AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Real Estate : હવે ઘર ખરીદવું મોંઘુ થયું, અમદાવાદ સહિત આ શહેરોમાં પ્રોપર્ટીના ભાવ વધી ગયા

છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન રિયલ એસ્ટેટ(Real Estate)બિઝનેસમાં બમ્પર તેજી નોંધાઈ છે. જેના કારણે ગુજરાતમાં અમદાવાદ સહીત રાજધાની દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક મહાનગરો અને મોટા શહેરોમાં ફ્લેટ અને મકાનો મોંઘા થઈ ગયા છે. આ વર્ષે અમદાવાદમાં મકાનો અને ફ્લેટ ખુબ મોંઘા થયા છે.

Real Estate : હવે ઘર ખરીદવું મોંઘુ થયું, અમદાવાદ સહિત આ શહેરોમાં પ્રોપર્ટીના ભાવ વધી ગયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2023 | 6:51 AM
Share

છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન રિયલ એસ્ટેટ(Real Estate)બિઝનેસમાં બમ્પર તેજી નોંધાઈ છે. જેના કારણે ગુજરાતમાં અમદાવાદ સહીત રાજધાની દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક મહાનગરો અને મોટા શહેરોમાં ફ્લેટ અને મકાનો મોંઘા થઈ ગયા છે. આ વર્ષે અમદાવાદમાં મકાનો અને ફ્લેટ ખુબ મોંઘા થયા છે.એક સ્કવેરફૂટની કિંમત 4000 રૂપિયા સરેરાશ ચૂકવવી પડી રહી છે. દેશના તમામ મોટા શહેરોની વાત કરીએતો  ખાસ વાત એ છે કે ઘર અને ફ્લેટની કિંમતમાં સૌથી વધુ વધારો ગુડગાંવમાં થયો છે. હવે ગુડગાંવમાં ફ્લેટ અને ઘર ખરીદવા માટે લોકોએ પહેલા કરતા ઘણા વધુ પૈસા ખર્ચવા પડશે.

PropTiger.comના રિપોર્ટ અનુસાર દેશના ઘણા શહેરોમાં ફ્લેટ અને મકાનોની કિંમતમાં 6 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને ગુડગાંવમાં આ વધારો થોડો વધુ જોવા મળી રહ્યો છે. અહીં દર વધારાનો આંકડો બે આંકડાને પાર કરી ગયો છે.PropTiger.com એ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ અહેવાલને રિયલ ઇનસાઇટ રેસિડેન્શિયલ નામ આપ્યું છે.

8 શહેરોમાં કિંમત વધીને રૂ. 7000-7200 પ્રતિ ચોરસ ફૂટ થઈ

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે એપ્રિલથી જૂન મહિના દરમિયાન ઘર અને ફ્લેટની માંગમાં જબરદસ્ત વધારો થયો છે. ખરીદદારો તેમના ઘર ખરીદવા માટે ઘણા પૈસા ખર્ચવા તૈયાર છે. જેના કારણે મકાનો અને ફ્લેટની કિંમત સરેરાશ 6 ટકા મોંઘી થઈ છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એપ્રિલથી જૂન મહિના દરમિયાન દેશના 8 મોટા શહેરોમાં રિયલ એસ્ટેટની સરેરાશ કિંમત વધીને 7000-7200 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થઈ ગઈ છે, જે પોતે જ 6%નો વધારો છે. .

અમદાવાદમાં કિંમતોમાં 7%નો વધારો

આ 8 મોટા શહેરોમાં ચેન્નાઈ, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરુ, મુંબઈ, કોલકાતા, પુણે અને દિલ્હી-એનસીઆરનો સમાવેશ થાય છે. સૌથી મોટી વાત એ છે કે આ વર્ષે અમદાવાદમાં મકાનો અને ફ્લેટ 7 ટકા મોંઘા થયા છે. હવે અમદાવાદમાં એક સ્ક્વેર ફૂટ માટે તમારે 3700 થી 3900 રૂપિયા ખર્ચવા પડશે. એ જ રીતે બેંગ્લોરમાં પ્રતિ ચોરસ ફૂટ મકાનોનો દર રૂ.6300થી રૂ.6500 સુધી પહોંચી ગયો છે. એટલે કે ભાવમાં 9 ટકાનો વધારો થયો છે. જો કે, ચેન્નાઈના લોકોને ઘર ખરીદવા માટે વધુ ખિસ્સા ખાલી કરવા પડશે નહીં. અહીં કિંમતમાં માત્ર 3 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, દિલ્હી એનસીઆર પણ આ મામલે પાછળ નથી. અહીંના મકાનો હવે પહેલાની સરખામણીમાં 6 ટકા મોંઘા થઈ ગયા છે.

Follow Us
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
g clip-path="url(#clip0_868_265)">