AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Opening Bell : શેરબજારની લીલા નિશાનમાં કારોબારની શરૂઆત, Sensex 53793 ઉપર ખુલ્યો

મંગળવારે છેલ્લા કલાકમાં શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 581 પોઈન્ટ વધીને 53,424 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 150 પોઈન્ટ વધીને 16,013 પર બંધ થયો હતો.

Opening Bell  : શેરબજારની લીલા નિશાનમાં કારોબારની શરૂઆત, Sensex 53793 ઉપર ખુલ્યો
Bombay Stock Exchange - BSE
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 9:20 AM
Share

Share Market : મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે આજે ભારતીય શેરબજારનો કારોબાર લીલા નિશાન ઉપર ખુલ્યો હતો. ગઈકાલે નબળી શરૂઆત છતાં કારોબારના અંતે બજાર વધારો દર્જ કરી બંધ થવામાં સફળ રહ્યું હતું. આજે Sensex  53,793.99 ઉપર ખુલ્યો હતો જે તેના ગઈકાલના 53,424.09 બંધ સ્તર કરતા 370અંક ઉપર ખુલ્યો હતો. Nifty ની વાત કરીએ તો ઇન્ડેકસ ગઈકાલના 16,013.45 ની બંધ સપાટી સામે 64 અંક ઉપર 16,078.00 ની સપાટીએ ખુલ્યો હતી.

મિશ્ર વૈશ્વિક સંકેત

રશિયા-યુક્રેન વિવાદ અને રશિયા પર અમેરિકાના પ્રતિબંધ બાદ વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતો જોવા મળી રહ્યા છે. અમેરિકાના બજારોમાં લાલ નિશાન સાથે ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે એશિયન બજારોએ લીલા નિશાન પર વેપાર શરૂ કર્યો છે. આજે દક્ષિણ કોરિયાના બજારો બંધ રહેશે. ઉતાર – ચઢાવ વચ્ચે ડાઉ જોન્સ 185 પોઈન્ટ ઘટીને 32632ની સપાટીએ બંધ રહ્યો હતો. નાસ્ડેકમાં પણ વેચવાલી જોવા મળી હતી અને ઈન્ડેક્સ 35 પોઈન્ટના ઘટાડા સાથે 12795 પર બંધ રહ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો અહીં ખરીદી જોવા મળી શકે છે. SGX નિફ્ટી 12.50 પોઈન્ટના વધારા સાથે ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે. અમેરિકામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયા છે.

LIC IPO અપડેટ્સ

  • LIC ની DRHP સેબી દ્વારા મંજૂર
  • સેબીએ LICના DRHP માટે ફાઇનલ ઓબ્ઝર્વેશન લેટર જારી કર્યો છે.

કોમોડિટીઝ અપડેટ્સ

  • ક્રૂડ 7% ઉછાળ્યું છે
  • બ્રેન્ટ 130 ડોલર આસપાસ નજરે પડ્યું છે
  • સોનું 2050 ડોલર થી વધ્યું છે.

FII-DII ડેટા

8 માર્ચના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો આ દિવસે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 8142.60 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ રૂ. 6489.59 કરોડનું રોકાણ કર્યું હતું.

છેલ્લા સત્રમાં રિકવરી દેખાઈ

મંગળવારે છેલ્લા કલાકમાં શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 581 પોઈન્ટ વધીને 53,424 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 150 પોઈન્ટ વધીને 16,013 પર બંધ થયો હતો. સેન્સેક્સ 421 પોઈન્ટ ઘટીને 52,430 પર ખુલ્યો હતો તે 53,484 નું ઉપલું સ્તર અને 52,260 નું નીચું સ્તર બનાવ્યું હતું. તેના 30 શેરોમાંથી 24 વધ્યા અને 6 ઘટ્યા હતા. SBI, રિલાયન્સ, પાવરગ્રીડ, ટાઇટન, નેસ્લે અને ટાટા સ્ટીલ તૂટ્યા હતા તો સનફાર્મા અને TCS 3-3% કરતા વધારે વધ્યા હતા.

આ પણ વાંચો : TCS ની બાયબેક ઓફરનો આજથી પ્રારંભ, છેલ્લી તારીખ- શેરની કિંમત અને અગત્યની માહિતી જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : Multibagger Stocks : 9 રૂપિયાનો આ પેની સ્ટોક પહોંચ્યો 100 રૂપિયાને પાર, રોકાણકારો થયા માલામાલ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">