ્યા છે. રશિયામાં ભારતની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને મધ્યમ કદની જાહેર ક્ષેત્રની બેંક કેનેરા બેંક(Canara Bank) નું સંયુક્ત સાહસ છે. તે ભારતીય મૂળની બેંકિંગ સંસ્થા છે જે રશિયામાં સક્રિય છે. જો કે ભારતીય બેંકોની વોર ઝોનમાં કોઈ પેટાકંપનીઓ, શાખાઓ કે પ્રતિનિધિઓ નથી. SBIએ તેના કેટલાક ગ્રાહકોને એક પત્ર મોકલ્યો છે જેમાં જણાવ્યું છે કે “US, EU અને UN પ્રતિબંધ સૂચિમાં સામેલ બેંકો, બંદરો અને જહાજો સાથે કોઈ વ્યવહાર કરવામાં આવશે નહીં
ડેરી કંપનીએ વેપાર સમેટવાની જાહેરાત કરી
રશિયામાં સૌથી મોટો ડેરી બિઝનેસ ચલાવતી ડેનોને(Danone) પણ જાહેરાત કરી છે કે તે દેશમાં તેનો બિઝનેસ બંધ કરશે. ડેનોને લગભગ ત્રણ દાયકા પહેલા રશિયામાં પ્રવેશ કર્યો હતો. કંપનીના કુલ વેચાણમાં રશિયાનો હિસ્સો પાંચ ટકા જેટલો છે.
કોકાકોલાએ પણ નિર્ણય લીધો હતો
કોકા કોલા(Coca Cola)એ પણ જાહેરાત કરી છે કે તે રશિયામાં તેનો બિઝનેસ બંધ કરશે. કંપની રશિયા સાથે બિઝનેસ કરવા માટે ખૂબ દબાણ હેઠળ હતી. શુક્રવારે NOVUS સ્ટોર ચેને કોકા-કોલા સાથેની તેની ભાગીદારી સમાપ્ત કરવાની જાહેરાત કરી કારણ કે કોકા કોલાએ હજુ સુધી જાહેરાત કરી ન હતી કે તે રશિયા સાથેનો પોતાનો બિઝનેસ બંધ કરશે.
આ કંપનીઓએ અસ્થાયી રૂપે સ્ટોર્સ બંધ કર્યા
અમેરિકન પગરખાં કંપની Nike અને સ્વીડિશ હોમ ફર્નિશિંગ કંપની IKEA એ પણ રશિયામાં તેમના સ્ટોર્સને અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી છે.
IKEAએ જણાવ્યું છે કે તે રશિયા અને બેલારુસમાં તેના આઉટલેટ બંધ કરશે. કંપનીએ આ નિર્ણયને બિનરાજકીય ગણાવ્યો છે. કંપનીના આ નિર્ણયથી 15,000 કર્મચારીઓને અસર થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીની જાહેરાત બાદ રશિયામાં IKEAના સ્ટોર્સની બહાર ખરીદદારોની લાંબી કતાર લાગી હતી.
આ કંપનીઓએ તેમના બિઝનેસને લઈને પણ નિર્ણયો લીધા
આઇફોન અને મેકબુક બનાવનારી કંપની Apple રશિયામાં તેની પ્રોડક્ટ્સનું વેચાણ બંધ કરી દીધું છે. મેટા રશિયાએ જાહેરાત કરી છે કે તે સમાચાર આઉટલેટ્સ RT અને સ્પુટનિકની ઍક્સેસને બ્લોક કરશે. Twitter એ જાહેરાત કરી છે કે તે રશિયન સરકારી મીડિયા કન્ટેન્ટની વિઝિબ્લિટી અને એમ્પ્લીફિકેશન ઘટાડશે.
રશિયા અને યુક્રેનમાં તેમના વ્યવસાયોના રીવ્યુ અને કારોબાર સમેટતી અન્ય કંપનીઓમાં Disney, Boing, BP, General Motors, Volkswagen, MasterCard, Ikea, Diageo, Volvo, Porsche, Daimler અને Renaultનો સમાવેશ થાય છે.
આ કંપનીઓએ યુક્રેનમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો
Brewer Carlsberg અને Japan Tobaccoએ યુક્રેનમાં તેમની ફેક્ટરીઓ બંધ કરી દીધી છે. દરમિયાન, UPS અને FedEx Corp એ દેશ અને વિદેશમાં તેમની સેવાઓ સ્થગિત કરી દીધી છે.
આ પણ વાંચો : Upcoming IPO : ફેસબુકના રોકાણવાળી કંપની Meesho લાવશે કમાણીની તક, જાણો કંપની વિશે વિગતવાર