Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરમાં ઇંધણના ભાવ શું છે?

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરમાં ઇંધણના ભાવ શું છે?
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 10:08 AM

Petrol-Diesel Price Today : રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)વચ્ચે ક્રૂડનો ભાવ 130 ડોલર પ્રતિ બેરલ(Crude Price Today)સુધી પહોંચી ગયો છે. ભારતની સરકારી ઓઈલ કંપનીઓએ આજે9 માર્ચે બુધવારે અનેક પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહેર કર્યા છે. દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં આજે પણ તેલના ભાવ સ્થિર છે. તેલ કંપનીઓએ લગભગ ચાર મહિના ઉપરાંતથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં યથાવત રાખ્યા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 110 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગરમાં છે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

આ શહેરોમાં બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ચર્ચાનો વિષય છે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે 7 માર્ચે યોજાનારી વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા લાગશે. જો કે, આજે શહેરોમાં તેલના ભાવ બદલાયા છે, તેમાંથી કેટલાકમાં તેલના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો છે જ્યારે કેટલાક શહેરોમાં તેલના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે. goodreturns.in મુજબ આજે ચેન્નાઈ, ગુરુગ્રામ, નોઈડા, ભુવનેશ્વર, લખનૌ, પટના, ત્રિવેન્દ્રમનો સમાવેશ થાય છે. આમાંના કેટલાક શહેરો એવા છે જ્યાં પેટ્રોલ સસ્તું થયું છે જેમ કે ચેન્નાઈ, ગુરુગ્રામ, ભુવનેશ્વર, લખનૌ, પટના અને ત્રિવેન્દ્રમ.બીજી તરફ નોઈડામાં પેટ્રોલના ભાવમાં 9 પૈસાનો વધારો થયો છે. આ શહેરોમાં તેલના ભાવ 125 દિવસ પછી બદલાયા છે.

ક્રૂડ ઓઇલમાં 8 ટકાનો ઉછાળો

બ્રેન્ટ ક્રૂડ 8 ટકા વધ્યું છે. મે મહિનાના કોન્ટ્રાક્ટ માટે બ્રેન્ટ ક્રૂડની કિંમત 133 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે. કિંમતોમાં લગભગ 8 ટકા અથવા 9 ડોલરથી વધુનો વધારો થયો છે. બ્રેન્ટ 132.69 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. એક દિવસ પહેલા બ્રેન્ટ 123.21 ડોલર પ્રતિ બેરલ પર હતો.બીજી તરફ, WTI ક્રૂડની કિંમત બેરલ દીઠ 9 ડોલર વધીને 128 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો બહાર પાડવામાં આવે છે.

દરરોજ 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે, તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે\

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : 1 એપ્રિલથી EPF ના પૈસા ઉપાડવા અંગેના નિયમોમાં થઇ રહ્યા છે ફેરફાર, જાણો ટેક્સ સંબંધિત મહત્વપૂર્ણ નિયમો

આ પણ વાંચો : PM Awas Yojana હેઠળ તમને સબસીડી મળી રહી છે કે નહિ? જાણવા અનુસરો આ સરળ સ્ટેપ્સ

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">