બજાજ ગ્રુપ(Bajaj Group)ના ચેરમેનપદેથી રાજીનામુ આપી રાહુલ બજાજ(Rahul Bajaj) ફરીએકવાર ચર્ચાની એરણે ચડ્યા છે.દેશના દિગ્ગ્જ ઉદ્યોગપતિઓનો ઉલ્લેખ થાય એટલે બજાજ ગ્રુપના ચેરમેન રાહુલ બજાજનું નામ ચોક્કસ યાદ આવે છે. પોતાના નિવેદનોથી લઈ પારિવારીક વ્યવસાય બજાજ ઓટોને નવી રફ્તાર આપવા સુધીના મામલે તેઓ ચર્ચામાં રહ્યા છે. જાણો કોણ છે રાહુલ બજાજ અને તેમની સંઘર્ષના દોરમાં પણ અડગ રહેવાની કહાની…
રાહુલ બજાજનો જન્મ 10 જૂન, 1938 ના રોજ બંગાળના પ્રેસિડેન્સીમાં થયો હતો. બજાજ બિઝનેસ હાઉસનો પાયો રાહુલના દાદા જમનાલાલ બજાજે મૂક્યો હતો. બજાજ પરિવારની આગળની પેઢીએ પારિવારિક વ્યવસાયને આગળ ધપાવ્યો હતો. રાહુલે પ્રારંભિક શિક્ષણ કેથેડ્રલ એન્ડ જ્હોન કોનન સ્કૂલમાંથી મેળવ્યું હતું. તેમણે સેન્ટ સ્ટીફન કોલેજ દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ અને બોમ્બે યુનિવર્સિટીમાંથી લો ની ડિગ્રી અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBA નો અભ્યાસ કર્યો છે.
તેમણે 1965 માં બજાજ જૂથની કમાન સાંભળી હતી. તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ કંપની લાઇસન્સ-રાજ જેવા મુશ્કેલ સમયમાં પણ સફળતાની નવી ઊંચાઈ ઉપર પહોંચી હતી. 1980 ના દાયકામાં બજાજ 2 ચક્રી સ્કૂટર્સના ટોચના ઉત્પાદક હતા. જૂથના ‘ચેતક’ બ્રાન્ડ સ્કૂટરની માંગ એટલી વધારે હતી કે તેનો વેઇટિંગ પિરિયડ 10 વર્ષ સુધી હતો.
રાહુલ અનેક કંપનીઓના બોર્ડના અધ્યક્ષ પણ છે. આર્થિક ક્ષેત્ર અને ઔદ્યોગિક વિશ્વમાં તેમના યોગદાન માટે ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં (2006-210) ચૂંટાયા હતા. આઈઆઈટી રૂરકી સહિત 7 યુનિવર્સિટીઓ દ્વારા તેમને માનદ ડોકટરેટ ની પદવી એનાયત કરવામાં આવી છે.
રાહુલ બજાજ બજાજ ઓટોમાં 10%, બજાજ ફિનસર્વમાં 10% અને બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં 24% હિસ્સો ધરાવે છે. તેમની પાસે બજાજ ફાઇનાન્સમાં 2% અને 14% ઇન-હોમ એપ્લાયન્સીસમાં હિસ્સો છે.તેની કુલ સંપત્તિ 630 કરોડ ડોલર હોવાનો અંદાજ છે. 2019 ની યાદીમાં ફોર્બ્સ ભારતના 100 ધનિક લોકો અનુસાર બજાજ પરિવારની સંપત્તિ 9.2 અબજ ડોલર અને તે ભારતનો 11 મો શ્રીમંત પરિવાર હતો. વર્ષ 1986 થી 1989 સુધી તે ઇન્ડિયન એરલાઇન્સના અધ્યક્ષ પણ રહ્યા.
બજાજ ગ્રુપના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી (CSR) હેઠળ રાહુલ બજાજનો પણ મોટો ફાળો છે. જમનાલાલ બજાજ ફાઉન્ડેશન અને શિક્ષા મંડળ જેવા સંગઠનો અને ભારતીય યુવા શક્તિ ટ્રસ્ટ અને રૂબી હોલ ક્લિનિક (પુણે) જેવી ઘણી સામાજિક સંસ્થાઓ આ હેઠળ ચાલે છે. 2001 માં ભારત સરકાર દ્વારા ‘પદ્મ ભૂષણ’ એનાયત કરાયો હતો
બજાજ ઓટોએ કહ્યું છે કે, રાહુલ બજાજે 1972 થી કંપનીના સુકાની રહ્યા છે અને પાંચ દાયકાથી બજાજ ગ્રુપના કાર્યભાર પર કાર્યરત છે, તેમણે તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને રાજીનામું આપ્યું છે. તેમનું રાજીનામું 30 એપ્રિલ, 2021 ના રોજ business hours બાદથી અમલમાં આવશે જોકે રાહુલ ચેરમેન એમિરેટસ(Chairman Emeritus) તરીકે ગ્રુપ સાથે જોડાયેલા રહેશે