AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMJJBY : આ યોજનામાં તમે માત્ર 330 રૂપિયાની બચત કરીને બે લાખનું લાઈફ કવર મેળવી શકો છો, જાણો સંપૂર્ણ માહિતી

આ સ્કીમ હેઠળ તમે માત્ર રૂ. 330નું પ્રીમિયમ ભરીને રૂ. 2 લાખ સુધીનો લાભ મેળવી શકો છો. આ વીમા પોલિસી દર વર્ષે રિન્યૂ કરાવવાની હોય છે. દર વર્ષે 31મી મે પહેલા તમારા બેંક ખાતામાંથી નાણાં ઓટો-ડેબિટ થઈ જાય છે.

PMJJBY : આ યોજનામાં તમે માત્ર 330 રૂપિયાની બચત કરીને બે લાખનું લાઈફ કવર મેળવી શકો છો, જાણો સંપૂર્ણ માહિતી
PM Narendra Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 8:10 AM

સરકાર દેશના નબળા વર્ગોને સામાજિક સુરક્ષા આપવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે. આ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. વર્ષ 2015માં શરૂ થયેલી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana – PMJJBY) પણ આવી જ એક યોજના છે જેનો હેતુ નબળા વર્ગોને સુરક્ષા પ્રદાન કરવાનો છે. આ યોજનાનો લાભ દેશના 18 થી 50 વર્ષના તમામ લોકો મેળવી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કોઈપણ બેંકમાં બચત ખાતું(Savings Account) હોવું આવશ્યક છે. વાર્ષિક પ્રીમિયમના નાણા આ ખાતામાંથી ઓટો-ડેબિટ (Auto-Debit) થાય છે.

ઓટોમેટિક પ્રીમિયમ કટ થાય છે

આ સ્કીમ હેઠળ તમે માત્ર રૂ. 330નું પ્રીમિયમ ભરીને રૂ. 2 લાખ સુધીનો લાભ મેળવી શકો છો. આ વીમા પોલિસી દર વર્ષે રિન્યૂ કરાવવાની હોય છે. દર વર્ષે 31મી મે પહેલા તમારા બેંક ખાતામાંથી નાણાં ઓટો-ડેબિટ થઈ જાય છે.

પોલિસી 55 વર્ષની ઉંમરે સમાપ્ત થાય છે

PMJJBY હેઠળ જે વ્યક્તિના નામનો વીમો લેવાયો છે તેને મહત્તમ 2 લાખ રૂપિયાનું જીવન કવર મળે છે. યોજના સાથે જોડાયેલા વ્યક્તિના મૃત્યુ પર સંબંધિત બેંક 2 લાખ રૂપિયાની રકમ આપે છે. આમાં તમામ ઉંમરના લોકો માટે સમાન પ્રીમિયમની રકમ નક્કી કરવામાં આવી છે જે રૂ. 330 છે. જ્યારે પોલિસીધારકો 55 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે પ્લાન આપમેળે સમાપ્ત થઈ જાય છે.

Stomach Infection થાય તો શું ખાવું ?
TMKOC : તારક મહેતાના નવા 'અંજલી ભાભી' રિયલ લાઈફમાં છે ખૂબ જ ગ્લેમરસ
સમોસા અને જલેબી કોણે ન ખાવા જોઈએ?
દેવોં કે દેવ...મહાદેવ મોહિત રૈનાના પરિવાર વિશે જાણો
Gopal Italia Salary : ગોપાલ ઈટાલિયાને હવે ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે ?
Plant In Pot : લીંબુની છાલ ફેકીં દો છો ? છોડમાં આ રીતે કરો ઉપયોગ જંતુઓ રહેશે દૂર

1લી જૂનથી 31મી મે એટલે કે એક વર્ષ ગણાય છે

પોલિસી 1લી જૂનથી શરૂ થાય છે અને 31મી મે સુધી માન્ય રહે છે. તેનું પ્રીમિયમ નિયત તારીખે પોલિસીધારકોના ખાતામાંથી દર વર્ષે આપમેળે કપાઈ જાય છે. આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને બેંક એકાઉન્ટ પાસબુક જરૂરી છે.

અમલીકરણ જાહેર ક્ષેત્રની LIC અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક મારફતે યોજના અમલમાં મૂકવામાં આવી છે.દાવાની સ્થિતિમાં વીમા ધારક વ્યક્તિના વારસદારએ સંબંધિત બેંક શાખાનો સંપર્ક કરવો પડશે, જ્યાં વીમોદાર વ્યક્તિનું બેંક ખાતું હતું. મૃત્યુનું પ્રમાણપત્ર અને દાવાનું ફોર્મ સબમિટ કરવું જરૂરી છે. દાવાની રકમ વારસદારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ પણ વાંચો : કેમ Paytm ના શેરમાં ઘટાડા ઉપર નથી લાગી રહી બ્રેક? સ્ટોકે ફરી All Time Low લેવલ નોંધાવ્યું

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ 120 ડોલરને પાર પહોંચ્યું, જાણો આજે તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલની કિંમતમાં શું ફેરફાર થયો

g clip-path="url(#clip0_868_265)">