AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100 અને 200 રૂપિયાની નોટ અંગે RBIનો મોટો આદેશ, બેંકોમાં મચ્યો હડકંપ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે બેંકોને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે એટીએમમાંથી પણ 100 અને 200 રૂપિયાની નોટો નીકળી શકે. કેન્દ્રીય બેંકે કહ્યું કે જનતા માટે આ નોટોની ઉપલબ્ધતા વધારવા માટે આમ કરવું જરૂરી છે. ચાલો તમને એ પણ જણાવીએ કે RBI એ કયા પ્રકારનો પરિપત્ર બહાર પાડ્યો છે.

100 અને 200 રૂપિયાની નોટ અંગે RBIનો મોટો આદેશ, બેંકોમાં મચ્યો હડકંપ
| Updated on: Apr 28, 2025 | 10:11 PM
Share

દેશના બેંકિંગ નિયમનકાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 100 અને 200 રૂપિયાની નોટો અંગે એક મોટો આદેશ જાહેર કર્યો છે. જેના કારણે દેશની તમામ બેંકોમાં ગભરાટનો માહોલ છે. બંને નોટો અંગે RBI દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોને શક્ય તેટલી વહેલી તકે અમલમાં મૂકવા કહેવામાં આવ્યું છે.

આ માટે, RBI એ બધી બેંકોને એક પરિપત્ર પણ જાહેર કર્યો છે. ચાલો તમને એ પણ જણાવીએ કે RBI દ્વારા 100 અને 200 રૂપિયાની નોટો અંગે કેવા પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

બેંકોને RBI ના નિર્દેશ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે બેંકોને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે એટીએમમાંથી પણ 100 અને 200 રૂપિયાની નોટો નીકળી શકે. કેન્દ્રીય બેંકે કહ્યું કે જનતા માટે આ નોટોની ઉપલબ્ધતા વધારવા માટે આમ કરવું જરૂરી છે. બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરો (WLAOs) એ આ નિર્દેશનો તબક્કાવાર અમલ કરવો પડશે. નોન-બેંકિંગ એન્ટિટી દ્વારા સંચાલિત એટીએમને ‘વ્હાઇટ લેબલ એટીએમ’ (WLA) કહેવામાં આવે છે. આ સૂચનાઓ બાદ દેશની તમામ બેંકોમાં હડકંપ મચી ગયો છે. હવે બધી બેંકોએ ATMમાં 100 અને 200 રૂપિયાની નોટો અંગે વધુ મહેનત કરવી પડશે.

RBI એ પરિપત્ર જાહેર કર્યો

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક પરિપત્રમાં જણાવ્યું છે કે વારંવાર ઉપયોગમાં લેવાતી મૂલ્યવર્ગની નોટો સુધી જનતાની પહોંચ વધારવા માટે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે બધી બેંકો અને વ્હાઇટ લેબલ ATM ઓપરેટરો (WLAO) એ ખાતરી કરશે કે તેમના ATM માંથી નિયમિત ધોરણે 100 અને 200 રૂપિયાની નોટો પણ વહેચવામાં આવે.

પરિપત્ર મુજબ, 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં, 75 ટકા એટીએમ (ઓટોમેટેડ ટેલર મશીનો) માં ઓછામાં ઓછી એક કેસેટ હોવી જોઈએ જેમાં 100 રૂપિયા અથવા 200 રૂપિયાની બેંક નોટો વિતરણ કરવામાં આવે. આ પછી, 31 માર્ચ, 2026 સુધીમાં, 90 ટકા એટીએમ ઓછામાં ઓછી એક કેસેટમાંથી 100 રૂપિયા અથવા 200 રૂપિયાની બેંક નોટો વિતરિત કરશે.

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">