AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Price Today : દેશમાં પેટ્રોલની કિંમત 120 રૂપિયાને પાર પહોંચી, જાણો આજે કેટલું મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.14 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 104.78 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : દેશમાં પેટ્રોલની કિંમત 120 રૂપિયાને પાર પહોંચી, જાણો આજે કેટલું મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ
Petrol Diesel Price Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 7:28 AM
Share

Petrol-Diesel Price Today : પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ઇંધણના ભાવમાં સતત વધારાને કારણે પેટ્રોલ રૂપિયા 120 પ્રતિ લિટર સુધી વેચાઈ રહ્યું છે. બીજી તરફ ડીઝલની વાત કરીએ તો તે 112 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયું છે.

IOCL દ્વારા જાહેર કરાયેલા નવા દર મુજબ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 108.29 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. આ દરમિયાન ડીઝલનો ભાવ 97.02 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. રાજસ્થાનના શ્રીગંગા નગરમાં પેટ્રોલ 120.52 રૂપિયા અને ડીઝલ 111.39 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આ સિવાય મધ્યપ્રદેશના લગભગ તમામ જિલ્લાઓમાં પેટ્રોલ 120 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત >> દિલ્હીમાં પેટ્રોલ રૂ. 108.29 અને ડીઝલ રૂ. 97.02 પ્રતિ લીટર >> મુંબઈમાં પેટ્રોલ રૂ. 114.14 અને ડીઝલ રૂ. 105.12 પ્રતિ લીટર >> ચેન્નાઈ પેટ્રોલ રૂ. 105.13 અને ડીઝલ રૂ. 101.25 પ્રતિ લીટર >> કોલકાતા પેટ્રોલ રૂ. 108.78 અને ડીઝલ રૂ. 100.14 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.14 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 104.78 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 120.52 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 111.39 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 104.92 104.57
Rajkot 104.68 104.35
Surat 104.78 104.44
Vadodara 104.56 104.21

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

આ પણ વાંચો :  Nykaa IPO : આજથી ખુલ્યો ઓનલાઇન ફેશન બ્રાન્ડનો આઈપીઓ, એક શેરની કિંમત રૂ 1125 , રોકાણ પહેલા જાણો કંપની વિશે વિગતવાર

આ પણ વાંચો :  Upcoming IPO : 7 કંપનીઓ 28000 કરોડ એકત્રિત કરવા IPO લાવશે, જાણો વિગતવાર

Follow Us
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
g clip-path="url(#clip0_868_265)">