પંજાબ નેશનલ બેંક 6000 કરોડ એકત્ર કરવા બોન્ડ બહાર પાડશે, જાણો વિગતવાર

PNB ના 6000 કરોડ રૂપિયા એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી છે. આ રકમ એકત્ર કરવા માટે બેંક દ્વારા Basel-III બોન્ડ જારી કરવામાં આવશે.

પંજાબ નેશનલ બેંક 6000 કરોડ એકત્ર કરવા બોન્ડ બહાર પાડશે, જાણો વિગતવાર
PUNJAB NATIONAL BANK
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 5:16 PM

પંજાબ નેશનલ બેંકની બોર્ડ બેઠક આજે યોજાઈ હતી. આ મહત્વની બેઠકમાં બોર્ડે બોન્ડ જારી કરીને 6000 કરોડ રૂપિયા એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ રકમ એકત્ર કરવા માટે બેંક દ્વારા Basel-III બોન્ડ જારી કરવામાં આવશે.

આ અગાઉ બુધવારે બેન્ક બોર્ડ બ્યુરો (BBB) ​​એ પંજાબ નેશનલ બેંકના મેનેજિંગ ડિરેક્ટર પદ માટે અતુલ કુમાર ગોયલના નામની ભલામણ કરી હતી. ગોયલ હાલમાં કોલકાતા સ્થિત યુકો બેંકના વડા છે જેમને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA Framework) માંથી બહાર કાઢવામાં આવ્યા છે. ગોયલ હવે એસએસ મલ્લિકાર્જુન રાવ પાસેથી પદ સંભાળશે જેમને તાજેતરમાં જાન્યુઆરી 2022 સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.

11 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા જાહેર ક્ષેત્રની બેન્કો અને નાણાકીય સંસ્થાઓના આયોજક તરીકે કાર્યરત BBB એ દેશના બીજા સૌથી મોટા જાહેર ક્ષેત્રની ધિરાણકર્તા PNB ના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પદ માટે 11 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મોદી કેબિનેટની મંજૂરી મળ્યા બાદ નિમણૂક કરવામાં આવશે BBB એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રદર્શન, સમગ્ર અનુભવ અને હાલના ધોરણોને ધ્યાનમાં રાખીને બ્યુરોએ PNB ના MD અને CEO પદ માટે અતુલ કુમાર ગોયલની ભલામણ કરી છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) ને નામ મોકલવામાં આવશે.

PNB ના ગ્રાહકો આ વાત ધ્યાનમાં રાખે પંજાબ નેશનલ બેંક (PNB) એ મોટી જાહેરાત કરી છે. PNB એ એક ટ્વીટમાં કહ્યું છે કે 1 ઓક્ટોબરથી ઈ-ઓબીસી અને ઈ-યુએનઆઈની જૂની ચેકબુક કામ નહીં કરે. ગ્રાહકોને કહેવામાં આવ્યું છે કે જેમની પાસે ઓબીસી અને યુએનઆઇ બેન્કોની જૂની ચેકબુક છે તેમણે વહેલી તકે તેમને નવી ચેકબુકથી બદલવી જોઇએ, નહીંતર જૂની ચેકબુક 1 ઓક્ટોબરથી નકામી થઇ જશે. નવી ચેકબુક અપડેટેડ આઇએફએસસી સાથે આવશે. PNB નો કોડ અને MICR પણ બદલાશે. આ નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે કારણ કે UNI અને OBC બેન્કો PNB માં મર્જ થઈ ગઈ છે.

PNB એ એક ટ્વીટમાં કહ્યું છે કે 1 ઓક્ટોબર પહેલા જૂની ચેકબુક બદલવી જરૂરી છે અને આ માટે બેંકની શાખાની મુલાકાત લેવી પડશે. તમારે જૂની ચેકબુક જમા કરીને નવી ચેકબુક મેળવવી પડશે. પીએનબીએ ગ્રાહકોને જણાવ્યું છે કે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાનું પીએનબી સાથે મર્જર થયા બાદ તેમની જૂની ચેકબુકને નવી પીએનબી ચેકબુક સાથે બદલવી જરૂરી બની ગઈ છે.

આ પણ વાંચો :  Multibagger Stock 2021: આ 5 શેરે રોકાણકારોના 1 લાખને બનાવી દીધા 1 કરોડ , જાણો રોકાણકારોને માલામાલ બનાવનાર આ સ્ટોક વિશે

આ પણ વાંચો :  JioPhone Next : વિશ્વના સૌથી સસ્તા ફોન માટે દિવાળી સુધી કરવો પડશે ઇંતેજાર , RELIANCE આજે લોન્ચ કરવાનું હતું , જાણો ફોનની કિંમત અને ખાસિયત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">