AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price Today : ક્રૂડ 120 ડોલરને પાર પહોંચ્યું, જાણો આજે તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલની કિંમતમાં શું ફેરફાર થયો

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.94 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 96.94 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે.

Petrol Diesel Price Today : ક્રૂડ 120 ડોલરને પાર પહોંચ્યું, જાણો આજે તમારા શહેરમાં પેટ્રોલ - ડીઝલની કિંમતમાં શું ફેરફાર થયો
Petrol Diesel Price Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 7:30 AM
Share

દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ આજે ગુરુવાર 24 માર્ચ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ(Petrol Diesel Price Today) જાહેર કર્યા છે. આજે દેશભરમાં ઈંધણના ભાવ સ્થિર રહ્યા હતા. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 97.01 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 88.27 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે. તમને જણાવી દઈએ કે 22 માર્ચે 137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી 23 માર્ચે પણ તેલની કિંમતમાં પ્રતિ લિટર 80 પૈસાનો વધારો થયો હતો. છેલ્લા બે દિવસ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન પેટ્રોલ 1.60 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. બીજી તરફ જથ્થાબંધ ભાવમાં પ્રતિ લિટર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

બ્રેન્ટ ક્રૂડની કિંમત 120 ડોલરને પાર

રશિયા અને યુક્રેન સંકટના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી એકવાર જોરદાર ઉછાળો આવ્યો છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત 1.38 ટકા વધીને 123.3 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. તે જ સમયે, WTI ક્રૂડની કિંમત 1.08 ટકા વધીને $116.2 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 97.01 અને ડીઝલ રૂ. 88.27 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.67 અને ડીઝલ રૂ. 95.85 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.91 અને ડીઝલ રૂ. 92.95 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.34 અને ડીઝલ રૂ. 91.42 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.94 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 96.94 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.72 90.79
Rajkot 96.48 90.56
Surat 96.60 90.80
Vadodara 96.37 90.43

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : Ruchi Soya FPO : બાબા રામદેવની કંપની લાવી કમાણીની તક, જાણો કેટલો મળશે ફાયદો?

આ પણ વાંચો : ક્રૂડના ભાવમાં ફરી એકવાર ઉછાળો, રશિયા તરફથી પુરવઠામાં ઘટાડો થવાના સંકેતોની અસર

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">