રેલવેના સ્ટોક્સમાં સતત બીજા દિવસે નરમાશ જોવા મળી, લાંબા ગાળાના રોકાણ માટે સારી તક

|

Jun 05, 2024 | 1:29 PM

મંગળવારના કડાકા બાદ આજે બુધવારે સેન્સેક્સ 482 પોઈન્ટ ઉછળીને 72754 પોઈન્ટના સ્તરે ખૂલ્યો જ્યારે નિફ્ટી 153 પોઈન્ટ વધીને 22037 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો .

રેલવેના સ્ટોક્સમાં સતત બીજા દિવસે નરમાશ જોવા મળી, લાંબા ગાળાના રોકાણ માટે સારી તક

Follow us on

મંગળવારના કડાકા બાદ આજે બુધવારે સેન્સેક્સ 482 પોઈન્ટ ઉછળીને 72754 પોઈન્ટના સ્તરે ખૂલ્યો જ્યારે નિફ્ટી 153 પોઈન્ટ વધીને 22037 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો . શેરબજારની શરૂઆતની કામગીરીમાં નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા રંગમાં રિકવર કરી રહ્યા હતા.

બુધવારે શેરબજારમાં કારોબારની તેજી સાથે શરૂઆત છતાં સરકારી સ્ટોક્સ પર દબાણ જોવા મળ્યું હતું. PSU, રેલવે અને ડિફેન્સ શેર્સ પર ઘણું દબાણ જોવા મળ્યું હતું. છેલ્લા બે વર્ષમાં આ શેરોએ મલ્ટિબેગર રિટર્ન આપીને રોકાણકારોને માલામાલ બનાવ્યા હતા પણ ચૂંટણીના અણધાર્યા પરિણામોએ રોકાણકારોની ચિંતા વધારી અને આ સ્ટોક્સમાં વેચાણ વધ્યું હતું. રેલવેના ઘણાં સ્ટોક્સ લાલ નિશાન નીચે જોવા મળી રહ્યા છે.

સતત બીજા દિવસે રેલવેના શેર લાલ નિશાન નીચે દેખાયા (June 5, 2024  1:09:59 PM)

COMPANY  BSE PRICE(Rs) NSE PRICE(Rs)
BEML 3,698.45 -1.69% 3,699.65 -1.53%
IRCTC 908.40 -0.47% 909.50 -0.28%
RAIL VIKAS NIGAM 341.55 -2.84% 342.65 -2.52%
RAILTEL CORP OF INDIA 354.45 -2.74% 354.80 -2.71%
RITES 601.65 -3.43% 602.95 -3.44%
TITAGARH RAILSYSTEMS 1,079.85 -9.85% 1,080.05 -9.79%

મોદી સરકાર બનશે તો શેર વધવાનું અનુમાન

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે કેન્દ્રમાં મોદી સરકારને બમ્પર બહુમતી ન મળવાને કારણે PSU, રેલવે અને ડિફેન્સ શેરોમાં નબળાઈ નોંધાઈ રહી છે. જો કે, ઘણા શેરબજારના નિષ્ણાતો એમ પણ કહે છે કે શેરબજારની કામગીરીમાં નબળાઈના સમયગાળા દરમિયાન તમે ધીમે ધીમે આ PSU, રેલ્વે અને સંરક્ષણ શેર ખરીદી શકો છો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણો વચ્ચે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો હતો. મંગળવારે સવારે 9:30ની આસપાસ જ સેન્સેક્સ 2000 પોઈન્ટ્સ અને નિફ્ટી 600 પોઈન્ટ્સ તૂટ્યો હતો જે બાદ સેન્સેક્સ 4000 પોઇન્ટ સુધી ગગડ્યો હતો. દરમિયાન રેલવે સહીત સરકારી કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો હતો. IRFC, RVNL અને IREDA બધા જ ઘટી રહ્યા હતા. IRFC વિશે વાત કરીએ તો મંગળવારે BSE પર તે 7.54 ટકા ઘટીને 174.7 પર હતા તે જ સમયે સરકારી કંપનીઓના મોટા ઘટાડામાં સમાવિષ્ટ IREDA માં લગભગ 9 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે IRFC અને IREDA નજીવો રિકવર થયો છે

એક્ઝિટ પોલ કરતા વિપરીત પરિણામ આવ્યા

મંગળવારે સામાન્ય ચૂંટણીના પરિણામો આવી ગયા છે. શરૂઆતના વલણોમાં એનડીએને બહુમતી મળતી દેખાઈ હતી પરંતુ એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએને ઓછી સીટો મળી છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએને લગભગ 350 બેઠકો જીતવાનો અંદાજ હતો જ્યારે ઈન્ડિયા એલાયન્સને 150-180 બેઠકો મળવાનો અંદાજ હતો પરંતુ પરિણામ એક્ઝિટ પોલથી વિપરીત આવ્યા છે.

ડિસ્ક્લેમર :  શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Published On - 1:28 pm, Wed, 5 June 24

Next Article