AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયાની પશ્ચિમી દેશોને ચીમકી : અમને છંછેડ્યા તો ક્રૂડ 300 ડોલર પ્રતિ બેરલના ભાવે ખરીદવા તૈયાર રહેજો

નોવાકે કહ્યું કે યુરોપને કુલ ગેસ સપ્લાયમાં રશિયાનું યોગદાન 40 ટકાની આસપાસ છે. રશિયા ક્યારેય તેની જવાબદારીઓથી દૂર નથી રહ્યું.

રશિયાની પશ્ચિમી દેશોને ચીમકી : અમને છંછેડ્યા તો ક્રૂડ 300 ડોલર પ્રતિ બેરલના ભાવે ખરીદવા તૈયાર રહેજો
Russian President Vladimir Putin (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 10:05 AM
Share

યુક્રેન પરના આક્રમણને કારણે રશિયા (Russia-Ukraine crisis) પર વિવિધ આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. રશિયા તેના પર લાદવામાં આવેલા નિયંત્રણોથી હચમચી ઉઠ્યું છે. રશિયાના નાયબ વડા પ્રધાને કહ્યું છે કે જો તેના એનર્જી સપ્લાય પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, તો તે પશ્ચિમી દેશોને 300 ડોલર પ્રતિ બેરલના ભાવે ક્રૂડ ઓઇલ(Crude oil price) ખરીદવા માટે મજબુર કરવામાં આવશે. તેણે રશિયા-જર્મની ગેસ પાઈપલાઈન બંધ કરવાની પણ ધમકી આપી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ અને સહયોગી દેશો રશિયાનો ઊર્જા પુરવઠો ઘટાડવાની તૈયારી કરી રહ્યા છે. પરિણામે સોમવારે ક્રૂડ ઓઈલના ભાવ 130 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા જે 2008 પછીનું સર્વોચ્ચ સ્તર છે.

રશિયાના નાયબ વડા પ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે કહ્યું છે કે રશિયન તેલ ખરીદવાના ઇન્કાર કરવાના ગંભીર પરિણામો આવશે. તેનાથી વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચશે. તે દિવસ દૂર નથી જ્યારે ક્રૂડ ઓઇલની કિંમત 300 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જશે. રશિયાનું તેલ હાલ ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે પરંતુ કોઈ દેશ તેને ખરીદવાની હિંમત નથી કરી રહ્યો કારણ કે તે રશિયાનો ખુલ્લો સમર્થક બની જશે. તેલની નિકાસ પર પ્રતિબંધ રશિયાની અર્થવ્યવસ્થા માટે મોટો ફટકો હશે.

રશિયાથી યુરોપમાં મોટી માત્રામાં આયાત કરે છે

નોવાકે કહ્યું કે યુરોપ તેના મોટાભાગના તેલની આયાત રશિયાથી કરે છે. એક રિપોર્ટ અનુસાર રશિયા વિશ્વનો બીજો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે. તે દરરોજ લગભગ 11 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે. તે તેનો અડધો ભાગ નિકાસ કરે છે. અડધી નિકાસ એકલા યુરોપમાં જાય છે. તેનો અર્થ એ કે તે યુરોપમાં દરરોજ 2.5-3 મિલિયન બેરલ તેલની નિકાસ કરે છે. નોવાકે કહ્યું કે જો યુરોપ રશિયા પાસેથી તેલની આયાત કરવાનું બંધ કરશે તો તેને ભારે ઉર્જા સંકટનો સામનો કરવો પડશે. યુરોપિયન નેતાઓએ આ સમજવાની જરૂર છે.

એક વર્ષથી વધુ સમય લાગશે

નોવાકે કહ્યું કે યુરોપમાં રશિયા જે તેલની નિકાસ કરે છે તેને બદલવામાં એક વર્ષથી વધુ સમય લાગશે. આ સ્થિતિમાં યુરોપના નેતાઓએ પણ તેમના લોકો સાથે આ વાત કરવી જોઈએ કોઈ જો આપણે રશિયાથી ઓઇલ સપ્લાય પર પ્રતિબંધ મૂકવા માંગીએ છીએ તો અમે તેના માટે તૈયાર છીએ.

રશિયા યુરોપને 40 ટકા ગેસ સપ્લાય કરે છે

નોવાકે કહ્યું કે યુરોપને કુલ ગેસ સપ્લાયમાં રશિયાનું યોગદાન 40 ટકાની આસપાસ છે. રશિયા ક્યારેય તેની જવાબદારીઓથી દૂર નથી રહ્યું. જો અમારી સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે. યુક્રેન સંકટના કારણે જર્મનીએ ગયા મહિને રશિયાની નોર્ડ સ્ટ્રીમ-2 ગેસ પાઈપલાઈનને પ્રમાણિત કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

યુરોપિયન નેતાઓ દ્વારા ઉશ્કેરણીજનક નિવેદનોનો આક્ષેપ

તેમણે કહ્યું કે જો જર્મની નોર્ડ સ્ટ્રીમ-2 પાઈપલાઈન પર પ્રતિબંધ લગાવવા માંગે છે તો રશિયાને પણ નોર્ડ સ્ટ્રીમ-1 પાઈપલાઈનમાંથી સપ્લાય રોકવાનો અધિકાર છે. અત્યારે અમે આવો કોઈ નિર્ણય લઈ રહ્યા નથી. જોકે યુરોપિયન નેતાઓએ રશિયાને આવું વિચારવા મજબૂર કર્યા છે.

આ પણ વાંચો : Opening Bell : શેરબજારની લીલા નિશાનમાં કારોબારની શરૂઆત, Sensex 53793 ઉપર ખુલ્યો

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરમાં ઇંધણના ભાવ શું છે?

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">