ઉદ્યોગપતિ રાહુલ બજાજે 83 વર્ષની વયે દુનિયાને કહ્યુ અલવિદા, 2001માં મળ્યો હતો પદ્મ ભૂષણ
ભારતીય ઉદ્યોગપતિ રાહુલ બજાજનું 83 વર્ષની વયે નિધન થયુ છે. સરકારે તેમને 2001માં પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. રાહુલ બજાજ રાજ્યસભાના સાંસદ પણ હતા.
Rahul Bajaj passes away:ઉદ્યોગપતિ રાહુલ બજાજનું (Rahul Bajaj) શનિવારે 83 વર્ષની વયે અવસાન થયુ હતુ. ઉલ્લેખનીય છે કે તેઓ બજાજ ગ્રુપના ચેરમેન હતા. 2001માં ભારત સરકારે રાહુલ બજાજને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. 2006 થી 2010 સુધી રાહુલ બજાજ રાજ્યસભાના(Rajya Sabha) સભ્ય પણ હતા. બજાજ ગ્રૂપને પાંચ દાયકામાં તેની ઊંચાઈઓ પર લઈ જવામાં રાહુલ બજાજે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
Extremely sad to hear…. Rahul Bajaj passes away. #omshanti #RIP pic.twitter.com/xnkABFVxKK
— Rishi Darda (@rishidarda) February 12, 2022
રાહુલ બજાજે 1965માં બજાજ ગ્રુપની કમાન સંભાળી
ઉદ્યોગપતિ રાહુલ બજાજનો જન્મ 10 જૂન 1938ના રોજ કોલકાતામાં થયો હતો. તેમણે 1965માં બજાજ ગ્રુપની કમાન સંભાળી હતી. બાજમાં વર્ષ 2005માં તેમણે ચેરમેન પદ છોડી દીધું હતુ. આ પછી તેમના પુત્ર રાજીવ બજાજે આ જવાબદારી સંભાળી.તમને જણાવી દઈએ કે, રાહુલ બજાજે અર્થશાસ્ત્ર અને કાયદાનો અભ્યાસ કર્યો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી (Delhi University) અર્થશાસ્ત્રમાં ઓનર્સ ડિગ્રી, બોમ્બે યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBA ની ડિગ્રી મેળવી હતી. વર્ષ 2008માં તેણે બજાજ ઓટોને ત્રણ યુનિટમાં વહેંચી દીધી.
રાહુલ બજાજ જમનાલાલ બજાજના પૌત્ર હતા
તેમાં બજાજ ઓટો, ફાઇનાન્સ કંપની બજાજ ફિનસર્વ અને હોલ્ડિંગ કંપનીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ બજાજ જમનાલાલ બજાજના પૌત્ર હતા, જે એક જાણીતા ઉદ્યોગપતિ હતા અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મોહનદાસ કરમચંદ ગાંધીના અગ્રણી સમર્થક હતા.
ગયા વર્ષે ચેરમેન પદેથી રાજીનામુ આપ્યુ હતુ
ભારતીય ઉદ્યોગપતિ રાહુલ બજાજે 1965માં બજાજ ઓટોમાં એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતુ. ઓટોમોટિવ ઉદ્યોગમાં બજાજને વિકસાવવામાં રાહુલ બજાજે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તમને જણાવવુ રહ્યુ કે, ગયા વર્ષે રાહુલ બજાજે બજાજ ઓટોના ચેરમેન પદેથી રાજીનામું આપ્યુ હતુ. તેઓ પાંચ દાયકાથી વધુ સમય સુધી બજાજ ઓટોના પ્રભારી હતા.
રાહુલ બજાજ બાદ બજાજ ઓટોનું નેતૃત્વ 67 વર્ષીય નીરજ બજાજ દ્વારા કરવામાં આવ્યુ હતુ. 1965 માં રાહુલ બજાજ બજાજ ઓટોના CEO બન્યા, જ્યારે તેમની ઉંમર 30 વર્ષની નજીક હતી. આ સમય દરમિયાન તેઓ CEOનું પદ સંભાળનાર સૌથી યુવા ભારતીયોમાં સામેલ હતા.
આ પણ વાંચો : ‘ઈતિહાસને પલટવામાં હિસ્સો બનીને આનંદ થયો’, આનંદ મહિન્દ્રાએ ઈસ્ટ ઈન્ડિયા કંપની પર રસપ્રદ થ્રેડ શેર કર્યો